શાંતિલાલ છ. કાનાવાલા

ઍડલર, આલ્ફ્રેડ

ઍડલર, આલ્ફ્રેડ (જ. 17 ફેબ્રુઆરી 1870 પેજિંગ, વિયેના; અ. 28 મે 1937, ઓનર્ડીન, સ્કૉટલૅન્ડ) : વ્યક્તિલક્ષી મનોવિજ્ઞાનના સ્થાપક. તેમણે વિયેના મેડિકલ સ્કૂલમાંથી 1895માં તબીબી પદવી પ્રાપ્ત કરી હતી. પ્રારંભમાં આંખના રોગોના નિષ્ણાત તરીકે, પછી સામાન્ય સેવાઓ આપતા ડૉક્ટર તરીકે અને ત્યારબાદ સાઇકિયાટ્રિસ્ટ તરીકે વિયેનામાં સેવાઓ આપી હતી. 1902માં ફ્રૉઇડના આમંત્રણથી…

વધુ વાંચો >

ઍબિંગહૉસ હરમાન

ઍબિંગહૉસ હરમાન (જ. 24 જાન્યુઆરી 1850, બર્ગેન; અ. 26 ફેબ્રુઆરી 1909, હેલે) : વિખ્યાત જર્મન મનોવૈજ્ઞાનિક. સ્મરણ અને વિસ્મરણ અંગે પ્રથમ પ્રાયોગિક અભ્યાસ માટે મનોવિજ્ઞાનના ઇતિહાસમાં વિશિષ્ટ સ્થાન મેળવનારા હરમાન ઍબિંગહૉસે જર્મનીની હેલે અને બર્લિન યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યો હતો. 1873માં હાર્ટમેનના અચેતન મનના તત્ત્વજ્ઞાન ઉપર શોધનિબંધ તૈયાર કરીને પીએચ.ડી.ની ઉપાધિ…

વધુ વાંચો >

ઑલપોર્ટ, એફ. એચ.

ઑલપોર્ટ, એફ. એચ. (જ. 22 ઑગસ્ટ 1890, મિલવૉકી, વિસ્કોન્સીન, યુ. એસ.; અ. 15 ઑક્ટોબર 1979, કેલિફોર્નિયા, યુ. એસ.) : સામાજિક મનોવિજ્ઞાનની શાખાના સંસ્થાપક. આખું નામ ઑલપોર્ટ ફ્લોઇડ. 1919માં તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી અને ઇન્સ્ટ્રક્ટર તરીકે 1922 સુધી ત્યાં જ રહ્યા. ત્યારબાદ તે યુનિવર્સિટી ઑવ્ નૉર્થ કેરોલિનામાં સહપ્રાધ્યાપક…

વધુ વાંચો >

કૉફકા કુર્ત

કૉફકા, કુર્ત (જ. 18 માર્ચ 1886, બર્લિન; અ. 22 નવેમ્બર 1941, નૉર્ધમ્પટન) : મનોવિજ્ઞાનમાં સમષ્ટિવાદી (ગેસ્ટાલ્ટ) સંપ્રદાયના સ્થાપકોમાંના એક. 1892-1903 સુધી ત્યાંની શાળામાં અભ્યાસ કર્યો. એડિનબરોમાં સમકાલીન કાન્ટ અને નિત્શેને કારણે તે તત્વજ્ઞાન અને વિજ્ઞાન પ્રત્યે આકર્ષિત થયા. કૌટુંબિક વ્યવસાય વકીલાતનો હોવા છતાં મનોવિજ્ઞાનક્ષેત્રે કારકિર્દી આરંભી. તેમણે મનોવૈજ્ઞાનિક સ્ટમ્ફના માર્ગદર્શન…

વધુ વાંચો >

પ્રચાર

પ્રચાર : સમગ્ર સમાજ કે તેના કોઈ વિભાગ પર માનસિક તેમજ બૌદ્ધિક નિયંત્રણ પ્રસ્થાપિત કરવા માટેનું સાધન. તેના દ્વારા પ્રતીકોના હેતુપૂર્વક સુવ્યવસ્થિત ઉપયોગ વડે લોકોનાં મનોવલણો, વિચારો અને મૂલ્યોનું નિયંત્રણ કરીને નિર્ધારિત લક્ષ્ય(target)ને પૂર્વનિશ્ચિત દિશામાં વાળવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તેની વિશેષતા એ છે કે તેનાથી અસર પામતી વ્યક્તિ કે…

વધુ વાંચો >

પ્રબલન (stimulation)

પ્રબલન (stimulation) : અભિસંધાન (conditioning) દ્વારા પ્રાપ્ત થતા શિક્ષણનો એક ઘટક. અભિસંધાનની બે રીતો હોય છે : પ્રશિષ્ટ અને કારક. એ બેમાં પ્રબલનનો અર્થ સહેજ જુદો જુદો થાય છે. પ્રશિષ્ટ અભિસંધાનમાં પ્રબલન એટલે અભિસંધિત ઉદ્દીપક (દા.ત., ઘંટડી) અને અનભિસંધિત ઉદ્દીપક(દા.ત., ખોરાક)ને જોડમાં રજૂ કરવાની ક્રિયા, જેને લીધે અભિસંધિત પ્રતિક્રિયા (દા.ત.,…

વધુ વાંચો >

લ્યુઇન કર્ટ

લ્યુઇન કર્ટ (જ. 1890, જર્મની; અ. 1947, અમેરિકા) : ક્ષેત્રસિદ્ધાંતના સ્થાપક અને સમદૃષ્ટિવાદી મનોવૈજ્ઞાનિક. મનોવિજ્ઞાન ક્ષેત્રે તેમણે જે સંશોધનકાર્ય કર્યું તે કારણે તેઓ એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. મૅક્સ વર્ધીમર, કુર્ટ કોફકા અને કોહલરની વિચારધારા પ્રમાણે લ્યુઇને પણ જે વિચારધારા રજૂ કરી તે સમદૃષ્ટિવાદની વિચારધારા સાથે સુસંગત હતી. કેટલાક મનોવૈજ્ઞાનિકો…

વધુ વાંચો >

વર્ધીમર મૅક્સ

વર્ધીમર મૅક્સ (જ. 15 એપ્રિલ 1880, પ્રાગ ચેકોસ્લોવૅકિયા; અ. 1943, ન્યૂયૉર્ક, યુ.એસ.) : સમદૃષ્ટિવાદના મુખ્ય પ્રવર્તક. મનોવિજ્ઞાનના ઇતિહાસમાં વર્ધીમર મૅક્સનું નામ જાણીતું છે. રચનાવાદ, કાર્યવાદ તેમજ સાહચર્યવાદમાંથી કોઈ પણ સંપ્રદાયે પ્રત્યક્ષ જ્ઞાન સંબંધી વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ રાખીને અભ્યાસ કર્યો ન હતો; પણ સમદૃષ્ટિવાદી મનોવિજ્ઞાને (Gestalt psychology) સૌપ્રથમ પ્રત્યક્ષ જ્ઞાનનો ઊંડાણથી અભ્યાસ…

વધુ વાંચો >

વિલિયમ, જેમ્સ (William James)

વિલિયમ, જેમ્સ (William James) (જ. 11 જાન્યુઆરી 1842; અ. 26 ઑગસ્ટ 1910, ન્યૂહેમ્પશાયર) : અમેરિકામાં આધુનિક મનોવિજ્ઞાનનો પાયો નાખનાર વિદ્વાન મનોવિજ્ઞાની. તેઓ નવીન મનોવિજ્ઞાનના પથદર્શક હતા. પ્રખ્યાત અમેરિકન નવલકથાકાર હેન્રી જેમ્સ તેમના ભાઈ હતા. એમની બહેન એલિસ પણ અમેરિકન સાહિત્યક્ષેત્રે જાણીતાં હતાં. ન્યૂયૉર્ક શહેરમાં વિલિયમ જેમ્સનું કુટુંબ રહેતું હતું. તે…

વધુ વાંચો >

વુન્ટ, વિલ્હેમ

વુન્ટ, વિલ્હેમ (જ. 16 ઑગસ્ટ 1832, નેકારૉવ, બડીન, જર્મની; અ. 31 ઑગસ્ટ 1920) : જર્મન મનોવિજ્ઞાની તથા શરીરવિજ્ઞાની. મનોવિજ્ઞાનને આધુનિક વ્યવસ્થિત અને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ વુન્ટને ફાળે જાય છે. વિલ્હેમ વુન્ટનું પ્રારંભિક શિક્ષણ પાદરીની દેખરેખ હેઠળ થયું હતું. બાલ્યાવસ્થામાં તેમનાં નાનાં ભાઈબહેનોનાં મૃત્યુ થતાં કુટુંબજીવનમાં એકલા જ હોવાથી એકાકી…

વધુ વાંચો >