શંભુપ્રસાદ દેસાઈ

ખવાસ, મેરુ

ખવાસ, મેરુ (જ. અ. 1800) : રજવાડી વહીવટનું દંતકથારૂપ પાત્ર. હળવદના ઝાલા કુળની કુંવરી દીપાબાઈનાં લગ્ન જામ લાખાજી સાથે થયાં ત્યારે તેની સાથે 1743 આસપાસ જામનગર આવેલો ખવાસ. તેની બુદ્ધિ, કાર્યકુશળતા તથા વ્યક્તિત્વથી તે જામસાહેબનો કૃપાપાત્ર થયો. તેનું બળ વધતું ગયું. જામ લાખાજી ગુજરી જતાં જામ જસાજી ગાદીએ બેઠા. મા…

વધુ વાંચો >

ગઝનવી આક્રમણો

ગઝનવી આક્રમણો : ગઝનીના સુલતાન મહમૂદે ભારત પર કરેલાં આક્રમણો. ભારતને ઇસ્લામ(મુસ્લિમો)નો પ્રથમ સંપર્ક 712માં મોહમ્મદ બિન કાસિમે કરેલા સિંધવિજયથી થયો. ત્યાર બાદ આશરે 500 વર્ષ પછી (1206) મુસ્લિમ સત્તાની ભારતમાં સ્થાપના થઈ. તે દરમિયાન ભારત પર મુસ્લિમોનાં આક્રમણો થતાં રહ્યાં, જેમાં ગઝનવી આક્રમણોની સૌથી મહત્વની અસર થઈ. અફઘાનિસ્તાનના ગઝની…

વધુ વાંચો >

ગિરનાર

ગિરનાર : ગુજરાતનો એક ઊંચામાં ઊંચો અને પવિત્ર ગણાતો પર્વત. ભૌગોલિક સ્થાન : 21° 31´ ઉ. અ. અને 70° 30´ પૂ. રે.. તે જૂનાગઢની પૂર્વમાં 3.62 કિમી. દૂર આવેલો છે. ગિરનાર વાસ્તવિક રીતે ગિરિમાળાનો એક સમૂહ છે, જેમાં અનેક ડુંગર-ડુંગરીઓ છે. તેમાં અંબાજી, ગોરખ, ઓઘડ, દત્તાત્રેય તથા કાલિકા એ પાંચ…

વધુ વાંચો >

ચૂડાસમા વંશ

ચૂડાસમા વંશ : ઈ. સ. 875 લગભગ સિંધના સમા વંશનો ચંદ્રચૂડ સોરઠ વંથળી આવી તેના મામાની ગાદીએ બેઠો. તેના વંશજો ચૂડાસમા થયા. તેના પુત્ર મૂળરાજે રાજ્યનો વિસ્તાર વધાર્યો, તેનો પુત્ર વિશ્વવરાહ હતો. તેના પરાક્રમી પુત્ર રાહઘર કે ઘારીઓ જેને જૈન લેખો ગ્રહરિપુ કહે છે તેણે સૌરાષ્ટ્રનો ઘણો ભાગ જીતી લીધો.…

વધુ વાંચો >

જૂનાગઢ

જૂનાગઢ : ગુજરાતમાં ક્ષેત્રફળની ર્દષ્ટિએ સાતમો ક્રમ ધરાવતો અને એશિયામાં સિંહોની વસ્તી ધરાવતો ગુજરાતનો એકમાત્ર જિલ્લો. 20° 44’ અને 21° 4’ ઉ.અ. તથા 69° 40’ અને 71° 05’ પૂ.રે. વચ્ચે આવેલો છે. વિસ્તાર : 8846 ચોકિમી. તેની પૂર્વ બાજુએ અમરેલી જિલ્લો, ઉત્તરે રાજકોટ અને વાયવ્યમાં પોરબંદર જિલ્લો અને પશ્ચિમે તથા…

વધુ વાંચો >

ઝાલાઓ

ઝાલાઓ : ઉત્તર સૌરાષ્ટ્રમાં શાસન અને વસવાટ કરતા ક્ષત્રિયો. સૈન્ધવો જેમ સિંધમાંથી આવી સૌરાષ્ટ્રમાં સ્થિર થયા તે પ્રમાણે ઝાલા પણ સિંધના નગરપારકર પ્રદેશમાંથી આવ્યા હોવાનું કહેવાય છે. આ રાજવંશ મૂળ મકવાણા(સિંધ)નો (મકવાણા) વંશ હતો અને સિંધના નગરપારકર નજીક કેરંતી નગરનો શાસક હતો. પાછળથી આ વંશના રાજવીઓ ઝાલા વંશના કહેવાયા. કેરંતી…

વધુ વાંચો >

દીવાન, અમરજી કુંવરજી નાણાવટી

દીવાન, અમરજી કુંવરજી નાણાવટી (જ. 1744, માંગરોળ; અ. 6 માર્ચ 1784, જૂનાગઢ) : જૂના જૂનાગઢ રાજ્યના બાહોશ દીવાન. તેમનો જન્મ નાગર જ્ઞાતિમાં થયો હતો. તેમના પિતા તથા પૂર્વજો મુત્સદ્દીઓ હતા. માત્ર 18 વર્ષની વયે અમરજી જૂનાગઢ આવ્યા અને નવાબ મહોબતખાન પાસે નોકરી માગી. નવાબને આરબ સૈનિકોએ નજરકેદ કરેલા. તેમણે કહ્યું…

વધુ વાંચો >

દીવાન, રણછોડજી અમરજી નાણાવટી

દીવાન, રણછોડજી અમરજી નાણાવટી (જ. 2 ઑક્ટોબર 1768, જૂનાગઢ; અ. 12 ફેબ્રુઆરી, 1841) : જૂના દેશી રાજ્ય જૂનાગઢના દીવાન. દીવાન રણછોડજીનો જન્મ યુદ્ધવીર દીવાન અમરજી જ્યારે તેમની કારકિર્દીની પરાકાષ્ઠાએ હતા ત્યારે થયો હતો. તેમનાથી પાંચ વર્ષ મોટા ભાઈ રઘુનાથજી તથા પાંચ વર્ષ નાના ભાઈ દલપતરામ હતા. પ્રતાપી પિતાની છત્રછાયામાં તેમણે…

વધુ વાંચો >