શંકરલાલ વ્યાસ

દવે, રવીન્દ્રભાઈ હરગોવિંદદાસ

દવે, રવીન્દ્રભાઈ હરગોવિંદદાસ (જ. 6 જાન્યુઆરી 1929, વીરમગામ) : વિશ્વમાન્ય શિક્ષણવિદ અને શિક્ષણજગતના ઘણા ઉચ્ચ હોદ્દાઓ ભોગવી ચૂકેલા સન્નિષ્ઠ કેળવણીકાર. વતન ગામ પીંપળ, જિ. પાટણ. માતા મંગળાબહેન, પિતા હરગોવિંદદાસ. 1954માં વિમળાબહેન સાથે લગ્ન થયાં. પ્રાથમિક માધ્યમિક, સ્નાતક (બી.એસસી. ઑનર્સ) તથા એમ. એડ. સુધીનું શિક્ષણ અમદાવાદમાં લીધું. પ્રોફેસર બૅન્જામિન બ્લૂમની રાહબરી…

વધુ વાંચો >

પટેલ, કરશનભાઈ ખોડીદાસ

પટેલ, કરશનભાઈ ખોડીદાસ (જ. 7 જાન્યુઆરી 1944, રૂપપુર, જિ. પાટણ) : માર્કેટિંગના ક્ષેત્રે અસાધારણ સૂઝ ધરાવનાર, કાબેલ વહીવટદાર તેમજ સાહસિક ઉદ્યોગપતિ. ખેડૂત પરિવારમાં જન્મ. માતા જેઠીબહેન. શાન્તાબહેન સાથે લગ્ન, 1956માં. પ્રાથમિક શિક્ષણ વતનમાં, માધ્યમિક શિક્ષણ ચાણસ્મામાં અને સાયન્સ ગ્રૅજ્યુએશન (બી. એસસી.) સેન્ટ ઝેવિયર્સ કૉલેજ અમદાવાદમાં કર્યું. ગુજરાત સરકારના જિયૉલૉજી અને…

વધુ વાંચો >

પટેલ, નરસિંહભાઈ કલ્યાણદાસ

પટેલ, નરસિંહભાઈ કલ્યાણદાસ (જ. 5 માર્ચ 1926, રણુંજ, જિ. પાટણ; અ. 21 માર્ચ 2010, અમદાવાદ) : તાંત્રિક શિક્ષણની ઉચ્ચ ડિગ્રીઓ ધરાવતા ભારતમાં પ્લાસ્ટિકયુગનો આરંભ કરનાર પ્રખર પુરુષાર્થવાદી, યુવા ટૅક્નોક્રૅટના સાચા સાહસિક રાહબર. માતા મેનાંબહેન. 1944માં રાઈબહેન સાથે લગ્ન થયું. પ્રાથમિક શિક્ષણ વતનમાં. માધ્યમિક સર્વવિદ્યાલય કડીમાં મૅટ્રિકની પરીક્ષા પ્રથમ નંબરે પાસ.…

વધુ વાંચો >

બ્રહ્મભટ્ટ, નટવરલાલ મોતીલાલ

બ્રહ્મભટ્ટ, નટવરલાલ મોતીલાલ (જ. 26 નવેમ્બર 1927) : અર્થશાસ્ત્ર તેમજ કાયદાના નિષ્ણાત; ઉદ્યોગસંચાલક અને સંસ્કારસેવક. વતન જંઘરાળ, તા. જિ. પાટણ. માતા મણિબહેન ધાર્મિક વિદુષી મહિલા. પિતા મોતીલાલ. ઇન્દુબહેન સાથે 1947માં લગ્ન થયું. પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ પાટણ હાઈસ્કૂલમાંથી. મૅટ્રિકની પરીક્ષા મુંબઈ યુનિવર્સિટીમાંથી ત્રીજા નંબરે અને ગુજરાતમાંથી પ્રથમ નંબરે પાસ કરી. અભ્યાસ…

વધુ વાંચો >

વ્યાસ, કિશોરભાઈ દયાશંકર

વ્યાસ, કિશોરભાઈ દયાશંકર (જ. 13 નવેમ્બર 1942, સાવરકુંડલા, જિ. અમરેલી; અ. 16 જૂન 1999, ડૂસલડૉફ, જર્મની) : ભારતના ઉદ્યોગક્ષેત્રના એક અગ્રણી. માતા મોંઘીબહેન, પિતા દયાશંકર વ્યાસ. 1972માં હર્ષદાબહેન સાથે લગ્ન થયાં. ધોરણ નવ સુધીનો અભ્યાસ ખડસલી લોકશાળામાં કર્યો. ધોરણ દસ-અગિયાર સાવરકુંડલા હાઈસ્કૂલમાં ભણ્યા. બેચલર્સ ડિગ્રી ઇન મિકેનિકલ ઍૅન્ડ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર.…

વધુ વાંચો >