વૈદ્ય ભાલચંદ્ર હાથી

વછનાગ

વછનાગ : દ્વિદળી વર્ગમાં આવેલા રેનન્કયુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Aconitum ferox Wall. exser (સં. વત્સનાભ, હિં. બચનાગ, સિગિયાવિષ, બં. કાટબિષ, મ. બચનાગ, ગુ. વછનાગ, ક. મલ. વત્સનાભી, ત. વશનાબી, તે. અતિવસનાભી) છે. તે કાશ્મીર, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, ગડવાઈ, દાર્જીલિંગ અને નેપાળમાં 3,600 મી.ની ઊંચાઈ સુધી વન્ય બહુવર્ષાયુ…

વધુ વાંચો >

વજ

વજ : એકદળી વર્ગમાં આવેલા એરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Acorus calamus Linn. (સં. વચા, ઉગ્રગંધા; મ. વેખંડ, હિં. બં. વચ, ગુ. વજ, ઘોડાવજ, ક. બાજેગિડ, નારૂબેરૂ; ત. વશુંબુ, મલ. વાયંપુ, અં. કૅલેમસ, સ્વીટ રૂટ, સ્વીટ ફ્લૅગ) છે. તે અર્ધ-જલજ (semi-aquatic) બહુવર્ષાયુ, સુગંધીદાર શાકીય વનસ્પતિ છે અને વિસર્પી…

વધુ વાંચો >

વડ

વડ : દ્વિદળી વર્ગમાં આવેલા મોરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ficus benghalensis Linn. (સં. બં. વટ, ગુ. મ. વડ, હિં. બડ, ક. આદલ ગોલીમારા, તે. મર્રિચેટ્ટુ, ત. અલામારમ્, મલ. પેરાલ, ફા. દરખતરેશા, વડવાઈરેશા, એબર્ગદ, અં. બનિયન ટ્રી) છે. તે એક અત્યંત વિશાળ 30 મી. જેટલું ઊંચું વૃક્ષ છે…

વધુ વાંચો >

વરધારો (સમુદ્રશોક)

વરધારો (સમુદ્રશોક) : દ્વિદળી વર્ગમાં આવેલા કૉન્વોલ્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Argyreia nervosa (Burm. f.) Bojer syn. A. speciosa Sweet (સં. સમુદ્રપાલક, સમુદ્રશોષ, વૃદ્ધદારુ; બં. બિચતરક; ગુ. વરધારો, સમુદ્રશોક; હિં. બિધારા, સમુન્દર-કા-પાત; ક. તે. ચંદ્રપાડા; અં. એલિફંટ ક્રીપર, વૂલી મૉર્નિંગ ગ્લોરી) છે. તે ભારતમાં 300 મી.ની ઊંચાઈ સુધી…

વધુ વાંચો >

વરિયાળી

વરિયાળી દ્વિદળી વર્ગમાં આવેલા એપિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Foericulum vulgare mill. syn. F. capillaceum gilib, F. officinale All. (સં. મિશ્રેયા, મ. બડી શેપ, હિં. બડી શોપ – સોંફ, બં. મૌરી, ગુ. વરિયાળી, ક. દોડુસબ્બસિગે, તે. પેદજીલકુરર, ત. સોહીકીરે, ફા. બાદિયાન, અં. ઇંડિયન સ્વીટ ફેનલ) છે. તે મજબૂત,…

વધુ વાંચો >

વાપુંભા (કુંભી)

વાપુંભા (કુંભી) : દ્વિદળી વર્ગમાં આવેલા લેસિથિડેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Careya arborea Roxb. (સં. કુંભા, કટભી; મ. કિન્હઈ, કિણહી; હિં. કટણી, કરહી; ક. કરીય ક્લિગેં; તે. અરાયા ડુડ્ડીપ્પા, ત. આયમા; મલ. આલમ, પેલુ; અં. કુંબી) છે. તે વિશાળ, પર્ણપાતી, 18 મી.થી 36 મી. ઊંચું વૃક્ષ છે અને…

વધુ વાંચો >

વાયવરણો

વાયવરણો : દ્વિદળી વર્ગમાં આવેલા કૅપ્પેરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Crataeva nurvala Buch Ham. syn. C. religiosa Hook F. & Thoms. (સં., બં. વરુણ; મ. વાયવર્ણા, હાડવર્ણા, વાટવર્ણા; હિં. બરના; ગુ. વાયવરણો, ક. મદવસલે; તે. ઉરૂમટ્ટિ, જાજિચેટ્ટુ; ત. મરલિંગમ્) છે. તે મધ્યમ કદનું 9.0મી.થી 10મી. ઊંચું પર્ણપાતી (deciduous)…

વધુ વાંચો >

વારાહી કંદ

વારાહી કંદ : એકદળી વર્ગમાં આવેલા ડાયોસ્કોરિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Dioscoria bulbifera Linn. syn. D. crispata Roxb; D. pulchella Roxb; D. sativa Thunb; D. versicolor Buch-Ham. (સં. વારાહી કંદ; હિ. વારાઈ કંદ; ગુ. વારાહી કંદ, વણાવેલ, ડુક્કરકંદ, કનક; બં. બનાલુ, કુકુરાલુ; મ. મણાકુંદ. કારુકારિન્દા, ગથાલુ; તે. ચેદુપડ્ડુડુમ્પા;…

વધુ વાંચો >

વાવડિંગ

વાવડિંગ : દ્વિદળી વર્ગમાં આવેલા મિર્સિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Embelia ribes (સં., બં. વિડંગ; હિં. વાયવિડંગ; મ. ગુ. વાવડિંગ; ક. વાયુવિલંગ; તે. વાયુવિડંગમુ, અં. બેબ્રેંગ) છે. તે મધ્ય હિમાલયથી શ્રીલંકા સુધીના ભારતના 1,500 મી.ની ઊંચાઈ સુધી પહાડી પ્રદેશોમાં, સિંગાપુર અને મ્યાનમારમાં થાય છે. તે મોટું ક્ષુપ સ્વરૂપ…

વધુ વાંચો >

વાળો (સુગંધી વાળો)

વાળો (સુગંધી વાળો) : એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Vetiveria zizanioides (Linn.) Nash. syn. Andropogon muricatus Retz. A. squarrosus Hook f. (સં. વાલક, ઉશિર; હિં. રવસ, વાલા, ખસ; અં. ખસખસ ગ્રાસ) છે. તે દક્ષિણ ભારત, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાત, બિહાર, આસામ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બંગાળ, છોટા…

વધુ વાંચો >