વિનોદાબાઈ

ઇગપ્પિ હેગ્ગડેય વિવાહપ્રહસન

ઇગપ્પિ હેગ્ગડેય વિવાહપ્રહસન (1887) : વિખ્યાત કન્નડ નાટ્યકાર વેંકટરમણ શાસ્ત્રી ઉર્ફે વિઘ્નેશ્વર શાસ્ત્રીસૂરિ(1852-1892)રચિત ‘ઇગપ્પિ હેગ્ગડેય વિવાહપ્રહસન’. કન્નડ ભાષાનું તે કજોડાને લગતું પ્રથમ નાટક છે. કન્નડની કાવ્યક બોલીમાં તે લખાયેલું છે. એમાં કન્યાવિક્રય પર લેખકે કટાક્ષ કર્યો છે. વિષય ગંભીર હોવા છતાં કન્યાવિક્રય કરનાર માબાપ પોતે જ પોતાની જાળમાં કેવાં ફસાય…

વધુ વાંચો >

ઇનામદાર વ્યંકટ માધુરાવ

ઇનામદાર વ્યંકટ માધુરાવ (1903, બૅંગાલુરુ) : કન્નડ નવલકથાકાર. બૅંગાલુરુ(બૅંગ્લોર)ના બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. મૈસૂર યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષયમાં એમ.એ.માં પ્રથમ આવ્યા. પછી બૅંગાલુરુમાં અંગ્રેજીના પ્રાધ્યાપક બન્યા. કૉલેજમાં હતા ત્યારથી જ નવલકથાલેખનની શરૂઆત કરેલી. એમની લગભગ 15 નવલકથાઓ પ્રગટ થયેલી છે. તેમાં અત્યંત લોકપ્રિય બનેલી કૃતિઓ ‘શાપ’, ‘કનસિનમને’, ‘ઉર્વશી’ તથા ‘મુરાબુટ્ટે’ છે. નવલકથાઓમાં…

વધુ વાંચો >

કથેયાડલુ હુડુગી

કથેયાડલુ હુડુગી (1982) : કન્નડ ભાષાનો વાર્તાસંગ્રહ. લેખક યશવંત વિઠોબા ચિત્તલ. આ વાર્તાસંગ્રહ માટે એમને 1983માં કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આ વાર્તાઓમાં આત્મકથનાત્મક, પૂર્વદીપ્તિ, ચેતનાપ્રવાહ, ઍબ્સર્ડ, મનોવિશ્લેષણાત્મક એમ વિવિધ શૈલીઓ પ્રયોજી છે. થોડી પ્રથમ પુરુષમાં અને થોડી લેખક દ્વારા કહેવાયેલી છે. પ્રતીકાત્મક વાર્તાઓમાં આધુનિક માણસોના ખોવાયેલા વ્યક્તિત્વનો…

વધુ વાંચો >

કર્ણાટક સંસ્કૃતીય પૂર્વપીઠિકા

કર્ણાટક સંસ્કૃતીય પૂર્વપીઠિકા (1968) : કન્નડ ભાષાનો સંસ્કૃતિવિષયક ચિંતનગ્રંથ. તેના લેખક એસ. બી. જોશીને આ કૃતિ માટે 1970નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. એ પુસ્તક લેખકના જ્ઞાનની વિશાળ સીમા અને વિવિધ ક્ષેત્રોને ઊંડાણથી તાગવાની એમની ર્દષ્ટિનો પરિચય કરાવે છે. એ પ્રાચીન અને વિશિષ્ટ ભારતીય સંસ્કૃતિ અને વિશેષ કરીને…

વધુ વાંચો >

કર્નાડ ગિરીશ રઘુનાથ

કર્નાડ, ગિરીશ રઘુનાથ (જ. 19 મે 1938, માથેરાન, મહારાષ્ટ્ર, અ. 10 જૂન 2019, બેંગાલુરુ, કર્ણાટક) : કન્નડભાષી નાટ્યલેખક તથા ફિલ્મ અભિનેતા અને દિગ્દર્શક. જન્મ મહારાષ્ટ્રમાં પણ ઉછેર કર્ણાટકમાં અને માતૃભાષા પણ કન્નડ. ધારવાડની કર્ણાટક કૉલેજમાંથી 1958માં ગણિત અને આંકડાશાસ્ત્રના વિષય સાથે બી.એ. થયા. રોડ્સ શિષ્યવૃત્તિ મળતાં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ…

વધુ વાંચો >

કારંથ, શિવરામ

કારંથ, શિવરામ (જ. 1902, કોટા, કાનડા જિલ્લો, કર્ણાટક) : કન્નડ લેખક. એમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ એમના ગામમાં જ લીધું અને પછી ધારવાડ કૉલેજમાં ઉચ્ચશિક્ષણ માટે દાખલ થયા. એ વખતે દેશભરમાં ગાંધીજીના અસહકાર આંદોલનથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. એ સમયે એ ઇન્ટરમાં ભણતા હતા. એમણે કૉલેજ છોડી અને અસહકાર આંદોલનમાં…

વધુ વાંચો >

કાવ્યાર્થચિંતન (1982)

કાવ્યાર્થચિંતન (1982) : શિવરુદ્રપ્પારચિત કાવ્યશાસ્ત્ર-વિષયક કન્નડ ગ્રંથ. તેમાં ભારતીય તેમજ પશ્ચિમના દેશોના કાવ્યતત્વ વિશેના સિદ્ધાંતો અને મંતવ્યોનું સૂક્ષ્મતાથી પરીક્ષણ કરેલું છે. પૂર્વ અને પશ્ચિમના કાવ્યવિદોના સિદ્ધાંતોના સામ્યભેદ તેમણે દર્શાવ્યા છે. વળી એ સિદ્ધાંતોનાં મૂળની પણ એમાં તપાસણી કરવામાં આવી છે. એની એક વિશેષતા એ છે કે પોતાના વક્તવ્યના સમર્થનમાં લેખકે…

વધુ વાંચો >

ક્રાંતિકલ્યાણ

ક્રાંતિકલ્યાણ : વિખ્યાત કન્નડ નાટ્યકાર અને નવલકથાકાર બી. પુટ્ટસ્વામૈયા(જ. 1897)ની નવલકથા. આ નવલકથા માટે તેમને 1964નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. પત્રકાર તરીકેની કારકિર્દી શરૂ કરીને રંગમંચ માટેનાં નાટકો રચવાનો તેમણે પ્રારંભ કર્યો. ‘કુરુક્ષેત્ર’ અને ‘દશાવતાર’ તેમનાં ખૂબ પ્રસિદ્ધ નાટકો છે. કન્નડ રંગમંચ પર બે દસકા સુધી તેની…

વધુ વાંચો >