કથેયાડલુ હુડુગી

January, 2006

કથેયાડલુ હુડુગી (1982) : કન્નડ ભાષાનો વાર્તાસંગ્રહ. લેખક યશવંત વિઠોબા ચિત્તલ. આ વાર્તાસંગ્રહ માટે એમને 1983માં કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આ વાર્તાઓમાં આત્મકથનાત્મક, પૂર્વદીપ્તિ, ચેતનાપ્રવાહ, ઍબ્સર્ડ, મનોવિશ્લેષણાત્મક એમ વિવિધ શૈલીઓ પ્રયોજી છે. થોડી પ્રથમ પુરુષમાં અને થોડી લેખક દ્વારા કહેવાયેલી છે. પ્રતીકાત્મક વાર્તાઓમાં આધુનિક માણસોના ખોવાયેલા વ્યક્તિત્વનો વિષય છે. એમણે ફ્રૉઇડના મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત લાગુ પાડીને પૌરાણિક કથાઓને આલેખી છે. એ માટે એમણે અનસૂયા, અહલ્યા, દ્રૌપદી જેવાં પાત્રોની પસંદગી કરી છે. એ પ્રથમ પંક્તિના આધુનિક કન્નડ વાર્તાકાર છે.

વિનોદાબાઈ