વિદ્યુત જોશી

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ : ભારતના બંધારણમાં નિર્દિષ્ટ આદિમ ને પછાત વર્ગો માટે પ્રયોજાયેલી સંજ્ઞા. જનજાતિ અથવા આદિવાસી શબ્દ કોઈ એક પ્રદેશમાં રહેતા અને પોતાની જાતને રાજકીય રીતે સ્વાયત્ત ગણાવતા સુગ્રથિત સામાજિક એકમ માટે વપરાય છે. મોટા ભાગના કિસ્સાઓમાં આદિજાતિને પોતાની સ્વતંત્ર બોલી અને સ્વતંત્ર સંસ્કૃતિનાં લક્ષણો પણ હોય…

વધુ વાંચો >

કિસાન-આંદોલન

કિસાન-આંદોલન : જમીનના પ્રશ્નો અંગે કિસાનો દ્વારા ચાલતી ચળવળ. કિસાનોને સ્પર્શતી સમસ્યાઓમાં જમીન-મહેસૂલનું ભારણ, વસૂલાતની સખતાઈ, જંગલોની જાળવણી, વન્ય પ્રાણીઓનો ત્રાસ, જંગલ અને મહેસૂલ ખાતાના અધિકારીઓની પજવણી તથા શરાફોની શોષણનીતિ વગેરે ગણાવી શકાય. પ્રથમ વિશ્વયુદ્ધ પછી તેના પર્યાય તરીકે કૃષિ-તનાવ (agrarian tension), કિસાન-ચળવળ (peasant uprising), કૃષિ-સંઘર્ષ (agrarian conflict), કિસાન-બળવો (peasant…

વધુ વાંચો >

કોમ્ત ઑગસ્ત

કોમ્ત, ઑગસ્ત (જ. 19 જાન્યુઆરી 1798, મૉંત પેલિયર, દ. ફ્રાન્સ; અ. 5 સપ્ટેમ્બર 1857, પૅરિસ) : સમાજશાસ્ત્રના જન્મદાતા અને તેનો વ્યાપક ફેલાવો કરનાર ફ્રાન્સના પ્રસિદ્ધ વિચારક. આખું નામ કોન્ત ઈઝીદોર ઑગસ્ત મારિયા ફ્રાંસિસ ઝેવિયર્સ. ‘સમાજશાસ્ત્ર’ શબ્દ તથા તે વિજ્ઞાનનાં વિષયવસ્તુ અને પદ્ધતિની સર્વપ્રથમ ચર્ચા તેમણે કરી. તેથી તેમને ‘સમાજશાસ્ત્રના પિતા’…

વધુ વાંચો >

પરંપરા

પરંપરા : કોઈ એક જૂથ કે સમુદાયના સભ્યોનાં એવાં સમાન વિચારો, વ્યવહારો, આદતો, પ્રથાઓ તથા સંસ્થાઓ જે મૌખિક સ્વરૂપે એક પેઢીથી બીજી પેઢીમાં ઊતરે છે; એટલું જ નહિ, અનેક પેઢીઓ સુધી પોતાના મૂળ સ્વરૂપે સચવાઈ રહે છે. આવી પરંપરા જે તે જૂથ, સમુદાય કે પ્રજાની ઓળખ બને છે અને પ્રજા…

વધુ વાંચો >

પશ્ચિમીકરણ

પશ્ચિમીકરણ : ભારતીય સમાજમાં થઈ રહેલા પરિવર્તનની સમજૂતી આપવા માટેનો એક મહત્વનો ખ્યાલ. દોઢસો વર્ષથી વધારે સમયગાળાના અંગ્રેજ શાસનકાળને પરિણામે ભારતીય સમાજ અને સંસ્કૃતિનાં વિવિધ પાસાં પર તેની પ્રબળ અસર થઈ. શિક્ષણ, વહીવટ, અર્થકારણ, યંત્રવિજ્ઞાન, સંસ્થાઓ, વિચારસરણી તથા મૂલ્યોના ક્ષેત્રે પશ્ચિમના સમાજના પ્રભાવથી જે જે પરિવર્તનો આવ્યાં તેને ભારતીય સમાજનું…

વધુ વાંચો >

સદવિચાર પરિવાર

સદવિચાર પરિવાર : સમાજસેવાની વિવિધ પ્રવૃત્તિઓ કરતું એક બિનસરકારી સંગઠન. ગુજરાત તેની સ્વૈચ્છિક સેવાસંસ્થાઓ થકી ઊજળું છે. જીવદયાના પ્રભાવી મૂલ્યવાળી સમાજરચનામાં કેટલાક ‘વૈષ્ણવજનો’એ આ મૂલ્યને ઉજાગર કરવાનું મિશન સ્વીકાર્યું અને પોતપોતાની રીતે પ્રવૃત્તિઓ શરૂ કરી. શરૂમાં વ્યક્તિગત રીતે થતું કામ વિસ્તરતું ગયું તેમ તેમ સંસ્થાકીય સ્વરૂપ બંધાતું ગયું. વૈષ્ણવજનના વિચારદેહ…

વધુ વાંચો >