વાતાવરણશાસ્ત્ર

અણુશક્તિ અને વિનાશકતા

 અણુશક્તિ અને વિનાશકતા :  જુઓ ન્યૂક્લિયર શિયાળો

વધુ વાંચો >

અવરોહી પવનો

અવરોહી પવનો (katabatic winds) : પર્વતોના ઢોળાવની દિશામાં અને ખીણોમાં ફૂંકાતા સ્થાનીય ઠંડા પવનો. દક્ષિણ ધ્રુવ પ્રદેશ અને ગ્રીનલૅન્ડ જેવા બરફ-આચ્છાદિત ઉચ્ચ પ્રદેશમાંથી પણ આવા ઠંડા પવનો બહારની બાજુ (outward) ફૂંકાય છે. સામાન્ય રીતે રાત્રિના સમયે જમીનની સપાટી વિકિરણથી ઠંડી પડતાં હવાના નીચેના સ્તરો ઠંડા પડે છે અને તેમની ઘનતા…

વધુ વાંચો >

અશ્વ અક્ષાંશ

અશ્વ અક્ષાંશ (horse latitude) : ઉ. અને દ. ગોળાર્ધમાં સમશીતોષ્ણ કટિબંધમાં 30° થી 35° ઉ. અને દક્ષિણ અક્ષાંશ વચ્ચેના પટાઓનું ક્ષેત્ર. તે પશ્ચિમી પવનો અને વ્યાપારી પવનો વચ્ચે આવેલું છે. સૂર્યની સાથે આ પટાઓ ઉત્તરદક્ષિણ થોડા સરકે છે. વિષુવવૃત્ત તથા ધ્રુવવૃત્તમાં ગરમ થયેલી હવા અહીં ઊતરે છે. બંને  ગોળાર્ધમાં આવેલાં…

વધુ વાંચો >

આબોહવા

આબોહવા (Climate) આબોહવા એટલે કોઈ પણ સ્થાન કે પ્રદેશ ઉપરની લાંબા સમય દરમિયાનની હવામાનની સરેરાશ લાક્ષણિક પરિસ્થિતિ. પૃથ્વી ઉપરનાં કોઈ બે સ્થાનની આબોહવા સર્વ રીતે સમાન હોતી નથી. વાતાવરણમાં તથા વાતાવરણ અને પૃથ્વીની સપાટી વચ્ચે થતા ઊર્જા અને દ્રવ્યના વિનિમયથી હવામાન તથા આબોહવાનાં વિશિષ્ટ સ્વરૂપોનું સર્જન થાય છે. કુદરતી પર્યાવરણના…

વધુ વાંચો >

આરેસિબો રેડિયો ઑબ્ઝર્વેટરી

આરેસિબો રેડિયો ઑબ્ઝર્વેટરી : ચિલીમાં પૉર્ટોરિકોના આરેસિબો નગરથી આશરે 16 કિમી. દક્ષિણે આવેલી, વિશ્વનો મોટો ટેલિસ્કોપ ધરાવનાર રેડિયો ઑબ્ઝર્વેટરી (વેધશાળા). કૉર્નેલ યુનિવર્સિટીના પ્રોફેસર વિલિયમ ઈ. ગૉર્ડને 1958માં વિચારેલી મૂળ યોજના અનુસાર આ વેધશાળા 1963માં ચાલુ કરવામાં આવી હતી. તેનું મુખ્ય ઉપકરણ 305 મીટર પહોળાઈનો સ્થિર (immobile) રેડિયો ટેલિસ્કોપ છે. તે…

વધુ વાંચો >

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટ્રૉપિકલ મીટિયરૉલૉજી

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટ્રૉપિકલ મીટિયરૉલૉજી (IITM) : 1 એપ્રિલ, 1971ના રોજ પુણે નજીક પાશાનમાં સ્થાપવામાં આવેલી કેવળ હવામાનશાસ્ત્રના સંશોધનકાર્ય માટેની સ્વાયત્ત સંસ્થા. તે મૂળ ઇન્ડિયન મીટિયરૉલૉજિકલ ડિપાર્ટમેન્ટની એક પાંખ તરીકે 1962માં ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટ્રૉપિકલ મીટિયરૉલૉજીના નામથી ‘રામદુર્ગ હાઉસ’માં શરૂ કરવામાં આવેલી. આ નિર્ણય ભારતના આર્થિક વિકાસને અનુરૂપ હતો. ડૉ. પી. આર.…

વધુ વાંચો >

ઇન્ડિયન મીટિયરોલૉજી ડિપાર્ટમેન્ટ

ઇન્ડિયન મીટિયરોલૉજી ડિપાર્ટમેન્ટ (IMD) : ભારતની હવામાનશાસ્ત્ર અંગેની 1875માં સ્થાપવામાં આવેલી સંસ્થા. તે વિશ્વની આ ક્ષેત્રની જૂની સંસ્થાઓમાંની એક ગણાય છે. શરૂઆતમાં હવામાન અંગેનું કાર્ય કરતી વેધશાળાઓને પોતાના આધિપત્ય નીચે લઈને તેમના કાર્યનું આ સંસ્થાએ કેન્દ્રીકરણ કર્યું હતું. હવામાન, ભૂકંપશાસ્ત્ર તથા વાતાવરણશાસ્ત્ર સાથે સંલગ્ન વિષયો અંગેની બધી બાબતોમાં તે પ્રમુખ…

વધુ વાંચો >

એક્ઝોસ્ફિયર

એક્ઝોસ્ફિયર (exosphere) : આયનમંડળના  F2 સ્તરની ઉપર અને પૃથ્વીની સપાટીથી આશરે 600થી 1,000 કિમી. ઊંચાઈ વચ્ચે સમાન તાપમાને તટસ્થ વાયુઓ ધરાવતો આવરણનો વિસ્તાર. તેમાં હવાનું ઘનત્વ એટલું બધું ઘટી જાય છે કે તેના વાયુકણોનો સરેરાશ મુક્ત-પથ (mean-free-path), તે વિસ્તારની સ્કેલઊંચાઈ H = 100 કિમી. જેટલો થઈ જાય છે. સ્તરની સ્કેલઊંચાઈ…

વધુ વાંચો >

ઓડમ, યુજેન પી.

ઓડમ, યુજેન પી. (જ. 17 સપ્ટેમ્બર 1913, લેક સીનાપી એન. એચ. અમેરિકા) : પર્યાવરણક્ષેત્રે ક્રાંતિકારી વિચારધારાના પ્રવર્તક અમેરિકન વિજ્ઞાની. તેમણે પર્યાવરણના સંશોધનની પ્રયોગશાળા સ્થાપીને તે વિષયમાં આમૂલ પરિવર્તન કરી બતાવ્યું. સેવેન્નાહ રીવર ઈકૉલોજી પ્રયોગશાળામાં પાસેના જ ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટની વાતાવરણ પર કેવી વિપરીત અસર થાય છે તે દર્શાવીને અણુવિજ્ઞાનીઓને ખતરનાક…

વધુ વાંચો >

કૃત્રિમ વરસાદ

કૃત્રિમ વરસાદ : માનવસર્જિત હવામાન-રૂપાન્તરણ દ્વારા વાતાવરણીય સંજોગો અનુકૂળ બનાવીને મેળવાતો વરસાદ. કૃત્રિમ વરસાદ-કાર્યક્રમથી મળતું વર્ષાજળ કૃત્રિમ નથી હોતું. વરસાદના સંજોગો અન્યથા વિપરીત હોવા છતાં માનવહસ્તક્ષેપને કારણે વરસાદની પ્રક્રિયાઓ ફળદાયી થતાં જે વરસાદ પડે છે તે કુદરતી જ હોય છે. જેમાં તાપમાન બધે 0o સે. કરતાં વધારે હોય તેવા વાદળને…

વધુ વાંચો >