લક્ષ્મેશ વ. જોશી
અભ્યુપગમતર્ક
અભ્યુપગમતર્ક : પ્રતિવાદીનો મત વાદીને સ્વીકાર્ય ન હોય તોપણ, તે મતને સ્વીકારવા ખાતર સ્વીકારીને પછી, પ્રતિવાદીના મતને ખોટો ઠરાવવા માટે તર્ક રજૂ કરવામાં આવે તે ચર્ચા-પદ્ધતિ. ધારો કે વાદી પર્વતમાં ધૂમ્રને જોઈને ત્યાં અગ્નિ હોવાનું અનુમાન કરે છે, પરંતુ, પ્રતિવાદી એ વાત ન માને અને કહે છે – પર્વતમાં ધૂમ્ર…
વધુ વાંચો >અભ્યુપગમવાદ
અભ્યુપગમવાદ : પ્રતિવાદીનો મત વાદીને ઇષ્ટ ન હોય તોપણ તે મતના બળનું નિરીક્ષણ કરવા માટે, તે મતનો અભ્યુપગમ અર્થાત્ સ્વીકાર કરવામાં આવે અને પછી પોતાના મતને સાચો અને પ્રતિવાદીના મતને ખોટો ઠરાવવા વાદ (નિશ્ર્ચિત પ્રકારની ચર્ચા) કરવામાં આવે તે ચર્ચાપદ્ધતિ. (प्रतिवादिचलनिरीक्षणार्थम् अनिष्टम् स्वीकरणम्). આ અભ્યુપગમવાદ પ્રૌઢિવાદ જેવો છે. પ્રૌઢિવાદ અર્થાત્…
વધુ વાંચો >તર્કદોષ
તર્કદોષ : તર્ક કે વિચારપ્રક્રિયામાં પ્રતીત થતા દોષ. માધવાચાર્ય (ચૌદમી સદી) પોતાના ‘સર્વદર્શનસંગ્રહ’માં મુખ્ય પાંચ તર્કદોષ બતાવે છે : (1) વ્યાઘાત (= વિસંવાદ) દોષ, (૨) આત્માશ્રયદોષ, (3) અન્યોન્યાશ્રયદોષ, (4) ચક્રકાશ્રયદોષ અને (5) અનવસ્થાદોષ. આમાંના દરેક તર્કદોષનું સ્વરૂપ નીચે પ્રમાણે સ્પષ્ટ કરી શકાય : (1) વ્યાઘાત (inconsistency) : જ્યારે કોઈક બોલે…
વધુ વાંચો >તર્કશાસ્ત્ર
તર્કશાસ્ત્ર : માનસિક અભિગમો વડે યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિ કરાવનારું શાસ્ત્ર. કેટલાક ન્યાયદર્શનના 16 પદાર્થોમાં વૈશેષિક દર્શનના 6 પદાર્થોને સમાવે છે તો કેટલાક વૈશેષિકોના 6 પદાર્થોમાં ન્યાયદર્શનના 16 પદાર્થોને સમાવે છે. વ્યાકરણશાસ્ત્રની જેમ તર્કશાસ્ત્ર પણ સર્વશાસ્ત્રોપકારક એટલે જ્ઞાનની બધી જ શાખાઓમાં ખપ લાગનારું છે. સંસારમાંથી કે તેનાં દુ:ખોમાંથી મોક્ષ મેળવવા જગતનાં…
વધુ વાંચો >નવ્યન્યાય
નવ્યન્યાય : ભારતના ન્યાયશાસ્ત્ર એટલે કે તર્કશાસ્ત્રની એક શાખા. ભારતીય તર્કશાસ્ત્રની બે મુખ્ય શાખાઓ છે : (1) પ્રાચીન ન્યાય અને (2) નવ્યન્યાય. પ્રાચીન ન્યાયમાં અક્ષપાદમુનિનો ન્યાયસૂત્રગ્રંથ, તેના ઉપર વાત્સ્યાયનનું ન્યાયભાષ્ય, ભાષ્ય ઉપર ઉદદ્યોતકરનું વાર્ત્તિક, વાર્ત્તિક ઉપર વાચસ્પતિ મિશ્રની તાત્પર્યટીકા, તેના ઉપર ઉદયનની પરિશુદ્ધિ ટીકા વગેરે ગ્રંથોનો તેમજ જયન્ત ભટ્ટની ન્યાયમંજરી…
વધુ વાંચો >નિરૂપ્ય–નિરૂપક ભાવ
નિરૂપ્ય–નિરૂપક ભાવ : નવ્યન્યાયમાં સ્વીકારેલા કેટલાક સંબંધોમાંનો એક સંબંધ. નવ્યન્યાયના સ્વરૂપસંબંધનો આ એક ઉપ-પ્રકાર છે. સ્વરૂપ-સંબંધ એટલે જે સંબંધ, સંબંધી પદાર્થોથી ભિન્ન અસ્તિત્વ ધરાવતો નથી તે. ટેબલ અને પુસ્તકનો સંયોગ થાય ત્યારે, સંયોગ નામના ગુણપદાર્થનું સ્વતંત્ર અસ્તિત્વ ન્યાયમાં સ્વીકારાય છે. તંતુ-પટ એ બંને સંબંધી પદાર્થોથી, સમવાય સંબંધનું, ભિન્ન અસ્તિત્વ માનેલ…
વધુ વાંચો >ભટ્ટ (ભટ્ટાચાર્ય), ગદાધર
ભટ્ટ (ભટ્ટાચાર્ય), ગદાધર (જ. આશરે સત્તરમી સદી, લક્ષ્મીપુરા, જિ. બોગ્રા, પૂર્વ બંગાળ; અ. ? ) : નવ્યન્યાયશાસ્ત્રની બંગાળની નદિયા (= નવદ્વીપ) શાખાના એક મહાન નૈયાયિક. તેમના પિતાનું નામ જીવાચાર્ય. હરિરામ તર્કવાગીશની પાસે તેમણે નવ્યન્યાયનું અધ્યયન કર્યું હતું. ગુરુના અવસાન બાદ તેઓ પાઠશાળાના આચાર્ય બન્યા; પરંતુ વિદ્યાર્થીઓએ તેમને આચાર્ય તરીકે સ્વીકાર્યા…
વધુ વાંચો >ભેદાભેદ(વાદ)
ભેદાભેદ(વાદ) : બ્રહ્મ અને જીવ વચ્ચે દ્વૈત અને અદ્વૈત બંને હોવાનું માનતા નિમ્બાર્કનો વેદાન્તનો મત. વેદાન્ત તત્વજ્ઞાનની પરંપરાના આચાર્યો, બ્રહ્મ અને જીવના સંબંધ વિશે એકમત નથી. કેવલાદ્વૈતવાદી શંકરાચાર્ય(ઈ. સ. 788–820) જીવ અને બ્રહ્મ વચ્ચે સંપૂર્ણ અભેદ માને છે. અવિદ્યાને કારણે જીવ અને બ્રહ્મ વચ્ચે ભેદ ભાસે છે. બીજી બાજુ, દ્વૈતવાદી…
વધુ વાંચો >યામુનાચાર્ય
યામુનાચાર્ય (જ. 918, દક્ષિણ ભારત; અ. 1038) : વૈષ્ણવ ભક્તિસંપ્રદાયના વિદ્વાન લેખક, આચાર્ય. તેમનું બીજું નામ હતું આલ વન્દાર. યમુનાતીરે વાસ કરતા દાદા નાથમુનિની ઇચ્છાથી, પિતા ઈશ્વરમુનિએ તેમનું નામ ‘યામુન’ પાડ્યું હતું. નાથમુનિ પછી, શિષ્ય-પરંપરા પ્રમાણે ક્રમશ: પુણ્ડરીક અને રામ મિશ્ર આચાર્યપદ પર આવ્યા હતા. ઈ. સ. 973માં એ પદ…
વધુ વાંચો >યોગવાસિષ્ઠ
યોગવાસિષ્ઠ : પ્રાચીન ભારતીય અદ્વૈત વેદાન્તના તત્વજ્ઞાનનો મહત્વનો ગ્રંથ. ‘યોગવાસિષ્ઠ’ (નિર્વાણ પ્રકરણ, પૂર્વાર્ધ સર્ગ 13)માં ‘યોગ’ શબ્દના બે અર્થો આપેલા છે : (1) આત્મજ્ઞાનરૂપ યોગ; અને (2) પ્રાણના નિરોધરૂપ યોગ. આ બંને અર્થોવાળા યોગથી યુક્ત વસિષ્ઠે રામને આપેલો બોધ તે ‘યોગવાસિષ્ઠ’ બોધ, અને બોધના પ્રાધાન્યવાળો ગ્રંથ તે યોગવાસિષ્ઠ. વળી, રામચરિતને…
વધુ વાંચો >