રોહિત પ્ર. પંડ્યા

પર્લ હાર્બર આક્રમણ

પર્લ હાર્બર આક્રમણ : હવાઈના ઓહુ ટાપુ ઉપરના પર્લ હાર્બરમાં યુનાઇટેડ સ્ટેટ્સના નૌકામથક ઉપર 7 ડિસેમ્બર, 1941ના રોજ જાપાને એકાએક કરેલો હવાઈ હુમલો. તેના સીધા પરિણામ રૂપે 8 ડિસેમ્બરના રોજ યુનાઇટેડ સ્ટેટ્સે જાપાન સામે યુદ્ધ જાહેર કરીને બીજા વિશ્વયુદ્ધમાં પ્રવેશ કર્યો. છેલ્લા દાયકાથી યુનાઇટેડ સ્ટેટ્સ અને જાપાન વચ્ચેના બગડતા જતા…

વધુ વાંચો >

પવિત્ર રોમન સામ્રાજ્ય

પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…

વધુ વાંચો >

પિટ વિલિયમ

પિટ, વિલિયમ (જ. 28 મે 1759, હેઝ, ઇંગ્લૅન્ડ; અ. 23 જાન્યુઆરી 1806, લંડન) : અઢારમી અને ઓગણીસમી સદીના સંધિકાળના બ્રિટનના પ્રખ્યાત વડાપ્રધાન. ઇતિહાસમાં તેઓ નાના પિટ (Pitt, the Younger) તરીકે જાણીતા છે. તેમના પિતા વિલિયમ પિટ મોટા (the Elder) (અર્લ ઑવ્ ચેધામ) અઢારમી સદીના બ્રિટનના સફળ રાજપુરુષ હતા. તે માતૃપક્ષે…

વધુ વાંચો >

પિટ્સ ઇન્ડિયા ઍક્ટ

પિટ્સ ઇન્ડિયા ઍક્ટ : ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વહીવટ પર અંકુશ મૂકવા માટે ઈ. સ. 1784માં બ્રિટિશ પાર્લમેન્ટે પસાર કરેલો કાયદો. વડાપ્રધાન પિટની સરકારે આ કાયદો પસાર કર્યો હોવાથી તે પિટના કાયદા તરીકે ઓળખાય છે. ઈ. સ. 1757માં પ્લાસીના વિજય પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો હિંદમાં એક રાજકીય સત્તા તરીકે ઉદય…

વધુ વાંચો >

પિલ રૉબર્ટ

પિલ, રૉબર્ટ (જ. 5, ફેબ્રુઆરી 1788, બરી, લકેશાયર; અ. 2 જુલાઈ, વેસ્ટમિન્સ્ટર, મિડલસેક્સ, ઇંગ્લૅન્ડ 1850) : ઓગણીસમી સદીના બ્રિટનના બાહોશ વડાપ્રધાન તથા રૂઢિચુસ્ત પક્ષના સ્થાપક રાજપુરુષ. એક ધનાઢ્ય વેપારી અને ઉમરાવ કુટુમ્બમાં જન્મ. હૅરો અને ઑક્સફર્ડમાં શિક્ષણ લીધું હતું. પિતાની આર્થિક વગને કારણે 1809માં – ઑક્સફર્ડના અને 1817માં ઑક્સફર્ડ યુનિવર્સિટીના…

વધુ વાંચો >

પૂર્વીય પ્રશ્ન

પૂર્વીય પ્રશ્ન : યુરોપના દક્ષિણ-પૂર્વના વિસ્તારોમાં ઓગણીસમી સદી દરમિયાન તુર્કી સત્તા નબળી પડવાને કારણે અને યુરોપીય મહાસત્તાઓ વચ્ચેની સત્તાની સાઠમારીમાંથી ઊભી થયેલી રાજકીય સમસ્યા. મધ્યયુગ દરમિયાન તુર્કી સુલતાનોએ દક્ષિણપૂર્વીય યુરોપના બાલ્કન પ્રદેશ તરીકે ઓળખાતા વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી હતી. ત્યાં વંશીય અને ધાર્મિક વિભિન્નતા ધરાવતી અનેક પ્રજાઓ વસતી હતી. અઢારમી…

વધુ વાંચો >

પૂર્વીય રોમન સામ્રાજ્ય

પૂર્વીય રોમન સામ્રાજ્ય : પ્રાચીન રોમન સામ્રાજ્યનો પૂર્વ વિભાગ. તેનું રોમન સામ્રાજ્યના પતન પછી એક સ્વતંત્ર સામ્રાજ્ય તરીકે પંદરમી સદી સુધી અસ્તિત્વ ટકી રહ્યું. મધ્યયુગમાં તે બાયઝેન્ટાઇન સામ્રાજ્ય તરીકે જાણીતું બન્યું હતું. છઠ્ઠી સદી દરમિયાન તેની સત્તાની પરાકાષ્ઠાએ પશ્ચિમમાં દક્ષિણ સ્પેનથી પૂર્વમાં ઈરાનની સરહદ સુધીના ભૂમધ્યકાંઠા, ઉત્તર આફ્રિકા અને એશિયા…

વધુ વાંચો >

પૅરિસ કરાર (પૅરિસની શાંતિ-સમજૂતી)

પૅરિસ કરાર (પૅરિસની શાંતિ–સમજૂતી) : પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) બાદ વિજેતા દેશોએ પૅરિસમાં કરેલા કરાર. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયા પછી, 1919ના જાન્યુઆરી માસમાં ફ્રાન્સની રાજધાની પૅરિસમાં વિજેતા રાષ્ટ્રો દ્વારા ભરવામાં આવેલા સંમેલને શાંતિ માટે વ્યવસ્થા ઊભી કરી હતી; જેમાં પરાજિત જર્મન જૂથનાં રાષ્ટ્રો તથા વિજેતા રાષ્ટ્રો વચ્ચે કેટલીક શાંતિ-સમજૂતી કરવામાં આવી…

વધુ વાંચો >

પોલિબિયસ

પોલિબિયસ (જ. ઈ. સ. પૂ. 2૦૦, મૅગાલોપોલીસ, ગ્રીસ; અ. ઈ. સ. પૂ. 118) : પ્રાચીન ગ્રીસનો પ્રખ્યાત ઇતિહાસકાર. તેનો સમય ગ્રીસ પરનાં રોમનાં આક્રમણોનો સમય હતો. તેણે રોમ સામે ત્રીજા મેસિડોનિયન યુદ્ધમાં (ઈ. સ. પૂ. 1681-66) ભાગ લીધો હતો. આ યુદ્ધમાં ગ્રીકોનો પરાજય થતાં યુદ્ધકેદી તરીકે તેને રોમ લઈ જવામાં…

વધુ વાંચો >

બહાદુરશાહ સુલતાન

બહાદુરશાહ સુલતાન : ગુજરાતની સ્વતંત્ર સલ્તનતનો છેલ્લો મહત્વનો સુલતાન. (શાસનકાળ 1526–1537). ગુજરાતના સર્વશ્રેષ્ઠ સુલતાન મહમૂદ બેગડાનો પૌત્ર અને સુલતાન મુઝફ્ફરશાહ બીજાની રાજપૂત પત્નીનો પુત્ર. મૂળનામ બહાદુરખાન. રાજકીય ખટપટોથી નારાજ થઈ નાની વયે ગુજરાત છોડી ડુંગરપુર, ચિતોડ, મેવાત તથા દિલ્હીના શાસકોની સેવામાં રહ્યો. પાણીપતના પ્રથમ યુદ્ધ (1526) વખતે ઇબ્રાહીમ લોદી સાથે…

વધુ વાંચો >