રેણુકા શ્રીરામ સોની

ઊડિયા ભાષા અને સાહિત્ય

ઊડિયા ભાષા અને સાહિત્ય ઊડિયા ભારતની પ્રાચીન ભાષાઓમાંની એક છે. ભારતીય આર્યકુળની આ ભાષા માગધી પ્રાકૃત પરથી ઊતરી આવેલી છે. ઓરિસા ઉપરાંત બિહાર, બંગાળ, મધ્યપ્રદેશ અને આંધ્રના કેટલાક વિસ્તારોમાં આ ભાષા અત્યારે આશરે ત્રણ કરોડ જેટલા લોકો બોલે છે. ભરતનું ‘નાટ્યશાસ્ત્ર’ (ઈ. પૂ. બીજી સદી) અને માર્કંડેયનું ‘પ્રાકૃતસર્વસ્વ’ જેવા ભારતના…

વધુ વાંચો >

મહાન્તી, કાન્હુચરણ સૂર્યમણિ

મહાન્તી, કાન્હુચરણ સૂર્યમણિ (જ. 16 ઑગસ્ટ 1906, સોનપુર, જિ. બલાંગીર; અ. 6 એપ્રિલ 1994) : ઊડિયા નવલકથાકાર. પ્રખ્યાત નવલકથાકાર ગોપીનાથ મહાન્તીના તેઓ મોટા ભાઈ થાય. 1923–24ની સાલમાં કટકની પી. એમ. અકાદમીમાં નવમા ધોરણમાં ભણતા હતા, ત્યારે તેમણે સૌથી પહેલી નવલકથા ‘ઉત્સવવ્યસને’ લખી હતી. પણ હસ્તપ્રત ખોવાઈ જતાં તે પ્રકાશિત થઈ…

વધુ વાંચો >

મહાન્તી, સુરેન્દ્ર

મહાન્તી, સુરેન્દ્ર (જ. 1922, પુરષોત્તમપુર, કટક; અ. 21 ડિસેમ્બર 1990) : ઊડિયા વાર્તાકાર અને નવલકથાકાર. તેઓ સમાલોચક, નિબંધકાર અને નાટ્યલેખક પણ હતા. તેમનાં લખાણોની જેમ તેમનું જીવન પણ વિવિધતાભર્યું હતું. ‘ભારત છોડો આંદોલન’માં જોડાવા માટે તેમણે અભ્યાસ પડતો મૂક્યો હતો. તેઓ સ્વાતંત્ર્ય-સેનાની, પત્રકાર અને ભારતની લોકસભાના સભ્ય હતા. વતનનાં નદી,…

વધુ વાંચો >

સબુજ સાહિત્ય

સબુજ સાહિત્ય : વીસમી સદીમાં કટકની રેવેન્સા કૉલેજના તરુણ ધીમાન વિદ્યાર્થી અન્નદાશંકરની નેતાગીરીમાં બીજા ચાર સહપાઠી યુવાન સાહિત્યકારોએ ભેગા મળીને રચેલા સબુજદળ નામના સાહિત્યિક વર્તુળનું સાહિત્ય. સબુજ યુગનો આવિર્ભાવ પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) પછીની ઘટના છે. ઈ. સ. 1921માં સત્યવાદી દળના કવિ કરતાં ઉંમરમાં નાના તરુણ કવિઓ-લેખકોનો અભ્યુદય થયો. આ સાહિત્યિક…

વધુ વાંચો >

સૂર્ય ઓ અંધાર

સૂર્ય ઓ અંધાર : કવિ રાધામોહન ગડનાયકરચિત કાવ્યસંગ્રહ. 1995ની સાલનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત કરનાર આ કાવ્યસંગ્રહમાં કવિએ જુદા જુદા સમયમાં રચેલી ચોવીસ કાવ્ય-રચનાઓ છે. કવિ રાધામોહન ગડનાયકે દેશના સ્વાતંત્ર્યસંગ્રામમાં સક્રિય ભૂમિકા ભજવેલી એટલે જ એમની કવિતામાં દેશપ્રેમ જોવા મળે છે. દેશ સ્વતંત્ર થયા પછી દેશસેવાના નામે જે નાટક…

વધુ વાંચો >