રાવજીભાઈ છોટાભાઈ પટેલ

અળશી (કીટક)

અળશી (કીટક) : ઉચેળા અથવા રોવ બીટલના નામથી ઓળખાતું ઢાલપક્ષ શ્રેણીનું સ્ટેફિલિનિડી કુળનું કીટક. કોહવાયેલ સેન્દ્રિય પદાર્થ, છાણ તથા પ્રાણીજ પદાર્થો તેનો ખોરાક છે. તે પોતાનો ઉદરપ્રદેશ વારંવાર ઉપરની બાજુએ ઊંચો કરે છે. તેની શૃંગિકા લાંબી અને વાળવાળી હોય છે. આ કીટક જમીનની સપાટી કોતરી તેના નાના રજકણોની નીચે ભરાઈ…

વધુ વાંચો >

અળસિયું

અળસિયું : સમુદાય : નૂપુરક Annelida; વર્ગ : અલ્પલોમી (oligochaeta); શ્રેણી : નિયોઑલિગોકીટા (Neooligochaeta); પ્રજાતિ : ફેરેટિમા (Pheretima); જાતિ : પૉસ્થુમા (posthuma). ભારતમાં સામાન્યપણે રહેનારું પ્રાણી. દુનિયામાં અળસિયાની આશરે 1,8૦૦ જાતિઓ અસ્તિત્વ ધરાવે છે, જેમાંની લગભગ 4૦ જેટલી ભારતમાં મળી આવે છે. તે ભેજવાળી, પોચી જમીનમાં મોટી સંખ્યામાં રહે છે.…

વધુ વાંચો >

અંજીર ફૂદું

અંજીર ફૂદું : એક ઉપદ્રવી કીટક. અંજીર ફૂદા(એફિસ્ટિયા કૉટેલા)નો રોમપક્ષશ્રેણીના પાયરેલિડી કુળમાં સમાવેશ કરવામાં આવેલ છે. સંગ્રહેલ ચોખા, ઘઉંનો લોટ તથા બીજાં અનાજ અને સૂકાં ફળમાં આ જીવાતથી નુકસાન થાય છે. અનાજ દળવાની મિલોમાં પણ તેનો ઉપદ્રવ થાય છે. આ કીટક ભૂખરા રંગનો હોય છે. રતાશ પડતી સફેદ ઇયળ પોતાની…

વધુ વાંચો >

આંબાના રોગો

આંબાના રોગો : જીવાત અને ફૂગને લીધે થતા રોગો. ઊધઈ, મધિયો અથવા તુડતુડિયાં અને મેઢ અથવા ધણ ઉપરાંત ફળની માખી, લાલ કીડી, પાનકથીરી, ગોટલાના ચાંચવા વગેરે જીવાત આંબાને નુકસાન કરે છે. ઊધઈ માટે ડી.ડી.ટી., બી.એચ.સી., ક્લોરડેન ઉપયોગી છે. મધિયો (જેસીડ) 3 મિમી. લાંબો તડતડ અવાજ કરતો કીટક છે, જે મૉરનો…

વધુ વાંચો >

ઉંદર

ઉંદર (rat/mouse) : માનવ-વસાહતના સાંનિધ્યમાં અને ખેતરોમાં વસતી રોડેન્શિયા શ્રેણી, muridae કુળના આર્થિક ર્દષ્ટિએ મહત્વનાં સસ્તનો. પ્રજાતિ અને જાતિ : (1) માનવ-વસાહતની આસપાસ અને ખેતરોમાં રહેતો ઉંદર (rat), Rattus rattus અને Rattus norvegicus, (2) ઘરઉંદર (mouse), Mus musculus. સામાન્યપણે માનવીના દુશ્મન તરીકે ઓળખાતો ઉંદર માનવ-વસાહતોમાં, વસાહતોની આસપાસ અથવા ખેતરોમાં રહી…

વધુ વાંચો >

ઊધઈ

ઊધઈ (Termite) : શરીરમાંના પ્રજીવોની મદદથી લાકડું, કાગળ અને સેલ્યુલૉઝયુક્ત પદાર્થોને ખાઈને નુકસાન કરતા કીટકો. સમુદાય સંધિપાદ; વર્ગ : કીટક; શ્રેણી : ભંગુર પક્ષ કે સમપક્ષી (Isoptera); કુળ : ટર્મિટિડી (Termitidae). ગુજરાતમાં સામાન્ય પ્રજાતિઓ અને જાતિઓ : 1. ટ્રાયનર્વિસટર્મિસ બાયફોર્મિસ, 2. યુટર્મિસની જાતિઓ (Eutermis sp.), 3. ટર્મિસ (અથવા સાઇક્લોટર્મિસ ઓબેસર,…

વધુ વાંચો >

એપ્લિલેકના (Eplilechna) ભ્રમર

એપ્લિલેકના (Eplilechna) ભ્રમર : ઢાલપક્ષ (coleptera) શ્રેણીના coccinellidae કુળના કથ્થઈ રંગના અને શરીર પર કાળાં ટપકાં ધરાવતા કીટકો. મોટાભાગના એપ્લિલેકના ભ્રમર માનવજાતિને લાભદાયક ગણવામાં આવે છે, જ્યારે બીજા કેટલાક ભ્રમર નુકસાનકારક છે. અમુક ભ્રમરની ઇયળ અને તેના પુખ્ત અવસ્થાના કીટકો બટાટા, કારેલી, રીંગણી અને ટામેટાંનાં પાનને ખાઈને ચાળણી જેવાં બનાવી…

વધુ વાંચો >