રશ્મિકાન્ત પ. મહેતા

લોકપાલ (ધર્મપુરાણ)

લોકપાલ (ધર્મપુરાણ) : પ્રાચીન ભારતીય પૌરાણિક ખ્યાલ. બ્રહ્માંડના જુદા જુદા વિભાગોનું રક્ષણ કરનારા દેવો. ‘લોકપાલ’ માટે જૉન ડૉવ્સને શબ્દ વાપર્યા છે supporters or guardian deities of world. તેઓ આઠ છે. આ લોકને ટકાવી રાખે છે, સંરક્ષણ કરે છે, પાળે છે. મનુસ્મૃતિ(597)માં એમનાં આ કાર્યની પણ નોંધ લેવામાં આવી છે –…

વધુ વાંચો >

વરુણ

વરુણ : એક વૈદિક દેવતા. સંસ્કૃત કોશકારો ‘વરુણ’થી ચાર વ્યક્તિઓને ઓળખે છે : (1) વરુણ સર્વશ્રેષ્ઠ વૈદિક દેવતા છે. તેમનાં બે સ્વરૂપો છે : બંધક વરુણ – સમગ્ર સૃદૃષ્ટિને તેની નૈસર્ગિક શક્તિઓને આયોજનપૂર્વક નિયમોથી બાંધી રાખે છે. શાસક વરુણ સમગ્ર સૃદૃષ્ટિ પર શાસન કરે છે. તેઓ રાજા છે, સમ્રાટ છે.…

વધુ વાંચો >

વલ

વલ : વેદમાં ઉલ્લેખાયેલ અસુર કે રાક્ષસ. ઋગ્વેદમાં ઇન્દ્ર મુખ્યત્વે યોદ્ધાના રૂપમાં આવે છે. એમના શત્રુઓની સામાન્યત: બે શ્રેણીઓ છે : (1) કોઈક સૂક્ષ્મ તત્વનું પ્રતીક હોય અને ઇન્દ્રશત્રુ તરીકે પ્રતિષ્ઠિત થઈ જાય; જેમ કે વૃત્ર, અહિ વગેરે; (2) પાર્થિવ હોય, વ્યક્તિવાચક હોય, ઇન્દ્રશત્રુ તરીકે પ્રતિષ્ઠિત થઈ જાય જેમકે, શંબર.…

વધુ વાંચો >

શુન:શેપ

શુન:શેપ : વૈદિક સાહિત્યનું પાત્ર. સૂર્યવંશી પ્રસિદ્ધ રાજા હરિશ્ર્ચંદ્રને સંતાન ન હતું. વરુણના વરદાનથી તેને રોહિત નામે પુત્ર થયો. પરંતુ શરત મુજબ હરિશ્ર્ચંદ્રે વરુણને આ પુત્ર બલિદાનમાં આપવાનો હતો. આથી રોહિત વનમાં નાસી ગયો. શરત પૂરી ન થતાં હરિશ્ર્ચંદ્રને જળોદર રોગ થયો. રોહિતને પિતાને રોગમુક્ત કરવાની ઇચ્છા હતી, પરંતુ તેણે…

વધુ વાંચો >

ષડ્ગુરુશિષ્ય

ષડ્ગુરુશિષ્ય : વૈદિક સાહિત્ય વિશેના લેખક. ષડ્ગુરુશિષ્ય પોતાના છ ગુરુઓનાં નામ આ પ્રમાણે ગણાવે છે : (1) વિનાયક, (2) શૂલપાણિ અથવા શૂલાંગ, (3) મુકુન્દ અથવા ગોવિંદ, (4) સૂર્ય, (5) વ્યાસ, (6) શિવયોગી. ષડ્ગુરુશિષ્યે ‘વેદાર્થદીપિકા’ની પુષ્પિકામાં, રચના-સંવત 1234 (ઈ. સ. 1178) આપી છે. આને આધારે પં. બલદેવ ઉપાધ્યાય આમનો સમય ઈ.…

વધુ વાંચો >