રમેશ મં. ત્રિવેદી

ચારુતર વિદ્યામંડળ

ચારુતર વિદ્યામંડળ : ખેડા જિલ્લાના હાર્દ સમા ચરોતર પ્રદેશમાં કરમસદ, બાકરોલ અને આણંદના ત્રિભેટે આવેલી નિર્જન અને ભેંકાર વગડાની ભૂમિ ઉપર વલ્લભવિદ્યાનગર નામના એક વિરલ વિદ્યાધામનો 1946માં ઉદય થયો. ગ્રામસમાજના પુનરુત્થાન તથા સર્વાંગી વિકાસના સ્વપ્નને સાકાર કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી બાહોશ ઇજનેર ભાઈલાલભાઈ દ્યાભાઈ પટેલ (ભાઈકાકા) અને નિષ્ઠાવાન…

વધુ વાંચો >

પણિકર, (ડૉ.) કે. અય્યપ્પા

પણિકર, (ડૉ.) કે. અય્યપ્પા (જ. 12 સપ્ટેમ્બર 1930, કેરળ; અ. 23 ઑગસ્ટ 2006, તિરુવનંતપુરમ્) : કેરળના સમર્થ કવિ. કવિતા માટે 1975માં તેમને કેરળ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ ઉપરાંત કૃષ્ણ મેનન ઍવૉર્ડ પણ મળ્યો હતો. વડાકેલ ઍવૉર્ડ, રાઇટર્સ કોઑપરેટિવ સોસાયટી ઍવૉર્ડ (1978), સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, ભારતીય ભાષા પરિષદ ઍવૉર્ડ (1989), મહાકવિ કુટ્ટનાથ…

વધુ વાંચો >

પણિક્કર, શંકર

પણિક્કર, શંકર (આશરે ચૌદમી સદીનો ઉત્તરાર્ધ અને પંદરમી સદીનો પૂર્વાર્ધ) : તમિળ કવિ. જે કણ્ણશ કૃતિઓ આજે ઉપલબ્ધ છે, તેમાં શંકર પણિક્કરનું કર્તૃત્વ નોંધપાત્ર છે. તેમની જન્મભૂમિ તિરુવલ્લા તાલુકાનો નિરણમ્ નામનો પ્રદેશ હતો. ‘મણિપ્રવાલમ્’ શૈલી તેમણે અપનાવી હતી. કણ્ણશ કૃતિઓમાં તેમની ‘ભારતમાલા’ મહત્ત્વની કૃતિ છે. તે કેવળ અનુવાદ નથી બલકે…

વધુ વાંચો >

પિળ્ળૈ કેનિક્કટ પદ્મનાભ

પિળ્ળૈ, કેનિક્કટ પદ્મનાભ (જ. 1898; અ. 1976) :  મલયાળમ નાટ્યકાર. પિળ્ળૈ કેનિક્કટ કુમાર અને પિળ્ળૈ કેનિક્કટ પદ્મનાભ – એ બે સર્જકબંધુઓ મલયાળમ સાહિત્યમાં પ્રહસનશૈલીથી નાટકને ઉન્નત કક્ષાએ લઈ જવાના પ્રયત્નો કરવા માટે જાણીતા થયા છે. ‘કાલવરિથિલે કલ્પપાદમ્’, ‘વેલુત્તમ્પિ દલવા’, ‘અગ્નિપંજરમ્’, ‘વિધિમંડપમ્’ વગેરે પદ્મનાભ પિળ્ળૈનાં જાણીતાં નાટકો છે. ઈસુની મૃત્યુકથા માટે…

વધુ વાંચો >

પિળ્ળૈ તકષી શિવશંકર

પિળ્ળૈ, તકષી શિવશંકર (જ. 17 એપ્રિલ, 1912, કેરાલા; અ. 10 એપ્રિલ 1999, તકળી) : મલયાળમ ભાષાના અગ્રણી કથાસર્જક. તકળી શિવશંકર પિળ્ળૈની કારકિર્દી વિદ્વાન વિવેચક કેસરી બાલકૃષ્ણ પિળ્ળૈના માર્ગદર્શન હેઠળ શરૂ થઈ હતી. મુખ્યત્વે તેઓ નવલિકાલેખક અને નવલકથાલેખક છે. તેમની આરંભકાળની ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓ મોપાસાં અને એમિલ ઝોલા જેવા યુરોપિયન…

વધુ વાંચો >

પુટ્ટાસ્વામૈયા બી.

પુટ્ટાસ્વામૈયા, બી. (જ. 24 મે 1897; અ. 25 જાન્યુઆરી 1984) : કન્નડ સાહિત્યકાર. નવલકથા ને નાટ્યના લેખક ઉપરાંત પત્રકાર અને અનુવાદક તરીકે પણ તેમણે ખ્યાતિ મેળવેલી. નાનપણમાં પિતાજીના અવસાનને કારણે નવમા ધોરણથી આગળ શિક્ષણ લઈ શક્યા નહોતા. તેઓ આપબળે આગળ વધેલા સર્જક હતા. 1925માં તેઓ ‘ન્યૂ માઇસોર’ સાપ્તાહિકમાં જોડાયા. ‘વોક્કાલિંગારા…

વધુ વાંચો >