રમેશ ઠાકર

ગઝલ

ગઝલ : અરબી ભાષામાં કસીદા કાવ્યસ્વરૂપના અંગ તરીકે પ્રયોજાયેલ અને પછી ફારસી, ઉર્દૂમાં થઈને હિંદી, ગુજરાતી, મરાઠી વગેરે ભારતીય ભાષાઓમાં પ્રચલિત થયેલો કાવ્યપ્રકાર. ગુજરાતમાં ગઝલ પહેલાં ફારસીમાં, પછી ઉર્દૂમાં અને છેવટે વ્રજ અને ગુજરાતીમાં લખાયાનો ઇતિહાસ છે. ‘‘ગઝલ શબ્દ મુગાઝેલત અથવા તગઝ્ઝુલ પરથી આવ્યો છે. મુગાઝેલતનો અર્થ કુમારિકાઓ સાથે પ્રેમગોષ્ઠિ…

વધુ વાંચો >

ગાયકવાડ, શંકરરાવ

ગાયકવાડ, શંકરરાવ (જ. 8 ઑગસ્ટ 1881; અ. 11 માર્ચ 1971, પુણે) : ભારતના વિખ્યાત શરણાઈવાદક. પુણેના વતની. એમણે અક્કલકોટના પ્રસિદ્ધ ગાયક શિવભક્ત બુવા પાસેથી રાગદારી અને ગાયકીનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ શિવભક્ત બુવાએ તેમની પ્રતિભા પારખીને એમને સંગીતના વધુ શિક્ષણ માટે વિખ્યાત સંગીતકાર ભાસ્કર બુવા બખલે પાસે મોકલ્યા અને…

વધુ વાંચો >

ગોસ્વામી, બ્રહ્માનંદ

ગોસ્વામી, બ્રહ્માનંદ (જ. 8 ફેબ્રુઆરી 1907, સિંધ-હૈદરાબાદ) : ભારતના વિખ્યાત સંગીતકાર. સંગીતના સંસ્કાર પિતા સંગીતાચાર્ય મહંત ચૈતન્યદેવજી પાસેથી મળ્યા હતા. કંઠસંગીત, મૃદંગ અને તબલાવાદન ઉપરાંત વિભિન્ન વાદ્યો પર પ્રભુત્વ હતું, પણ સિતાર એમનું પ્રિય વાદ્ય હતું. પોતે સામવેદી પરંપરાના સંગીતજ્ઞ હોવાથી 1925માં બ્રહ્માનંદજીએ શ્રી નાદબ્રહ્મ વિદ્યાલય નામની સંસ્થાની સ્થાપના કરી…

વધુ વાંચો >

ગૌહરજાન

ગૌહરજાન (જ. 1870, આઝમગઢ; અ. 17 જાન્યુઆરી 1930, મૈસૂર) : ભારતનાં વિખ્યાત શાસ્ત્રીય ગાયિકા. મૂળ એ ઉત્તર પ્રદેશના લખનૌના રહેવાસી હતાં. આર્મેનિયન માતા-પિતાનાં સંતાન. તેમણે સંગીતનું શિક્ષણ રામપુરના ઉસ્તાદ નઝીરખાં તથા પ્યારેસાહેબ પાસેથી ગ્રહણ કર્યું હતું. રિયાઝ અને લગનીના બળે ઉત્તરોત્તર સફળતા પ્રાપ્ત થતી ગઈ. તરુણાવસ્થામાં ગૌહરજાન થોડા સમય માટે…

વધુ વાંચો >

છબીકલા (ફોટોગ્રાફી)

છબીકલા (ફોટોગ્રાફી) છબીકલા — કલા તરીકે ગ્રીક શબ્દ ‘photos’ એટલે પ્રકાશ અને ગ્રીક શબ્દ ‘graphos’ એટલે લખાણ. તેથી ફોટોગ્રાફી – Photography એટલે સપાટ ફલક પર પ્રકાશ વડે કરાતું અંકન. તેની કલા તે છબીકલા. 15મી સદીમાં કલાકાર લિયૉનાર્દો દ. વિન્ચીએ પોતાની નોંધપોથીમાં ‘Camera-obscura’ (‘કૅમેરા’ એટલે ઓરડો, ‘ઑબ્સ્કુરા’ એટલે અંધારું)નો ઉલ્લેખ કર્યો…

વધુ વાંચો >

પટેલ, પ્રાણલાલ કરમશીભાઈ

પટેલ, પ્રાણલાલ કરમશીભાઈ (જ. 1 જાન્યુઆરી 1910, કેશિયા, જિ. જામનગર; અ. 18 જાન્યુઆરી 2014, અમદાવાદ) : ગુજરાતના અગ્રણી ફોટોકલાકાર. 1929માં વર્નેક્યુલર ફાઇનલ પાસ કર્યા પછી 1932થી બળવંત ભટ્ટ અને રવિશંકર રાવળ પાસે બૉક્સ-કૅમેરા વડે તાલીમ લેવી શરૂ કરી. 1936માં સુપર આઇકૉન્ટા, 1939માં રોલિફૅક્સ અને નિકોન કૅમેરા વડે તેઓ છબી પાડતા…

વધુ વાંચો >

પોલરૉઇડ લૅન્ડ કૅમેરા

પોલરૉઇડ લૅન્ડ કૅમેરા : તસવીર ઝડપ્યા બાદ એક જ મિનિટમાં સંપૂર્ણ તસવીર તૈયાર કરી આપતો કૅમેરા. 1921ના લાયકા, 1927ના રૉલિફ્લૅક્સ અને 1937ના એક્ઝૅક્ટા જેવા કૅમેરાઓએ શરૂ કરેલી પ્રગતિ-દોડમાં કૂદકે ને ભૂસકે વૃદ્ધિ થતી ચાલી, પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી કૅમેરાએ ખરેખર ધડાકો તો ત્યારે કર્યો કે જ્યારે કોડૅક ઇન્સ્ટામેટિક્સ અને એ…

વધુ વાંચો >

પ્રકટીકરણ (development)

પ્રકટીકરણ (development) : અર્દશ્ય વસ્તુને પ્રકટ કરીને ર્દશ્યમાન કરવું તે. છબીકલાની દુનિયામાં ફિલ્મ કે કાગળ પર ચિત્ર દેખાય તેમ તેના પર ડાર્કરૂમમાં કરવામાં આવતી રાસાયણિક પ્રક્રિયા માટે પ્રયોજાતા ‘ડેવલપમેન્ટ’નો આ પર્યાય છે. તસવીર ઝડપતી વખતે કૅમેરાની અંદર, પ્રકાશર્દશ્ય ચિત્ર માટેની પૉઝિટિવ ફિલ્મ સિવાયની ફિલ્મ પર અંકિત થયેલ પ્રતિમા પ્રચ્છન્ન અને…

વધુ વાંચો >

પ્રતિબિંબ

પ્રતિબિંબ : ર્દશ્યનું બિંબ પાછું ફરે ત્યારે એ પરાવૃત્ત બિંબથી ઉત્પન્ન થતું ચિત્ર. છબીકલામાં પ્રતિબિંબ અગત્યનું સ્થાન ધરાવે છે. જે ર્દશ્યની તસવીર ઝડપવાની હોય તે ર્દશ્યનાં પ્રકાશ-કિરણો અને તરંગોના પરાવર્તન દ્વારા જ છબી ઉતારવામાં આવે છે. પ્રતિબિંબો મુખ્યત્વે બે પ્રકારનાં હોય છે : (1) લીસી સપાટી પરથી પરાવૃત્ત થતાં અને…

વધુ વાંચો >

ફિલ્ટર

ફિલ્ટર : છબી નરી આંખે જેવી દેખાય તેના કરતાં વધુ આકર્ષક દેખાય તે માટેનું છાયાપ્રકાશ તથા રંગો ગાળીને ઇષ્ટ પરિણામ મેળવવા માટેનું સાધન. છબીકાર સામાન્ય રીતે છબી વધુ આકર્ષક દેખાય એવું ઇચ્છતો હોય છે; પરંતુ એ માટે કુદરતી પ્રકાશની વ્યવસ્થા સાનુકૂળ હોવી જોઈએ. બારીમાંથી બહાર નજર કરીએ તો બહારનો પ્રકાશ…

વધુ વાંચો >