રમેશ ગોયલ

ઔષધશાસ્ત્ર – ઉપચારકેન્દ્રીય

ઔષધશાસ્ત્ર, ઉપચારકેન્દ્રીય (clinical pharmacy) : ઔષધશાસ્ત્રી(pharmacist)ની નિર્ણાયક શક્તિ, કુશળતા અને ઔષધશાસ્ત્ર તથા જીવઔષધવિજ્ઞાનની જાણકારીનો ઉપયોગ કરી ઔષધની અસરકારકતા, સલામતી, કિંમત અને રોગને અનુરૂપ ઔષધની ચોકસાઈ જેવાં અનેક પાસાંઓને સ્પર્શતી ઔષધશાસ્ત્રની એક શાખા. ઉપચારકેન્દ્રીય ઔષધશાસ્ત્રને ચિકિત્સાલય-ઔષધશાસ્ત્ર(hospital pharmacy)માં પણ આવરી લેવામાં આવે છે. ચિકિત્સાલય-ઔષધશાસ્ત્ર વિસ્તૃત રીતે ચિકિત્સાલયમાં ઔષધનાં વ્યવસ્થા અને વિતરણને સાંકળે…

વધુ વાંચો >

ઔષધો અને ઔષધોનાં કાર્યો

ઔષધો અને ઔષધોનાં કાર્યો (drugs and drug actions) દવાઓ અને તેમની અસરની વિચારણા. સજીવોના રોગોની સારવારમાં, રોગો થતા અટકાવવામાં તથા રોગોના નિદાનમાં વપરાતાં રસાયણોને ઔષધ (drug) અથવા દવા (medicine) કહે છે. ઔષધની સાથે તેની અસર વધારનાર કે રંગ અને સુગંધ ઉમેરનાર પદાર્થો ભેળવીને બનાવાતા દ્રવ્યને દવા કહે છે. મૃત્યુ કે…

વધુ વાંચો >

વિભ્રામકો (hallucinogens)

વિભ્રામકો (hallucinogens) : હકીકતમાં ભારે વિકૃતિ પેદા કરી મનમાં ભ્રમ, પ્રલાપ (ચિત્તવિપર્યય, delirium), સ્મૃતિલોપ (amnesia), તેમજ દિશા, સમય અને સ્થળની સમજ અંગે ગૂંચવણ ઊભી કરતાં રસાયણો કે ઔષધો. વિભ્રમ (hallucination) શબ્દ લૅટિન ‘alucinari’ ઉપરથી ઉદ્ભવ્યો છે, જેનો અર્થ મનમાં જ ભમવું એવો થાય. તે કોઈ પણ સાચી સંવેદી-ઉત્તેજના વિના તેની…

વધુ વાંચો >

હૉસ્પિટલ-ફાર્મસી

હૉસ્પિટલ-ફાર્મસી : હૉસ્પિટલ-વ્યવસ્થાપન(પ્રબંધ)માં વ્યાવસાયિક દૃષ્ટિએ સુયોગ્ય તથા કાયદાકીય પાત્રતા ધરાવતા ફાર્મસિસ્ટના માર્ગદર્શન હેઠળ સંચાલિત વિભાગ, સેવા અને સેવાક્ષેત્ર. હૉસ્પિટલ-ફાર્મસિસ્ટ એ હૉસ્પિટલના મેડિકલ સ્ટાફ દ્વારા બહારના (outdoor) અને અંદરના (indoor) દર્દીઓ માટે સૂચવાયેલી (prescribed) દવાઓના વિતરણ અને વહેંચણી માટે જ નહિ; પરંતુ ઔષધ-ભંડાર(drug store)ના વ્યવસ્થાપન (management), ઔષધોના ઉત્પાદન તેમજ દવાની (ખાસ…

વધુ વાંચો >