યતીન્દ્ર દીક્ષિત
અખનાતન (ઈખ્નાતન)
અખનાતન (ઈખ્નાતન) (શાસન ઈ. સ. પૂ. 1379–1362) : ઇજિપ્તનો એક રાજા. પ્રત્યક્ષ સૂર્ય સિવાય બીજો કોઈ ઈશ્વર નથી એમ તેણે જાહેર કરેલું, જેને કારણે તેને થીલીસના વડા ધર્મગુરુ અમૂન સાથે સંઘર્ષ થયેલો અને થીલીસ છોડવું પડેલું. પછી ઇજિપ્તમાં ગાદી સ્થાપી અને સમગ્ર ઇજિપ્તમાં સૂર્યદેવના ધર્મનો પ્રસાર કર્યો. ઈ. સ. પૂ.…
વધુ વાંચો >અભયસિંહ
અભયસિંહ (જ. 1702, અ. 1750) : ગુજરાતના મુઘલ સૂબેદાર. ગુજરાત 1573થી 1753 સુધી મુઘલ સામ્રાજ્યનું પ્રાંતિક એકમ હતું. 1720 બાદ ગુજરાત પરના મરાઠાઓના હુમલાઓમાં ભારે વધારો થતાં, મુઘલ પાદશાહ મુહમ્મદશાહ તથા તેના મુખ્ય વજીર ખાન દુરાનને ગુજરાતમાં સબળ સૂબેદારની જરૂર જણાતાં, તેમણે મારવાડના વફાદાર અને બાહોશ સેનાની મહારાજા અભયસિંહની ગુજરાતના…
વધુ વાંચો >અલીભાઈઓ
અલીભાઈઓ (1. સૌકત અલી (જ. 10 માર્ચ 1873, ઉત્તરપ્રદેશ; અ. 18 નવેમ્બર 1938, કારોલબાગ, દિલ્હી. 2. મહમદ અલી જૌહર જ. 10 ડિસેમ્બર 1878, નજીબાબાગ, રામપુર, ઉત્તરપ્રદેશ; અ. 4 જાન્યુારી 1931, લંડન, ઇંગ્લૅન્ડ) : ભારતીય મુસ્લિમોના, આઝાદી પહેલાંના મુહમ્મદઅલી અને શૌકતઅલી નામના નેતાઓ. મુહમ્મદઅલી દેવબન્દ પંથના હતા. 1912માં તેમણે હિંદ બહારના…
વધુ વાંચો >અલીવર્દીખાન
અલીવર્દીખાન (જ. 10 મે 1671, ડેક્કન; અ. 10 એપ્રિલ 1756, મુર્શીદાબાદ, પશ્ચિમ બંગાળ) : બંગાળનો નવાબ. બંગાળમાં શુજાઉદ્દીનની સરકારમાં સામાન્ય સ્થિતિમાંથી સ્વપ્રયત્ને ઊંચા હોદ્દા પર આવેલો સરદાર. મૂળ નામ મીર્ઝા મુહમ્મદઅલી. 1728માં શુજાઉદ્દીને તેને અકબરનગર(રાજમહલ)ના ચકલાનો ફોજદાર નીમ્યો હતો. આ વિસ્તાર ઉપર તેણે કુશળતાપૂર્વક કામગીરી બજાવીને લોકોને શાંતિ અને સમૃદ્ધિ…
વધુ વાંચો >અલ્બુકર્ક આલ્ફોન્ઝો દ
અલ્બુકર્ક, આલ્ફોન્ઝો દ (જ. 1453, લિસ્બન, પોર્ટુગલ; અ. 15 ડિસેમ્બર 1515, ગોવા, ભારત) : ભારતમાં પૉર્ટુગીઝ સત્તાનો પાયો નાખનાર ફિરંગી સરદાર. 1503માં તેણે ભારત તરફ દરિયાઈ સફર કરી. ત્યાંના પૉર્ટુગીઝ થાણાંઓના વાઇસરૉય તરીકે તેને નીમવામાં આવ્યો હતો. આફ્રિકાના પૂર્વકાંઠે સંશોધન પ્રવાસ ખેડી તેણે સોકોત્રામાં કિલ્લો બાંધ્યો, પરન્તુ હોર્મૂઝમાં કિલ્લો બાંધવાની…
વધુ વાંચો >અહમદનગર (શહેર)
અહમદનગર (શહેર) : મહારાષ્ટ્રમાં આવેલું ઐતિહાસિક મુસ્લિમ રાજ્ય અને શહેર. અહમદનગર 190 5´ ઉત્તર અક્ષાંશ અને 740 44´ પૂર્વ રેખાંશ પર આવેલું મધ્યકાલીન નગર છે. તે મુંબઈથી જમીનમાર્ગે 288 કિમી. પૂર્વમાં તથા પુણેથી 112 કિમી. દૂર ઈશાનમાં આવેલું છે. અહમદનગરનો કિલ્લો જોવાલાયક છે. નગરની વસ્તી 3,50,859 (2011). દખ્ખણમાં આવેલી બહમની…
વધુ વાંચો >અહેમદિયા ચળવળ
અહેમદિયા ચળવળ : ભારતમાં થયેલી ઇસ્લામી સુધારાવાદી ચળવળ. ઓગણીસમી સદીની ધાર્મિક ચળવળો પછી રૂઢિગત ધાર્મિક માન્યતાઓના પ્રતિકાર રૂપે સુધારાઓ માટે શરૂ થયેલી બ્રાહ્મોસમાજ અને પ્રાર્થનાસમાજ જેવી જ અહેમદિયા ચળવળ પણ હતી. 1837માં ગુરદાસપુર જિલ્લાના કાદિઆનના નાના ગામમાં મીરઝા ગુલામ અહમદનો જન્મ થયો હતો અને તેણે પંજાબમાં અહમદિસ કે કદિઆનિસ નામના…
વધુ વાંચો >આપાજી ગણેશ
આપાજી ગણેશ (કાર્યકાલ લગભગ 1755થી 1780) : જંબૂસર અને મકબૂલાબાદ (આમોદ) પરગણાંનો પેશવાઈ મક્કાસદાર (ફોજદાર). દસ્તાવેજોમાં તેનો ઉલ્લેખ ઈ. સ. 1755થી પ્રાપ્ત થાય છે. તેના નામનો ઉલ્લેખ ‘આપાજી ગણેશ સ્વામી ગોસાવી’ કે ‘આપાજી ગણેશ ભાગવત’ કે અંગ્રેજો મુજબ ‘અપ્પા, ગુમસ્તા’ કે ‘ગુનાજી અપ્પાજી’ મળે છે. પેશવા બાલાજી બાજીરાવે તા. 4-6-1760માં…
વધુ વાંચો >આયર્લૅન્ડ
આયર્લૅન્ડ : ગ્રેટ બ્રિટનની પશ્ચિમે આવેલા ટાપુનો મોટો ભાગ ધરાવતો દેશ. તેનું આયરિશ નામ આયર (Eire) છે. તે 51 0 30´ અને 550 30´ ઉત્તર અક્ષાંશ તથા 50 30´ અને 10 0 30´ પશ્ચિમ રેખાંશ વચ્ચે આવેલો છે. ઉત્તરથી દક્ષિણ સૌથી વધુ લંબાઈ 475 કિમી. અને પૂર્વથી પશ્ચિમ સૌથી વધુ…
વધુ વાંચો >આર્મેનિયા
આર્મેનિયા : સોવિયેત સંઘમાંથી સ્વતંત્ર થયેલો દેશ. ભૌગોલિક સ્થાન : આ દેશ આશરે 390 ઉ. અ.થી 410 ઉ. અ. અને 420 પૂ. રે.થી 470 પૂ. રે.ની વચ્ચે આવેલો છે. પતંગ-આકારે આવેલા આ દેશની વાયવ્યથી અગ્નિ દિશાની લંબાઈ આશરે 300 કિમી., જ્યારે પૂર્વથી પશ્ચિમ દિશાની પહોળાઈ આશરે 200 કિમી. જેટલી છે. તેનો…
વધુ વાંચો >