મોહંમદ ઇસ્હાક શેખ
કૉક્તો ઝ્યાં
કૉક્તો, ઝ્યાં (જ. 5 જુલાઈ 1889, મેઝોં-લફીત, પૅરિસ; અ. 11 ઑક્ટોબર 1963, મિલી લ ફૉરે, પૅરિસ) : ફ્રેન્ચ લેખક, કલાકાર અને ફિલ્મસર્જક. તે 10 વર્ષની વયના હતા ત્યારે પિતાએ આત્મહત્યા કરી હતી. તેથી માતા પ્રત્યે સવિશેષ સ્નેહ બંધાયો હતો. અભ્યાસમાં તેમને ઝાઝો રસ ન હતો તેથી થોડો અભ્યાસ કર્યા બાદ…
વધુ વાંચો >કોટિ
કોટિ (conceit) : કાવ્યાલંકારનો પ્રકાર. મૂળ ઇટાલિયન શબ્દ concetto પરથી રચાયેલા લૅટિન શબ્દ conceptus પરથી અંગ્રેજી શબ્દ વ્યુત્પન્ન થયો છે. તે વિચાર, ખ્યાલ, કલ્પના એમ અનેક અર્થો માટે વપરાતો થયો હતો. કાવ્ય પૂરતું કહીએ તો દેખીતી રીતે દૂરાકૃષ્ટ સામ્ય ધરાવતા પદાર્થો, પ્રસંગો કે વિચારો વચ્ચે સામ્ય જોવા પાછળ રહેલી કાવ્યચમત્કૃતિ…
વધુ વાંચો >ક્રોચે, બેનેડેટો
ક્રોચે, બેનેડેટો (જ. 25 ફેબ્રુઆરી 1866, પેસ્કાસ્સેરોલી, ઇટાલી; અ. 20 નવેમ્બર 1952, નેપલ્સ) : પ્રસિદ્ધ ફિલસૂફ, સૌંદર્યશાસ્ત્રી અને સાહિત્યમીમાંસક. પ્રાથમિક શિક્ષણ નેપલ્સમાં. 1883ના ધરતીકંપમાં કુટુંબીજનોનું મરણ. ત્રણ વર્ષ રોમમાં કાકાને ત્યાં રહ્યા. 1886માં નેપલ્સમાં પુનરાગમન. બાળપણમાં જ ધર્મશ્રદ્ધા ખૂટી ગઈ હતી, પણ રોમ વિશ્વવિદ્યાલયમાં નીતિશાસ્ત્ર અને તત્વજ્ઞાનનું અધ્યયન કરતી વેળા…
વધુ વાંચો >