મહેશચંદ્ર પંડ્યા

ઇકબાલનામા-એ-જહાંગીરી

ઇકબાલનામા-એ-જહાંગીરી (17મી સદી) : જહાંગીરના શાસનકાળનો ઐતિહાસિક ગ્રંથ. ઈ. સ.ની સત્તરમી સદીની પ્રથમ ત્રીસી દરમિયાન જહાંગીરના આદેશથી, દરબારી લેખક મુતામદખાં દ્વારા ફારસી ભાષામાં લખાયેલો હતો. તેના ત્રણ ભાગ પૈકી પ્રથમ ભાગમાં ખાકાન વંશના ઇતિહાસની તથા બાબર અને હુમાયૂંના શાસનની, બીજા ભાગમાં અકબરના અમલની અને ત્રીજા ભાગમાં જહાંગીરના શાસનની વિશ્વસનીય માહિતી…

વધુ વાંચો >

ઇક્ટિનસ

ઇક્ટિનસ (Ictinus) (ઈ. સ. પૂ. પાંચમી સદી) : ગ્રીસના પેરિક્લિસ યુગનો ઇજનેર અને સુપ્રસિદ્ધ સ્થપતિ. ઈરાની શહેનશાહ ઝર્કસિસે એથેન્સને ખંડેર બનાવી દીધું. તે પછી પેરિક્લિસે એથેન્સનું નગરઆયોજનનું કાર્ય તેને સોંપ્યું હતું. તેણે ભવ્ય મંદિરો, મહાલયો અને નાટ્યઘરોનું નિર્માણ કરીને એથેન્સને પુન: શણગાર્યું. એક્રોપોલિસની ટેકરી પર આવેલા પાર્થેનોનના મંદિરનો અને સૌંદર્યની…

વધુ વાંચો >

ઈડર

ઈડર : ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાનું તાલુકામથક અને પ્રાચીન શહેર. સમુદ્રની સપાટીથી 229 મી. ઊંચાઈએ આવેલું આ શહેર 23o 05´ ઉ. અ. અને 73 પૂ. રે. ઉપર છે. અહીંનું સર્વોચ્ચ શિખર 437 મી. ઊંચાઈ ધરાવે છે. તે અમદાવાદની ઉત્તરે 104 કિમી. અને હિંમતનગરની ઉત્તરે માત્ર 27 કિમી. દૂર છે. અમદાવાદ-ખેડબ્રહ્મા…

વધુ વાંચો >

ઍક્રોપોલિસ

ઍક્રોપોલિસ : દેવ-દેવીઓનાં ભવ્ય સુંદર મંદિરો, રાજાઓનાં મહાલયો અને જાહેર ઇમારતોવાળું, 350 મી. લાંબા, 150 મી. પહોળા અને 45 મી. ઊંચા ખડકવાળી 91 મી. ઊંચી ટેકરી ઉપર આવેલ દુર્ગ સહિતનું પ્રાચીન ગ્રીક પવિત્ર સ્થળ. ઈ. પૂ. 4000 વર્ષ જેટલા પ્રાચીન આ સ્થળેથી પાષાણયુગના પાછળના સમયનાં માટીનાં વાસણો તથા હથિયારોના અવશેષો…

વધુ વાંચો >

એનેક્સાગોરાસ

એનેક્સાગોરાસ (ઈ. પૂ. પાંચમી સદી) : ગ્રીસનો મહાન તત્ત્વજ્ઞ, ચિંતક, ખગોળશાસ્ત્રી અને ઍથેન્સના પેરિક્લીઝનો સૉફિસ્ટ શિક્ષાગુરુ. તેણે ખગોળશાસ્ત્ર પર, ‘ઑન નેચર’ નામે ગ્રંથ લખીને ‘હવામાનશાસ્ત્ર’નો પાયો નાખ્યો. તેના જીવનનું ધ્યેય સૂર્ય, ચંદ્ર અને સ્વર્ગની માહિતીની શોધ હતું. તે કહેતો કે, ‘પૃથ્વીની નજીક આવેલા, પરપ્રકાશિત ચંદ્ર પર પર્વતો, ખીણો અને મેદાનો…

વધુ વાંચો >

ઍમ્પિડૉક્લીઝ

ઍમ્પિડૉક્લીઝ (ઈ. પૂ. 490-430) : ગ્રીક ડૉક્ટર, કવિ અને તત્વજ્ઞાની. તેમના મતાનુસાર પદાર્થ, પૃથ્વી, વાયુ, અગ્નિ અને જળ તત્વનો બનેલ છે. પ્રેમ અને તિરસ્કારની ભાવના તેના સંમિલન અને વિભાજન માટે કારણભૂત છે. તેમણે ‘નેચરલ સિલેક્શન’ના સિદ્ધાંતને કવિતા રૂપે રજૂ કર્યો હતો. સિસિલિયન ગ્રીક પદ્ધતિના પાશ્ચાત્ય વૈદકશાસ્ત્રમાં તેમણે સારો ફાળો આપ્યો…

વધુ વાંચો >

કુબલાઈખાન

કુબલાઈખાન (જ. 23 સપ્ટેમ્બર 1215; અ. 18 ફેબ્રુઆરી 1294) : તેરમી સદીનો ચીન અને આજુબાજુના વિશાળ પ્રદેશનો મહાન સમ્રાટ. ચીનમાં ઈ.સ. 1259માં યુઆન વંશની સ્થાપના કરનાર કુબલાઈખાન, ઉત્તર ચીનની પશુપાલક મંગોલ જાતિના વીર પુરુષ ચંગીઝખાનનો પ્રતાપી પૌત્ર હતો. દાદા ચંગીઝખાન, પિતા ઓગતાઈખાન અને ભાઈ મંગુખાને મંગોલ સામ્રાજ્યને યુરોપના દેશોમાં ફેલાવ્યું…

વધુ વાંચો >

કેલિક્રટીઝ

કેલિક્રટીઝ : પ્રાચીન ગ્રીસના ઍથેન્સનો ઈ. પૂ. પાંચમી સદીનો સ્થપતિ. એણે ઇક્ટાઇનસ નામના સ્થપતિ સાથે ગ્રીસનું સૌથી મોટું અને પ્રસિદ્ધ પાર્થિનૉનનું દેવળ બાંધ્યું હતું. એ દેવળનું બાંધકામ ઈ. પૂ. 447માં શરૂ થઈ ઈ. પૂ. 438માં પૂરું થયું હતું. એ પછી એણે ઍથેન્સની એક્રૉપોલિસ નામની ટેકરી ઉપર સ્વતંત્રપણે દેવી અથીના નાઇકીનું…

વધુ વાંચો >

ગાંધી, મથુરાદાસ લાલજીભાઈ

ગાંધી, મથુરાદાસ લાલજીભાઈ (જ. 1875;  અ. 6 ઑગસ્ટ 1957, મોડાસા) : મોડાસા પંથકમાં ‘દાદા’ના હુલામણા નામથી ઓળખાતા સાબરકાંઠાના સ્વાતંત્ર્યસેનાની. પિતા લાલજીભાઈ પીતાંબરદાસ ગાંધી અને માતા સંતોકબહેન. તે પ્રાથમિક શિક્ષણ પૂરું કરીને પિતાની સાથે દહેગામની શાળામાં માત્ર 15 વર્ષની ઉંમરે માસિક રૂપિયા સાતના પગારથી મદદનીશ શિક્ષક બન્યા. પરંતુ ટૂંકો પગાર ન…

વધુ વાંચો >

નિજાનંદ સમ્પ્રદાય (શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ)

નિજાનંદ સમ્પ્રદાય (શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ) : શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ તરીકે વધારે જાણીતો સમ્પ્રદાય. નિજાનંદાયાર્ચ દેવચન્દ્રજી મહારાજે તે સ્થાપેલો હતો. દેવચન્દ્રજીનો જન્મ ઈ. સ. 1581માં મારવાડ પ્રદેશ (વર્તમાન પાકિસ્તાનનો સિંધ પ્રાન્ત)ના ઉમરકોટ ગામમાં થયો હતો. પિતા અને માતાનું નામ ક્રમશ: મનુ મહેતા તથા કુંવરબાઈ હતું. ધાર્મિક વૃત્તિના મનુ મહેતા…

વધુ વાંચો >