ઇક્ટિનસ (Ictinus) (ઈ. સ. પૂ. પાંચમી સદી) : ગ્રીસના પેરિક્લિસ યુગનો ઇજનેર અને સુપ્રસિદ્ધ સ્થપતિ. ઈરાની શહેનશાહ ઝર્કસિસે એથેન્સને ખંડેર બનાવી દીધું. તે પછી પેરિક્લિસે એથેન્સનું નગરઆયોજનનું કાર્ય તેને સોંપ્યું હતું. તેણે ભવ્ય મંદિરો, મહાલયો અને નાટ્યઘરોનું નિર્માણ કરીને એથેન્સને પુન: શણગાર્યું. એક્રોપોલિસની ટેકરી પર આવેલા પાર્થેનોનના મંદિરનો અને સૌંદર્યની શોધ માટેના મહાન પ્રયાસ તરીકે વર્ણવાયેલા ‘ટૅમ્પલ ઑવ્ વર્જિન’નો તે સ્થપતિ હતો. તેણે પેલોપોનેસસમાં પણ મંદિરો બાંધ્યાં હતાં. પેરિક્લિસના ‘સુવર્ણયુગ’ના સર્જનમાં તેનો નોંધપાત્ર ફાળો હતો.

The Parthenon in Athens

પાર્થેનોનનું મંદિર

સૌ. "The Parthenon in Athens" | CC BY 2.0

મહેશચંદ્ર પંડ્યા