મહાવીરસિંહ ચૌહાણ
સંત મલૂકદાસ
સંત મલૂકદાસ (જ. 1574, કડા, અલાહાબાદ, ઉત્તરપ્રદેશ; અ. 1682) : મધ્યયુગીન હિંદી સંત કવિ. તેમના પિતાનું નામ સુંદરદાસ ખત્રી હતું. બાળપણથી જ તેમનામાં દૈવી પ્રેમ અને સંન્યાસ માટેની ઇચ્છાનાં લક્ષણો જોવા મળતાં હતાં. તેઓ કાવ્યની ‘નિર્ગુણ શાખા’ના મુખ્ય સંત છે. જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, સત્ય, અહિંસા, કરુણા અને ક્ષમા તેમના કાવ્યના…
વધુ વાંચો >સંત સુંદરદાસ
સંત સુંદરદાસ (જ. 1596, દ્યૌસાનગર, જયપુર રાજ્યની પ્રાચીન રાજધાની, રાજસ્થાન; અ. 1689, સાંગાનેર) : મધ્યયુગીન હિંદી સંત-કવિ. તેમનો જન્મ ખંડલેવાલ વૈશ્ય પરિવારમાં થયો હતો. તેમનાં માતાનું નામ સતી અને પિતાનું નામ પરમાનંદ હતું. તેમણે 6 વર્ષની વયે જ દાદૂ દયાલનું શિષ્યત્વ ગ્રહણ કરેલું. તેઓ ખૂબ સુંદર હોવાથી દાદૂ દયાળે તેમનું…
વધુ વાંચો >સંસ્કૃતિ કે ચાર અધ્યાય (1956)
સંસ્કૃતિ કે ચાર અધ્યાય (1956) : ઐતિહાસિક ભૂમિકા સાથે ભારતીય સંસ્કૃતિના વિકાસનું વિગતવાર અને પૃથક્કરણાત્મક વૃત્તાંત આપતી રામધારીસિંહ ‘દિનકર’(જ. 1908)ની કૃતિ. આ કૃતિને 1959ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. દિનકર રાષ્ટ્રીય ચેતનાના કવિ હોઈ, પ્રબળ રાષ્ટ્રીય ચેતનાથી પ્રેરાઈને તેમણે આ ગ્રંથની રચના કરી છે. તેમણે ભારતીય સંસ્કૃતિના…
વધુ વાંચો >સાકેત (1931)
સાકેત (1931) : ‘રાષ્ટ્રકવિ’ તરીકે જાણીતા મૈથિલીશરણ ગુપ્ત(જ. 1886)ની મહાકાવ્ય પ્રકારની શ્રેષ્ઠ હિંદી રચના. આ કૃતિના કેન્દ્રમાં રામકથા છે, પરંતુ તેને ભિન્ન સ્વરૂપે અને ભિન્ન ઉદ્દેશથી રચવામાં આવી છે. હિંદીના પ્રખ્યાત વિવેચક મહાવીરપ્રસાદ દ્વિવેદીના લેખ ‘કવિયા દ્વારા ઊર્મિલા કી ઉપેક્ષા’ પરથી ગુપ્તને આ પ્રબંધકાવ્ય રચવાની પ્રેરણા મળી. તેમણે તુલસીદાસના સમયથી…
વધુ વાંચો >