મનીષા દેસાઈ

અનુચલન ગતિ

અનુચલન ગતિ (tactic movement) : બાહ્ય ઉદ્દીપનની અસર હેઠળ સજીવોમાં થતું મુક્ત દિશાકીય હલનચલન. વનસ્પતિસૃષ્ટિમાં આ ગતિ સામાન્યપણે નાના અને યુગ્લિના જેવા કશા ધરાવતા જળવાસી એકકોષીય સજીવો અને પ્રજનનકોષો પૂરતી મર્યાદિત હોય છે. આ હલનચલન માટે જવાબદાર પરિબળોને અનુલક્ષીને તેમના પ્રકારો નીચે મુજબ છે : (1) પ્રકાશાવર્તક હલનચલન (phototactic movement)…

વધુ વાંચો >

ટિનોસ્પોરા

ટિનોસ્પોરા : વનસ્પતિના દ્વિદળી વર્ગની મેનીસ્પર્મેસી કુળની પ્રજાતિ.  વિશ્વમાં તેની 8 જેટલી જાતિઓ થાય છે. Tinospora cordifolia (Willd) Miers. ex Hook. F. & Thoms. હિં. अमृता, ગુ. ગળો અને મ. गुळवेल,  અં. ગુલાંચા ટિનોસ્પોરા. તે એશિયા, આફ્રિકા અને ઑસ્ટ્રેલિયાના ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં વિતરણ પામેલી વેલ છે. ગળો વિશાળ, સુંવાળી અને પર્ણપાતી…

વધુ વાંચો >

ટ્રાઇડેક્સ

ટ્રાઇડેક્સ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગના એસ્ટરેસી કુળની પ્રજાતિ. તે ઉષ્ણકટિબંધીય અમેરિકાની સ્થાનિક પ્રજાતિ હોવા છતાં ઉષ્ણકટિબંધીય આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને એશિયામાં થાય છે. સમગ્ર વિશ્વમાં તેની 7 જેટલી જાતિઓ નોંધાયેલી છે તે પૈકી કેટલીક જાતિઓ શોભાની વનસ્પતિ તરીકે ઉગાડાય છે. Tridax procumbens Linn. (પરદેશી ભાંગરો ઊંધા ફૂલી: અં. મેક્સિકન ડેઇઝી) ભારતમાં…

વધુ વાંચો >

ટ્રાન્સૅક્ટ

ટ્રાન્સૅક્ટ (અનુકાપ-પદ્ધતિ) : કોઈ પણ નિવસન પ્રદેશમાં સીધી લીટી કે પટ્ટી કલ્પીને તેના પરિસરમાં આવેલી વનસ્પતિનું વિતરણ (distribution) અને વિપુલતાનું સર્વેક્ષણ કરવાની પદ્ધતિ. આવા સર્વેક્ષણ વડે જે તે પ્રદેશમાં આવેલ વનસ્પતિસમૂહની નોંધ, પ્રતિચિત્રણ (mapping) અને તેના બંધારણમાં થતા ફેરફારનો અભ્યાસ કરવામાં આવે છે. આ અનુકાપ સીધી રેખા નિશ્ચિત પહોળાઈ ધરાવતી…

વધુ વાંચો >

ટ્રાયગોનેલા

ટ્રાયગોનેલા : વનસ્પતિના દ્વિદળી વર્ગના ફેબેસીકુળના ઉપકુળ પેપીલીઓનેસીની એકવર્ષાયુ પ્રજાતિ. તે 50 જેટલી જાતિઓ ધરાવે છે. તે ભૂમધ્ય સમુદ્રીય દેશો, યુરોપ, એશિયા, દક્ષિણ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયામાં વિતરણ પામેલી છે. તેની ભારતમાં 11 જેટલી જાતિઓ જોવા મળે છે. સામાન્ય રીતે મેથી તરીકે જાણીતી Trigonella foenum-graecum Linn. સમગ્ર ભારતમાં શાકભાજી (culinary) અને…

વધુ વાંચો >

ધાન્ય

ધાન્ય (તૃણ) : માનવ કે પશુઆહાર તરીકે ઉપયોગી ખાદ્ય દાણા ઉત્પન્ન કરતું પોએસી કુળનું તૃણ. ઘઉં (Triticum aestivum L.), ચોખા (Oryza sativa L.), મકાઈ (Zea mays L.), જવ (Hordeum vulgare L.), ઓટ (Avena sativa L.), રાય (Secale cereale), જુવાર (Sorghum bicolor (L.) Moench.), અને બાજરી (Pennisetum typhoides (Burmf.) Stopf &…

વધુ વાંચો >

નિપત્ર (brac)

નિપત્ર (brac) : વિશિષ્ટ પ્રકારનાં પર્ણ. તેમની કક્ષમાં પુષ્પ કે પુષ્પવિન્યાસ ઉદભવે છે. કેટલીક વાર પુષ્પવિન્યાસ દંડ અથવા પુષ્પદંડ ઉપર પુષ્પ અને નિપત્રની વચ્ચે વધારાની નિપત્ર જેવી નાની અને પાતળી રચના ઉદભવે છે, જેને નિપત્રિકા (bracteate) કહે છે. પુષ્પ કે પુષ્પવિન્યાસ નિપત્ર ધરાવતાં હોય તો તે નિપત્રી (bracteate) અને નિપત્રરહિત…

વધુ વાંચો >

નૅસ્ટિક (અનુકુંચી) હલનચલન

નૅસ્ટિક (અનુકુંચી) હલનચલન : પ્રકાશ, તાપમાન અને સ્પર્શ જેવાં બાહ્ય પરિબળોને લીધે વનસ્પતિઓનાં પર્ણો અને દલપત્રો જેવાં દ્વિપાર્શ્વીય અંગોનું હલનચલન. તે અનુપ્રેરિત (paratonic) હલનચલનનો એક પ્રકાર છે. કેટલાક અપવાદોને બાદ કરતાં નૅસ્ટિક હલનચલનો જે તે અંગ ઉપર બધી તરફથી સરખા પ્રમાણમાં અસર કરતાં તાપમાન અને વિસૃત (diffuse) પ્રકારો જેવાં પર્યાવરણીય…

વધુ વાંચો >