મધુસૂદન પારેખ

અણસાર

અણસાર (1992) : સમસ્યાપ્રધાન સામાજિક નવલકથા. ‘અણસાર’ નવલકથાનાં લેખિકા સામાજિક નવલકથાકાર તરીકે સુપ્રતિષ્ઠિત વર્ષા અડાલજા છે. સામાજિક નવલકથાઓ લખવા ઉપરાંત તેમણે કેટલીક વાર કોઈ ખાસ માનવીય સમસ્યાને કેન્દ્રમાં રાખીને પણ નવલકથાઓ લખી છે. ‘બંદીવાન’ એમની એક એ પ્રકારની નવલકથા છે, જેમાં તેમણે જેલમાં વર્ષોથી સજા વેઠી રહેલા કેદીઓની વેદનાને વાચા…

વધુ વાંચો >

અંગ્રેજી સાહિત્ય

અંગ્રેજી સાહિત્ય અંગ્રેજી સાહિત્યનું સૌથી પ્રાચીન ગણાતું વીરકાવ્ય ‘બેઆવુલ્ફ’ જૂની-અંગ્રેજી ઍંગ્લો-સૅક્સન-ભાષામાં દસમી સદીમાં લખાયેલું. તે છઠ્ઠી સદીની જર્મન પ્રજાના શૌર્યયુગ વિશે છે. ઍંગ્લો-સેક્સન ગદ્યસાહિત્યનો પિતા રાજા આલ્ફ્રેડ (849-899) છે. ઈ. સ. 1૦66માં ફ્રાંસના નૉર્મન રાજા વિલિયમે ઇંગ્લૅન્ડ જીતી લીધું, એને પરિણામે અંગ્રેજી સાહિત્ય પર ફ્રેંચનો પ્રભાવ વધ્યો. ફ્રેંચ લોકોએ પણ…

વધુ વાંચો >

કુરુક્ષેત્ર (સાહિત્ય : નવલકથા)

કુરુક્ષેત્ર (સાહિત્ય : નવલકથા) : ગુજરાતી નવલકથાસર્જક દર્શકની એક મહત્વની નવલકથા. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં લખાયેલી કૃષ્ણવિષયક કૃતિઓમાં ‘કુરુક્ષેત્ર’ એક નવું ઉમેરણ છે. ‘કુરુક્ષેત્ર’માં દર્શકે મુખ્યત્વે બે હેતુ તાક્યા છે : એક તો મહાભારતના કૃષ્ણનું (ભગવાન તરીકે નહિ, પણ) લોકોત્તર મહામાનવ તરીકે નિરૂપણ. બીજો હેતુ આર્ય-અનાર્ય વચ્ચે લગ્નસંબંધ દ્વારા સાંસ્કૃતિક એકતાની…

વધુ વાંચો >

ગુજરાત વિદ્યાસભા (ગુજરાત વર્નાક્યુલર સોસાયટી) :

ગુજરાત વિદ્યાસભા (ગુજરાત વર્નાક્યુલર સોસાયટી) : ગુજરાતના સાહિત્ય તથા સંસ્કારના વિકાસને વરેલી દોઢ સદીથી વધુ જૂની સંસ્થા. ઈ.સ. 1846માં ઍલેક્ઝાન્ડર કિન્લૉક ફૉર્બ્સ આસિસ્ટન્ટ જજ નિમાઈ અમદાવાદમાં આવ્યા હતા. ઇતિહાસમાં તેમને જીવંત રસ હતો. જૂના ઇતિહાસ અને સાહિત્યનાં લખાણો અને સાધનો કોઈ એક સ્થાને સાચવી-જાળવી શકાય તો ઇતિહાસલેખન માટે એક સુવિધા…

વધુ વાંચો >

ઠક્કુર, નારાયણ વિસનજી

ઠક્કુર, નારાયણ વિસનજી (જ. 17 ફેબ્રુઆરી 1880, મુંબઈ; અ. 17 ફેબ્રુઆરી 1938, મુંબઈ) : ગુજરાતી નવલકથાકાર અને કવિ. ગુજરાતીનો અભ્યાસ શાળામાં કર્યા પછી ખાનગીમાં અંગ્રેજી, સંસ્કૃત ઉપરાંત ફારસી, ઉર્દૂ, મરાઠી અને બંગાળીનો પણ પરિચય મેળવેલો. પિતા ઠક્કુર વિસનજી ચત્રભુજ વેપારી અને વડવાઓ અફીણના સરકારી ઇજારદાર હતા. જ્ઞાતિએ કચ્છી લોહાણા. સંન્યાસ…

વધુ વાંચો >

ડિઝરાયલી, બેન્જામિન

ડિઝરાયલી, બેન્જામિન (જ. 21 ડિસેમ્બર 1804, લંડન; અ. 19 એપ્રિલ 1881, લંડન) : ઇંગ્લૅન્ડનો પ્રતિભાશાળી રાજપુરુષ અને સાહિત્યકાર. જન્મ ઇટાલિયન યહૂદી કુટુંબમાં થયો હતો. દાદા સ્થળાંતર કરીને  ઇટાલીથી ઇંગ્લૅન્ડ ગયેલા. બેન્જામિને ક્લાર્ક તરીકે જીવનનો આરંભ કરી, શૅરના સટ્ટામાં મોટી ખોટ ખાધી તથા ‘રિપ્રેઝેન્ટેટિવ’ વર્તમાનપત્ર શરૂ કર્યું. તેમાં પણ નિષ્ફળતા મળી.…

વધુ વાંચો >

ડીફો, ડેનિયલ

ડીફો, ડેનિયલ (જ. 1660, લંડન; અ. 24 એપ્રિલ 1731) : અંગ્રેજ નવલકથાકાર. સાવ મધ્યમ કુટુંબમાં જન્મ. પિતા ખાટકીનો ધંધો કરતા હતા. વડીલોની ઇચ્છા એમને પાદરી બનાવવાની હોવાથી એમણે ધાર્મિક સંસ્થામાં તાલીમ લીધી હતી; પણ ડૅનિયલને સમજાઈ ગયું કે એ પદ તેને માટે નથી. એ શિક્ષણ પણ આછું-પાતળું પામ્યા, પરદેશમાં પ્રવાસ…

વધુ વાંચો >

ત્રિપાઠી, બકુલ પદ્મમણિશંકર

ત્રિપાઠી, બકુલ પદ્મમણિશંકર (જ. 27 નવેમ્બર 1928, નડિયાદ; અ. 31 ઑગસ્ટ 2006, અમદાવાદ) : ગુજરાતી હાસ્યકાર અને નાટ્યકાર. તખલ્લુસ ‘ઠોઠ નિશાળિયો’ માતાનું નામ સૂર્યબાળા મગન લાલ વોરા અને પિતાનું નામ પદ્મમણિશંકર. 1944માં મૅટ્રિક; 1948માં બી.કૉમ.; 1952માં એમ.કૉમ. અને 1953માં એલએલ.બી.. 1953થી અમદાવાદની એચ.એલ. કૉલેજ ઑવ્ કૉમર્સમાં. 1988માં નિવૃત્ત થયા ત્યાં સુધી…

વધુ વાંચો >

ત્રિવેદી, નવલરામ જગન્નાથ

ત્રિવેદી, નવલરામ જગન્નાથ (જ. 11 ઑક્ટોબર 1895 વઢવાણ; અ. 18 મે 1944) : ગુજરાતી વિવેચક, હાસ્યલેખક તેમજ શિક્ષણકાર અને અધ્યાપક. તેમણે હાસ્યસાહિત્યક્ષેત્રે તેમજ સંપાદક તરીકે પણ નોંધપાત્ર સેવા બજાવી છે. જન્મ તેમજ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વઢવાણમાં. 1914માં મૅટ્રિકની, 1920માં બી.એ.ની અને 1926માં એમ.એ.ની પરીક્ષા પસાર કરી. પછી મુખ્યત્વે અમદાવાદ જ એમની…

વધુ વાંચો >

દવે, જ્યોતીન્દ્ર હરિહરશંકર

દવે, જ્યોતીન્દ્ર હરિહરશંકર (જ. 21 ઑક્ટોબર 1901, સૂરત; અ. 11 સપ્ટેમ્બર 1980) : ગુજરાતના અદ્વિતીય હાસ્યકાર તથા સંસ્કૃત સાહિત્યના અને રસશાસ્ત્રના પ્રખર વિદ્વાન. એમનું પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચશિક્ષણ સૂરતમાં થયું. 1919માં મૅટ્ર્રિકની પરીક્ષા પસાર કર્યા પછી કૉલેજમાં સંસ્કૃત તથા ગુજરાતી વિષયો સાથે તેઓ 1923ની સાલમાં બી.એ. અને તે જ વિષયો…

વધુ વાંચો >