ભીષ્મદેવ કીશાભાઇ પટેલ

કાકડી

કાકડી : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cucumis sativus Linn. (સં. કર્કટી, હર્વાસ; હિં. કાકડી, કકડી, ખીરાકકડી; બં. કાંકુડ, વડકાંકુડ; મ. કાંકડી; ક. મુળુસવતિ; તે. દોષકાયા; અં. કકુંબર) છે. તે એક તલસર્પી (trailing) કે આરોહી, એકવર્ષાયુ, રોમિલ વનસ્પતિ છે. તેનાં ફળ વિવિધ કદ અને સ્વરૂપનાં,…

વધુ વાંચો >

કાગળઝાળ (આંબાનો)

કાગળઝાળ (આંબાનો) : Pestalotia mangiferae (P. Henn) steyaert નામની ફૂગથી આ રોગ થાય છે. સુકારાની શરૂઆત પાનની ટોચેથી થાય છે. સમય જતાં અડધું પાન પણ સુકાઈ જાય છે. સુકાયેલ પાન બદામી રંગનું, પાતળું અને ચળકતું હોય છે; તે ખરી જાય છે ને ઝાડનો વિકાસ અટકે છે. ચોમાસાનું ભેજવાળું વાતાવરણ અને…

વધુ વાંચો >

કાણાં પાનનો રોગ

કાણાં પાનનો રોગ : Xanthomonas campeotris PV strains નામના જીવાણુથી થતો રોગ. જીવાણુઓનો રોગ લાગતાં, પાન ઉપર પાણીપોચો ભાગ પ્રસરે છે, જે સમય જતાં આછા બદામી રંગનો થઈ અન્ય તંદુરસ્ત વિસ્તારથી છૂટો પડી ખરી પડે છે અને પાન ઉપર માત્ર કાણું જુદું તરી આવે છે. ગોળથી લંબગોળ આકારનાં નાનાંમોટાં કાણાં…

વધુ વાંચો >

કાબરચીતરાં પાનનો રોગ

કાબરચીતરાં પાનનો રોગ (પાનનો પંચરંગિયો) : એક પ્રકારના વિષાણુથી થતો રોગ. તેનો ફેલાવો ચૂસિયા પ્રકારના કીટકો કરે છે. આ રોગને કારણે પાન ઉપર ચિત્રવિચિત્ર આકારનાં લીલાં, પીળાં ધાબાં પડે છે. નસોમાં પણ આવાં ધાબાં પડે છે. પાન વાંકુંચૂકું અને વિકસિત હોય છે. છોડનો વિકાસ અટકી જાય છે. એકદળવાળા ધાન્ય પાક્ધાાં…

વધુ વાંચો >

કારેલી

કારેલી : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની પ્રકાંડસૂત્રી નાજુક લતા. તેનું વૈજ્ઞાનિક નામ Momordica charantia Linn. (સં. કારવલ્લી; મ. કારલી; ક. હાગલકાયિ, મિડિગાયિ; તા કલક્કોડિ, પાગલ; મલા કેપાવળિળ, પાવલ; હિં. કરૈલા; બં. કરલા; તે. કરીલા, કાકરકાયાં; અં. બીટરગાર્ડ, કરિલાફ્રુટ) છે. તેના સહસભ્યોમાં ઇન્દ્રવરણાં, ઘિલોડી, કોળું, પંડોળાં, પરવળ વગેરેનો સમાવેશ થાય…

વધુ વાંચો >

કારેલી (Momordica charantia Linn) ના રોગો

કારેલી(Momordica charantia Linn)ના રોગો : વિવિધ જીવાતોથી કારેલીમાં થતા રોગો. Erysiphe cichoracearum DC નામની ફૂગથી, તળછારો Pseudopernospora cubensis (Berk and Curt) Rostow નામની ફૂગથી અને પાનનાં ટપકાંનો રોગ Cercospora Spp નામની ફૂગથી કારેલીમાં થાય છે. ફળ ઉપર છારાનો અને તળછારાનો રોગ જોવા મળતો નથી. પાનનાં ટપકાંના રોગમાં સફેદ ગોળાકાર, ચમકતાં…

વધુ વાંચો >

કાલવ્રણ

કાલવ્રણ : જુવાર, જામફળ, આંબો જેવા પાકોમાં જોવા મળતો રોગ. જે તે પાકના નામ સાથે આ નામને સાંકળી લેવામાં આવે છે. આંબામાં તે કાળિયાના રોગથી પણ જાણીતો છે. આ રોગ Colletotrichum Spp નામની ફૂગથી થાય છે. વધુ વિગતો જે તે પાકના રોગના વર્ણનમાં આપેલી છે. ભીષ્મદેવ કીશાભાઇ પટેલ

વધુ વાંચો >

કાળપગો

કાળપગો (Phytophthora parasitica var. nicotiana) : Breda de Hann, Tucker નામની ફૂગથી વનસ્પતિમાં થતો રોગ. આ રોગને કારણે પાન ઉપર શરૂઆતમાં કાળાં ટપકાં પડે છે. તે મોટાં થઈ થડ તથા મૂળ તરફ પ્રસરે છે. તેથી છોડ ચીમળાઈ જાય છે અને થડ સંકોચાઈને સુકાઈ જાય છે. રોગિષ્ઠ થડ કાપીને તપાસતાં તેમાં…

વધુ વાંચો >

કાળિયો (ચરેરી ચરમી જીરાનો ચરમી)

કાળિયો (ચરેરી, ચરમી, જીરાનો ચરમી) : Alternaria burnsii (Uppal, Patel and Kamat) નામની ફૂગથી થતો રોગ. આ રોગ પાન અને થડ પર તેમજ વ્યાપક પ્રમાણમાં ફૂલ તથા દાણા ઉપર પ્રસરે છે. શરૂઆતમાં આ રોગ સફેદ ડાઘરૂપે દેખાય છે, જે સમય જતાં ભૂખરા રંગનો થઈ જાય છે. આખો છોડ છીંકણી રંગનો…

વધુ વાંચો >

કાળો કોહવારો

કાળો કોહવારો : Xanthomonas campestris (Pammel) Dowson નામના જીવાણુથી થતો રોગ. આ રોગને કારણે પાનની કિનારી પીળી પડી જાય છે અને રોગ V આકારમાં પાનના કેન્દ્ર તરફ આગળ વધે છે. શરૂઆતમાં રોગિષ્ઠ ભાગની નસો બદામી થઈને પાછળથી કાળી પડી જાય છે. પાનમાંથી રોગ પર્ણદંડ અને છેવટે થડમાં પ્રસરી આખા છોડમાં…

વધુ વાંચો >