ભરતસિંહ ગંભીરસિંહ વશી

ડમરો

ડમરો : દ્વિદળી વર્ગમાં આવેલા લૅબિએટી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ocimum basilicum Linn. Sweet Basil; સં. मुञारिकी सुरसा, वरवाळा; હિં. बाबुई तुलसी, गुलाल तुलसी, काली तुलसी, मरुआ; મ. मरवा, सब्जा, ગુ. ડમરો, મરવો; તે. ભૂતુલસી, રુદ્રજડા, વેપુડુપચ્છા; તા. તિરનિરુપચાઈ, કર્પૂરા તુલસી; ક. કામકસ્તૂરી, સજ્જાગીદા; ઊડિયા : ઢલાતુલસી, કપૂરકાન્તિ; કાશ્મીરી…

વધુ વાંચો >

ડોડી

ડોડી : દ્વિદળી વર્ગના એસ્કેલપિયેડેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Leptadenia reticulata Wight & Arn. (સં. જ્હ્રઝ, હિં. ઝહ્રજ્રહ્મ; મ. અને ગુ. ડોડી, નાની ડોડી, ખીર ખોડી, રાઈ ડોડી, વર્ષા ડોડી, શિંગુટી; તે. કલાસા; તા. પલાઈકકોડી) છે. બહુશાખિત આધારની ફરતે વીંટળાઈને આરોહણ કરતી ક્ષુપ-સ્વરૂપ વેલ. હિમાલયના તળેટી વિસ્તાર, પંજાબ,…

વધુ વાંચો >

ડોળ–ડોળી

ડોળ–ડોળી : મહુડાના વૃક્ષનું બીજ, મહુડો દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની વનસ્પતિ છે, જેનું વૈજ્ઞાનિક નામ Madhuca indica J.F. Gmel. છે. મહુડાના માંસલ ફળની અંદર એક અથવા કોઈક વખત બે બીજ હોય છે. મહુડાનું વૃક્ષ 8થી 10 વર્ષનું થાય એટલે ફળ આપવાનું શરૂ કરે છે અને 60 વર્ષ સુધી ફળો…

વધુ વાંચો >

તજ

તજ : વનસ્પતિના દ્વિદળી વર્ગના લોરેસી કુળનું વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Cinnamomum verum Presl syn. C. zeylanicum Blume (સં. त्वकपत्र, હિં. મ. બં. ક. દાલચીની; તા. કન્નાલ-વંગપત્તઈ, કરુવાપત્તે) છે. તેનું વિતરણ એશિયા, ઑસ્ટ્રેલિયા દક્ષિણ અમેરિકા અને પ્રશાંત મહાસાગરના ઉષ્ણથી સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. તેનું વાવેતર મુખ્યત્વે શ્રીલંકા, દક્ષિણ ભારત, બ્રાઝિલ,…

વધુ વાંચો >

તમાલપત્ર

તમાલપત્ર : વનસ્પતિના દ્વિદળી વર્ગમાં આવેલા લોરેસી કુળનું વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ cinnamomum tamala (F. Hamilt) nees & eberm (સં. तमालपत्र, મ. સાંભરપાન, હિં. तेजपात, તા. તલીસપત્તીર, તે. તલીસપત્તી) છે. આ વૃક્ષની છાલ ભારતીય તજ (indian cassia bark) તરીકે ઓળખાય છે. હિમાલયના સમશીતોષણથી ઉષ્ણકટિબંધનું પર્યાવરણ ધરાવતા પ્રદેશમાં 1000થી 2600 મી.ની…

વધુ વાંચો >