બિપીનચંદ્ર મગનલાલ કોન્ટ્રાક્ટર

અભિસંધાન

અભિસંધાન (conditioning) : અમુક ચોક્કસ પર્યાવરણમાં પ્રબલન(reinforcement)ને પરિણામે અમુક ચોક્કસ પ્રતિક્રિયા નિપજાવવાની સંભાવના વધારનારી પ્રક્રિયા સૂચવવા માટે વર્તનલક્ષી વિજ્ઞાનો(behavioural sciences)માં આ શબ્દનો પ્રયોગ થાય છે. આ વિભાવનાનો આધાર પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ(reflexes)ના અભ્યાસ માટેની પ્રાયોગિક પદ્ધતિઓ પર છે. રશિયા, ઇંગ્લૅન્ડ અને અમેરિકાના શરીરશાસ્ત્રીઓએ અભિસંધાનની પ્રક્રિયાઓ, અવલોકન અને વ્યાખ્યાઓના સંદર્ભમાં મહત્ત્વનું પ્રદાન કર્યું…

વધુ વાંચો >

પ્રત્યક્ષીકરણ (perception)

પ્રત્યક્ષીકરણ (perception) : વિવિધ પદાર્થોને જાણવાની – પર્યાવરણથી માહિતગાર થવાની પ્રક્રિયા. આંખ, કાન, નાક, જીભ અને ત્વચા જેવાં જ્ઞાનેન્દ્રિયોરૂપી દ્વારમાં થઈને પર્યાવરણમાંના ઉદ્દીપકો મગજમાં પહોંચે છે. જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતા કોઈ પણ પદાર્થના પ્રાથમિક જ્ઞાનને સંવેદન (sensation) કહે છે. વાસ્તવમાં, સંવેદનનો અલગ અનુભવ થતો નથી; પરંતુ તે પ્રત્યક્ષીકરણની પ્રક્રિયાનો જ અંતર્ગત…

વધુ વાંચો >

પ્રદર્શનવૃત્તિ

પ્રદર્શનવૃત્તિ : એક પ્રકારની જાતીય વિકૃતિ. જાતીય ઉત્તેજના પ્રાપ્ત કરવા માટે બિનરાજી કે અસંમત પ્રેક્ષક સમક્ષ પોતાનાં જનનાંગો ખુલ્લાં કરવા લાગે છે. આવાં પ્રદર્શન દરમિયાન પ્રદર્શક મોટેભાગે હસ્તમૈથુન પણ કરે છે અને સામાન્ય રીતે પ્રદર્શન બાદ થોડા સમયમાં જ ત્યાંથી પલાયન થઈ જાય છે. પ્રદર્શનનું આ કાર્ય પોતે જ સામાન્ય…

વધુ વાંચો >

ફેકનર ગુસ્તાવ થિયૉડૉર

ફેકનર, ગુસ્તાવ થિયૉડૉર (જ. 1801; અ. 1887) : જર્મન વૈજ્ઞાનિક અને દર્શનશાસ્ત્રી. ફેકનરે મનોભૌતિક પદ્ધતિઓના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો. મનોભૌતિકશાસ્ત્રના મુખ્ય સ્થાપક તરીકે તેનું નામ હંમેશાં રહેશે. મનોભૌતિકશાસ્ત્ર પ્રાયોગિક મનોવિજ્ઞાનની સર્વપ્રથમ શાખા છે, જે ભૌતિક ઉદ્દીપક અને એના સાંવેદનિક અનુભવ વચ્ચેના સંબંધનું સ્વરૂપ જાણવાનો અને એ સંબંધને નિયમ રૂપે રજૂ…

વધુ વાંચો >