બાગ-બગીચા
અરડૂસો
અરડૂસો (અરલવો, મોટો અરડૂસો) : દ્વિદળી વર્ગના સીમારાઉબેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ailanthus excelsa Roxb (સં. महानिम्ब, आरलु, महावृक्ष; હિં. महानिम्ब; મ. મહારૂખ; અં. એઇલેન્ટો) છે. મહાકાય, ખૂબ ઝડપથી વધનારું, અત્યંત ઓછી કાળજી માગી લેતું, વિશાળ છાયાવાળું વૃક્ષ. 10થી 15 મી. ઊંચાઈ. થડ અને ડાળીઓનો રંગ ફિક્કો પીળો,…
વધુ વાંચો >અર્જુન (2)
અર્જુન (2) : દ્વિદળી વર્ગના કૉમ્બ્રીટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Terminalia arjuna (Roxb.) W. & A. (સં. अर्जुन; હિં. – अर्जुना; મ. અર્જુન સાદડા, બંર્જુનગાછ; ગુ. અર્જુન, અર્જુન સાજડ) છે. T. tomentosa W & A syn. T. alata Heyne ex. Roth. નો પણ આર્યભિષક્માં ‘અર્જુન સાજડ’ કે ‘અર્જુન’…
વધુ વાંચો >અશોક
અશોક : દ્વિદળી વર્ગના ફેબેસી કુળમાં આવેલા ઉપકુળ સિઝાલ્પિની ઑઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Saraca indica L. (સં. अशोक, गतशोक; હિં. अशोका; અં. અશોક ટ્રી) છે. કાયમ લીલુંછમ રહેતું, 5-7 મી. ઊંચું, ઘેરી ઘઉંવર્ણી છાલવાળું વૃક્ષ. 15-3૦ સેમી. લાંબાં, સંયુક્તરતાશ પડતાં પર્ણ. સામસામી, નીચે નમી પડતી (ઢળતી), 4-6 જોડવાળી…
વધુ વાંચો >આર્કટૉટિસ
આર્કટૉટિસ : લૅટિન Arctotis grandis L. કુળ Asteraceae (Compositae). સહસભ્યો : સૂરજમુખી, ગુલદાઉદી, ડેહલિયા, ભાંગરો વગેરે. એક કે દ્વિવર્ષાયુ, નાનો 40-60 સેમી. સુધી પથરાતો 50 સેમી. સુધી ઊંચો વધતો શિયાળુ મોસમી ફૂલછોડ. લાંબી ડાળીઓમાંથી ભૂરાશ પડતાં સફેદ પુષ્પો (જર્બેરા જેવાં) લટકતાં રહે છે. તેની પાંખડીઓ નીચે જોડાયેલી અને ઉપરથી છૂટી…
વધુ વાંચો >આલ્ટરનેન્થેરા
આલ્ટરનેન્થેરા (Alternanthera) : જુઓ જળજાંબવો.
વધુ વાંચો >આલ્થિયા
આલ્થિયા : જુઓ ગુલખેરૂ
વધુ વાંચો >ઇકેબાના
ઇકેબાના (Ikebana) : જીવંત પુષ્પો ગોઠવવાની વિશિષ્ટ પ્રકારની કળા. આ શબ્દ મૂળ જાપાની ભાષાનો છે, આ ગોઠવણીમાં પુષ્પો કે પુષ્પગુચ્છોના ત્રણ સ્પષ્ટ સ્તર પ્રયોજવામાં આવે છે : સૌથી ઉપરનો સ્તર સ્વર્ગનો, વચલો સ્તર પૃથ્વીનો અને નીચલો સ્તર નરકનો સૂચક ગણાય છે. એ સ્તરોની ગોઠવણીમાં એક બાજુ સ્વર્ગ, તેની પછી પૃથ્વી…
વધુ વાંચો >ઉદ્યાન
ઉદ્યાન (park) : કુદરતી સૌંદર્યને માણવા માટે તૈયાર કરવામાં આવેલો ભૂમિવિસ્તાર. તે માટે માનવી અનાદિકાળથી પ્રયત્ન કરી રહ્યો છે. ગામ અને નગરો વસ્યાં ન હતાં ત્યાં સુધી તો તેને પ્રકૃતિસૌંદર્ય સહજ જ પ્રાપ્ય હતું, પરંતુ ગામ અને નગરોની પ્રસ્થાપનાથી નૈસર્ગિક સૌંદર્ય તેનાથી દૂર સરકતું ગયું. તેથી માનવીએ કુદરતી સૌંદર્યના ઉપભોગ…
વધુ વાંચો >ઉદ્યાનવિદ્યા
ઉદ્યાનવિદ્યા (gardening) વનસ્પતિઓના સંવાદી (harmonious) સમૂહન(grouping)ની કે તેમની આનંદદાયક ગોઠવણીની કલા તેમજ તેમના ઉછેર અને સંતોષજનક વૃદ્ધિ સાથે સંકળાયેલી પદ્ધતિઓનું વિજ્ઞાન. ઉદ્યાનવિદ્યા ઉદ્યાનકૃષિ (horticulture : આ લૅટિન શબ્દ hortus, garden અને colere, to cultivate પરથી ઊતરી આવ્યો છે.) સાથે ગાઢ રીતે સંબંધિત છે. ઉદ્યાનકૃષિ, શાકભાજી, ફળ અને શોભન-વનસ્પતિઓ (ornamentals) જેવા…
વધુ વાંચો >એક્ઝોરા
એક્ઝોરા : તે કુળ Rubiaceaeની એક પ્રજાતિ (genus) છે. આ છોડની ઘણી રંગબેરંગી જાતો બગીચામાં વવાય છે. તે બહુવર્ષાયુ છોડ છે. સામસામાં આંતરદંડીય (interpetiolar) ઉપપત્રોવાળાં પર્ણો, ઝૂમખાંમાં ફૂલો અને અધ:સ્થ બીજાશયની ટોચે બિંબ ધરાવે છે. તેની બગીચામાં વવાતી કેટલીક જાતો નીચે પ્રમાણે છે : (1) પીળા રંગવાળાં પુષ્પો I. lutea…
વધુ વાંચો >