બળદેવભાઈ પટેલ

અકોષકેન્દ્રી

અકોષકેન્દ્રી (Akaryota) : સજીવ અને નિર્જીવ પદાર્થોને જોડતાં અતિસૂક્ષ્મ સ્વરૂપો. આ સ્વરૂપોને વાઇરસ તરીકે ઓળખવામાં આવે છે. તે ત્રણ મહત્ત્વનાં લક્ષણો ધરાવે છે : (1) તેનો કેન્દ્રભાગ (core) ન્યૂક્લીઇક ઍસિડ(DNA અથવા RNA)નો બનેલો હોય છે. આ ન્યૂક્લિઇક ઍસિડની ફરતે પ્રોટીનનું બનેલું રક્ષણાત્મક કવચ (capsid) આવેલું હોય છે. કેટલીક વાર આ…

વધુ વાંચો >

અજન્યુતા (Apogamy)

અજન્યુતા (Apogamy) : વાહકપેશીધારી વનસ્પતિઓના સામાન્ય જીવનચક્રમાં બે અવસ્થાઓ એકાંતરે ગોઠવાયેલી હોય છે : (1) દ્વિગુણિત (diploid) બીજાણુજનક (sporophyte) અને (2) એકગુણિત (haploid) જન્યુજનક (gametophyte). આ બંને અવસ્થાઓ તેમના જીવનચક્રમાં નિયમિતપણે એકાંતરણ કરે છે. આ એકાંતરણ બે મહત્ત્વની ક્રિયાઓ દ્વારા થાય છે : (1) ફલન (fertilization) અને (2) અર્ધીકરણ અથવા અર્ધસૂત્રીભાજન…

વધુ વાંચો >

અનાવૃત બીજધારી વનસ્પતિઓ

અનાવૃત બીજધારી વનસ્પતિઓ (Gymnosperms)  તે બીજધારી (Spermatophya) વનસ્પતિઓનો એક વિભાગ છે; જેનાં બીજ ખુલ્લાં હોય છે, બીજાશયના પોલાણમાં હોતાં નથી. ‘Gymnosperm’ બે ગ્રીક શબ્દનો બનેલો સંયુક્ત શબ્દ છે. Gymno-naked; sperma-seed તેનાથી વિરુદ્ધ આવૃતબીજધારી (Angiosperm)માં બીજ બીજાશયના પોલાણમાં હોવાથી આવરિત હોય છે. આ વિભાગની જીવંત વનસ્પતિઓને ચાર વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવી…

વધુ વાંચો >

અનુકરણ (પ્રાણીશાસ્ત્ર)

અનુકરણ (પ્રાણીશાસ્ત્ર) (mimicry) : બધા સજીવો ચોક્કસ રંગ, ભાત (pattern) અને આકાર ધરાવે છે, જે તેમનું અસ્તિત્વ જાળવવામાં મદદ કરે છે. તેઓ જીવન ટકાવી રાખવા અન્ય પ્રાણી કે વનસ્પતિની નકલ કરે છે. તેને અનુકરણ કહે છે. જોકે અસામાન્ય કે અશક્ય જણાતી ક્રિયાઓનું અનુકરણ મનુષ્ય અને ચિમ્પાન્ઝી જેવાં સસ્તનો પૂરતું જ મર્યાદિત…

વધુ વાંચો >

અનુચલન (Tactic movement)

અનુચલન (Tactic movement) :  બાહ્ય પરિબળો જેવાં કે પ્રકાશ, તાપમાન કે રાસાયણિક પદાર્થને લીધે નિશ્ચિત દિશામાં સમગ્ર વનસ્પતિ કે વનસ્પતિ અંગોનું થતું પ્રચલનરૂપ હલનચલન. બાહ્ય પરિબળોને આધારે અનુચલનના પ્રકારો આ પ્રમાણે છે : પ્રકાશાનુચલન (phototaxis) : એક દિશામાંથી આવતા પ્રકાશની પ્રતિક્રિયા સ્વરૂપે કશાધારી કે કેશતંતુમય વનસ્પતિઓ, ચલબીજાણુઓ કે જન્યુકોષો દ્વારા…

વધુ વાંચો >

અર્ધીકરણ (અર્ધસૂત્રણ અર્ધસૂત્રી વિભાજન)

અર્ધીકરણ (અર્ધસૂત્રણ, અર્ધસૂત્રી વિભાજન (meiosis) કોષવિભાજનનો એક પ્રકાર. આ પ્રકારના વિભાજનથી માતૃકોષ કરતાં નવજાત કોષમાં રંગસૂત્રોની સંખ્યા અર્ધી થાય છે. તે પ્રાણીઓમાં જન્યુકોષોના નિર્માણ સમયે થાય છે. તેને જન્યુક અર્ધીકરણ (gametic meiosis) કહે છે. શુક્રકોષજનન (spermatogenesis) દરમિયાન પ્રાથમિક-પૂર્વશુક્રકોષ(primary spermatocyte)નું અને અંડકોષજનન દરમિયાન પ્રાથમિક પૂર્વ અંડકોષ(primary oocyte)નું અર્ધીકરણ થાય છે. લીલ…

વધુ વાંચો >

અંગારિયો

અંગારિયો (Smut) : યુસ્ટિલેજિનેલ્સ ગોત્રની ફૂગ દ્વારા લાગુ પડતો એક પ્રકારનો રોગ. આ રોગથી યજમાન વનસ્પતિ પર કાળા મેશ જેવા બીજાણુઓનો જથ્થો ઉત્પન્ન થાય છે, જે ભૂકી સ્વરૂપે જોવા મળે છે તેથી તેને અંગ્રેજીમાં ‘સ્મટ’ (મેશ) કહે છે. ગેરુ-ફૂગ(rust fungi)ની જેમ આ ફૂગ ધાન્યો અને ઘાસની ઘણી જાતિઓને ચેપ લગાડે…

વધુ વાંચો >

અંત:કોષરસજાળ

અંત:કોષરસજાળ (endoplasmic reticulatum) : સુકોષકેન્દ્રી (eukaryotic) કોષના કોષરસમાં વિસ્તૃત અને આંતરસંબંધિત (interconnected) પટલતંત્ર (membrane system) રચતી અંગિકા. તે બધા જ પ્રાણીકોષો અને વનસ્પતિકોષોમાં જોવા મળે છે. આદિકોષકેન્દ્રી (prokayota), પરિપક્વ રક્તકણો, અંડકોષ કે યુગ્મનજ(zygote)માં તેનો અભાવ હોય છે. આદિશુક્રકોષમાં તે રસધાની સ્વરૂપે વિકાસ પામેલી રચના છે. સંયુક્ત સૂક્ષ્મદર્શકયંત્ર હેઠળ કોષરસમાં જોવા…

વધુ વાંચો >

અંત:શોષણ

અંત:શોષણ (imbibition) : વનસ્પતિઓમાં થતા પાણીના પ્રસરણનો વિશિષ્ટ પ્રકાર. આ પ્રક્રિયા દરમિયાન અધિશોષક(adsorbent)ની હાજરીમાં પાણીનું ચોખ્ખું વહન પ્રસરણ-પ્રવણતા (diffusion gradient)ની દિશામાં થાય છે. જો શુષ્ક વનસ્પતિ-દ્રવ્ય પાણીમાં મૂકવામાં આવે તો તે પુષ્કળ પ્રમાણમાં ફૂલે છે; દા.ત., લાકડાંનાં બારી-બારણાં ચોમાસામાં ફૂલી જાય છે. શુષ્ક લાકડું એક સારા અધિશોષક તરીકે વર્તે છે.…

વધુ વાંચો >

અંબાડી

અંબાડી : દ્વિદળી વર્ગના માલ્વેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Hibiscus cannabinus Linn. (હિં. अंबोकी, अंबोष्ठि; મ. અંબાડી, અંબાડા; ગુ. અંબાડી; અં. Deccan hemp, Ambari hemp, Kenaf, Bimli Jute) છે. ગુજરાતમાં તેની 15 જેટલી જાતો થાય છે. કપાસ, ખપાટ અને ભીંડી તેનાં સહસભ્યો છે. તે એકવર્ષાયુ ઝીણા કાંટાવાળી 2.5થી…

વધુ વાંચો >