બદરીપ્રસાદ ભટ્ટ

રૉયલ કમિશન ઑન ઇન્ડિયન કરન્સી ઍન્ડ ફાઇનાન્સ

રૉયલ કમિશન ઑન ઇન્ડિયન કરન્સી ઍન્ડ ફાઇનાન્સ : ભારતની ચલણવ્યવસ્થા તેમજ વિદેશી હૂંડિયામણની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ભારતના અંગ્રેજ શાસકો દ્વારા 1925માં નીમવામાં આવેલું પંચ. જુલાઈ 1926માં તેણે પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો. હિલ્ટન યંગ એના અધ્યક્ષ હતા. આથી જ તેનો રિપૉર્ટ પણ હિલ્ટન યંગ કમિશન રિપૉર્ટ તરીકે જાણીતો છે.…

વધુ વાંચો >

રૉયલ કમિશન ઑન ઍગ્રિકલ્ચર

રૉયલ કમિશન ઑન ઍગ્રિકલ્ચર : અંગ્રેજોના શાસન નીચેના ભારતીય વિસ્તારોમાં ખેતી અને ગ્રામીણ અર્થતંત્રની પ્રવર્તમાન સ્થિતિ તપાસી તે અંગેનો હેવાલ આપવા 1926માં નીમવામાં આવેલું પંચ. ભારતમાં સરકારની કૃષિનીતિના વિકાસમાં સીમાચિહનરૂપ આ કમિશનના અધ્યક્ષપદે માર્કવિસ ઑવ્ લિનલિથગો હતા. તેમાં અન્ય નવ સભ્યો હતા. કૃષિસુધારણા, ગ્રામીણ પ્રજાની સુખાકારી ને સમૃદ્ધિ માટે યોગ્ય…

વધુ વાંચો >

રૉયલ કમિશન ઑન લેબર

રૉયલ કમિશન ઑન લેબર : બ્રિટિશ ભારતમાં ઔદ્યોગિક એકમો અને બગીચા-ઉદ્યોગમાં કામ કરતા મજૂરોની પ્રવર્તમાન પરિસ્થિતિ વિશે તપાસ કરી ભલામણો કરવા માટે 1929માં રચવામાં આવેલું પંચ. જે. એચ. વ્હિટલી (Whitley) તેના અધ્યક્ષ (chairman) હતા. તેઓ ઇંગ્લૅન્ડની આમ સભાના માજી સ્પીકર હતા. પંચમાં અન્ય 11 સભ્યો હતા. કમિશને માર્ચ 1931માં પોતાનો…

વધુ વાંચો >

વિક્રયપાત્ર અધિશેષ

વિક્રયપાત્ર અધિશેષ : કોઈ પણ વસ્તુના કુલ ઉત્પાદનમાંથી અંગત કે પરિવારના વપરાશ માટે આરક્ષિત કર્યા પછી બજારમાં વેચાણ માટે મૂકવામાં આવતો વધારાનો જથ્થો અથવા  વિક્રય થતો અધિશેષ. વિનિમયપ્રધાન વિકસિત અર્થતંત્રમાં માણસ, પ્રદેશ કે દેશ પોતે અન્યના મુકાબલે અધિક અનુકૂળતા ધરાવતો હોય તે ચીજ કે સેવા પેદા કરે છે, બજારમાં તે…

વધુ વાંચો >

વિશ્વબૅંક

વિશ્વબૅંક : યુદ્ધોત્તર વિશ્વના વિકસતા દેશોને આર્થિક સહાય પૂરી પાડી તેમના ઝડપી વિકાસમાં મદદરૂપ થવા તથા આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન આપવા સ્થપાયેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા. યુદ્ધ પછીના આંતરરાષ્ટ્રીય આર્થિક પ્રશ્નોની વિચારણા માટે રાષ્ટ્રસંઘના આશ્રયે 44 દેશોના પ્રતિનિધિઓની પરિષદ 1944માં બ્રેટનવુડ્ઝ ખાતે યોજાઈ હતી. તેના ફલ સ્વરૂપે આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (International Monetary Fund ટૂંકમાં…

વધુ વાંચો >

વેપારની શરતો (Terms of Trade)

વેપારની શરતો (Terms of Trade) : દેશમાંથી નિકાસ થતી ચીજોના ભાવાંકનો, દેશમાં આયાત થતી ચીજોના ભાવાંક સાથેનો ગુણોત્તર. એને એક સાદા સૂત્રરૂપે મૂકીને આ રીતે સમજી શકાય : આ સૂત્રમાં Px1 જે તે વર્ષની નિકાસોનો ભાવાંક અને Pm1 જે તે વર્ષની આયાતોનો ભાવાંક દર્શાવે છે. ભાવોના સૂચક આંકનો ઉપયોગ કરવામાં…

વધુ વાંચો >

સંકલિત ગ્રામવિકાસ યોજના

સંકલિત ગ્રામવિકાસ યોજના : ગ્રામીણ ગરીબોની આવકવૃદ્ધિ માટેનો એક કાર્યક્રમ. સ્વાતંત્ર્ય પછી પંચવર્ષીય યોજનાઓને કારણે એકંદર વિકાસનો દર વધ્યો છે, પરંતુ ગરીબમાં ગરીબ વર્ગો સુધી એના લાભ પહોંચ્યા નથી. આ ગરીબ પ્રજાનો મોટો ભાગ ગામડાંઓમાં વસે છે. આ ગ્રામીણ ગરીબોની આવક સુધારવા માટે સમગ્રલક્ષી વિકાસ યોજના ઉપરાંત બીજા બે પ્રકારના…

વધુ વાંચો >

સંકલિત ગ્રામીણ વિકાસ

સંકલિત ગ્રામીણ વિકાસ :  વિકાસશીલ દેશોમાં ગ્રામીણ ગરીબોની આર્થિક સ્થિતિ સુધારવાના ઉદ્દેશથી સંકલિત કાર્યક્રમો દ્વારા ગ્રામીણ વિકાસ સાધવા માટેના પ્રયાસો. સરકાર આર્થિક વિકાસ કે ગ્રામીણ આર્થિક વિકાસ અંગેની પોતાની નીતિનો પોતાનાં અલગ અલગ ખાતાંઓ મારફતે પ્રયાસ કરે છે. સરકારની કામ કરવાની આ પરંપરાગત પદ્ધતિ છે. આ ખાતાવાર કે વિભાગવાર કે…

વધુ વાંચો >

હિંદ મઝદૂર સભા (H.M.S.)

હિંદ મઝદૂર સભા (H.M.S.) : ભારતમાં મૂળ પ્રજા સમાજવાદી પક્ષના હસ્તકનું મજૂર મંડળ. તેના પર સમાજવાદી વિચારસરણી ધરાવતા નેતાઓનું વર્ચસ્ છે. ઇંગ્લૅન્ડમાં મજૂરોએ તેમનાં મંડળોએ પોતાનું વ્યાપક હિત સાધવા લેબર પાર્ટીની રચના કરી હતી. ભારતમાં આથી ઊલટું બન્યું છે. રાજકીય પક્ષોએ વગનો પાયો વિસ્તારવા મજૂર સંગઠન રચ્યાં છે. પરિણામે મજૂરસંઘોનું…

વધુ વાંચો >