ફાલ્ગુની પરીખ

અસમ

અસમ ભારતના ઈશાન ખૂણે આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : 240 થી 280 ઉ. અ. તેમજ 900 રેખાંશથી 960 પૂર્વ રેખાંશ. અસમનો પ્રદેશ હિમાલય તથા પતકોઈનાં ઉત્તુંગ શિખરોની ખીણમાં આવેલો છે. તેનું કુલ ક્ષેત્રફળ 78,438 ચો.કિમી. છે. પૂર્વ હિમાલય તથા બાંગલાદેશ વચ્ચેની એક સાંકડી ભૂમિપટ્ટી અસમને ભારત સાથે જોડે છે. અસમની પૂર્વે નાગાલૅન્ડ તથા મણિપુર…

વધુ વાંચો >

બ્રહ્મોસમાજ

બ્રહ્મોસમાજ : ઓગણીસમી સદીમાં સામાજિક અને ધાર્મિક સુધારણાના ભાગ રૂપે સ્થપાયેલી સંસ્થા. તેની સ્થાપના ઓગણીસમી સદીમાં સમાજસુધારા આંદોલનના પિતા ગણાતા રાજા રામમોહનરાયે કરી હતી. તે સમયના ભારતનું ધાર્મિક અને સામાજિક જીવન અનેક કુરિવાજોથી ગ્રસ્ત હતું. ધર્મના ક્ષેત્રે વેદો અને ઉપનિષદોના કાળની ચિંતનની પરંપરાઓ ભુલાઈ ગઈ હતી. કુરિવાજો અને કર્મકાંડો સામાન્ય…

વધુ વાંચો >

શશાંક

શશાંક (અ. ઈ.સ. 619 પછી) : બંગાળના ગૌડ પ્રદેશનો પ્રતાપી રાજા. પ્રાચીન સમયમાં ઉત્તર અને પશ્ચિમ બંગાળ ગૌડ તરીકે ઓળખાતું. ગુપ્તોના પતન બાદ, છઠ્ઠી સદીનાં છેલ્લાં વર્ષોમાં શશાંકે ગૌડ પ્રદેશમાં શક્તિશાળી સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. છઠ્ઠી સદીના અંતભાગમાં ગૌડમાં શશાંકનું શાસન હોવાના પુરાવા મળ્યા છે. તેનાં કુળ, શરૂની કારકિર્દી વગેરે…

વધુ વાંચો >

શાતકર્ણિ 1લો

શાતકર્ણિ 1લો (ઈ. સ. પ્રથમ સદી) : શાતવાહન વંશનો રાજા અને કૃષ્ણનો પુત્ર. સાતવાહનોની ઓળખ વિશે ઇતિહાસકારોમાં જુદા જુદા મત પ્રચલિત છે. પુરાણોમાં સાતવાહનોનો ઉલ્લેખ આંધ્રભૃત્ય કે આંધ્ર તરીકે કરવામાં આવ્યો છે. પ્રાચીન સાહિત્યમાં તે શાલિવાહનના નામે જાણીતા છે. સાતવાહનો કૃષ્ણા અને ગોદાવરી નદીઓના તળેટીના પ્રદેશમાં વસતા હતા. પુરાણોમાં આ…

વધુ વાંચો >

શાતકર્ણિ 2જો

શાતકર્ણિ 2જો : આંધ્રના સાતવાહન વંશનો છઠ્ઠો રાજા. હાથીગુફા અને ભીલસાના અભિલેખોમાં તેનો ઉલ્લેખ મળે છે. પુરાણોમાં જણાવ્યા પ્રમાણે તેના શાસનનો સમય સૌથી લાંબો – 56 વર્ષનો હતો. પશ્ચિમ ભારતમાંથી તેના પુષ્કળ સિક્કા મળ્યા છે. કેટલાક વિદ્વાનોના મતાનુસાર તેણે પૂર્વ માળવા જીત્યું હતું. મત્સ્યપુરાણની વંશાવળી મુજબ તેના પછી લંબોદર, આપિલક,…

વધુ વાંચો >