પ્રેમલ ઠાકોર
કુશિંગનું સંલક્ષણ
કુશિંગનું સંલક્ષણ (Cushing’s syndrome) : અધિવૃક્ક ગ્રંથિના બાહ્યક(adrenal cortex)ના કોર્ટિસોલ નામના અંત:સ્રાવના વધેલા ઉત્પાદનથી થતો વિકાર. અધિવૃક્ક ગ્રંથિના બાહ્યકના મુખ્ય 3 અંત:સ્રાવો છે : કોર્ટિસોલ, આલ્ડોસ્ટીરોન અને પુંકારી અંત:સ્રાવ (androgen). જો આલ્ડોસ્ટીરોનનું ઉત્પાદન વધે તો તેને અતિઆલ્ડોસ્ટીરોનતા (hyper-aldosteronism) કહે છે. જો પુંકારી અંત:સ્રાવનું ઉત્પાદન વધે તો સ્ત્રીઓમાં પુરુષોનાં કેટલાંક લક્ષણો…
વધુ વાંચો >નરજાતીય અંત:સ્રાવો (androgens)
નરજાતીય અંત:સ્રાવો (androgens) : પુરુષની વિશિષ્ટ શારીરિક અને લૈંગિક વૃદ્ધિ અને વિકાસ કરવા તથા જાળવી રાખવા માટે શરીરમાં બનતા અંત:સ્રાવો (hormones). તે શુક્રપિંડ અથવા વૃષણ(testicles)માં બને છે અને તેમાંથી સીધા લોહીમાં પ્રવેશીને શરીરનાં વિવિધ અંગોના કાર્યને અસર કરે છે. સામાન્ય શુક્રપિંડ 3.5થી 5.5 સેમી. લાંબો અને 2થી 3 સેમી. પહોળો…
વધુ વાંચો >નરસ્તનવૃદ્ધિ (gynaecomastia)
નરસ્તનવૃદ્ધિ (gynaecomastia) : પુરુષનું સ્તન મોટું થવું તે. સામાન્ય રીતે તેમાં પુરુષોના સ્તનની ગ્રંથિઓ મોટી થયેલી હોય છે. જો તે ઝડપથી થાય તો તેમાં દુખાવો થાય છે તથા તેને અડવાથી દુખે છે. જાડા છોકરાઓ તથા મોટી ઉંમરના પુરુષોમાં ઘણી વખતે ચરબી જામવાથી પણ નરસ્તનવૃદ્ધિ થયેલી લાગે છે. ડીંટડીના પરિવેશ(areola)ને આંગળીઓ…
વધુ વાંચો >નારીનરકેશિતા (hirsutism)
નારીનરકેશિતા (hirsutism) : સ્ત્રીના શરીર પર પુરુષોની માફક વ્યાપક વિસ્તારમાં અને વધુ પ્રમાણમાં ઊગતા વાળવાળો વિકાર. વ્યક્તિના શરીર પર 2 પ્રકારના વાળ હોય છે : રુવાંટી અથવા રોમ (vellus) અને પુખ્ત કેશ (terminal hair). રોમ ઝીણું અને રંગ વગરનું હોય છે અને તે બાળકોમાં જોવા મળે છે. કેશ જાડા (coarser)…
વધુ વાંચો >નારી-લૈંગિક અંત:સ્રાવો (female sex hormones)
નારી-લૈંગિક અંત:સ્રાવો (female sex hormones) : સ્ત્રીઓના લૈંગિક વિકાસ, જાળવણી અને નિયંત્રણ માટે કાર્યરત અંત:સ્રાવો. સ્ત્રીઓના અંડપિંડમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટિન જૂથના અંત:સ્રાવોનું નિયંત્રિત અને ચક્રીય (cyclic) રીતે ઉત્પાદન થાય છે. ઇસ્ટ્રોજન જૂથનો પ્રમુખ અંત:સ્રાવ ઇસ્ટ્રેડિઓલ છે અને પ્રમુખ પ્રોજેસ્ટિનને પ્રોજેસ્ટિરોન કહે છે. સગર્ભાવસ્થા સમયે નિતંબના હાડકાંના સાંધા ઢીલા કરવા માટે…
વધુ વાંચો >પયધારણ (lactation)
પયધારણ (lactation) : નવા જન્મેલા શિશુના આહાર માટે માતામાં થતી દૂધ-ઉત્પત્તિની પ્રક્રિયા. યૌવનારંભ(puberty)ના સમયે સ્ત્રીના સ્તનનો વિકાસ થાય છે. ત્યારબાદ દરેક ઋતુસ્રાવચક્રમાં ઇસ્ટ્રોજન નામના સ્ત્રીઓના એક અંત:સ્રાવ(hormone)ની અસરમાં તેની પયજનક ગ્રંથિઓ (mammary glands) વૃદ્ધિ પામે છે. તે સાથે સ્તનમાં ચરબી પણ જમા થાય છે; પરંતુ તેમની ખરી વૃદ્ધિ અને વિકાસ…
વધુ વાંચો >પરાગલગ્રંથિ (parathyroid gland)
પરાગલગ્રંથિ (parathyroid gland) : શરીરમાં કૅલ્શિયમનું નિયમન કરતી અંત:સ્રાવી (endocrine) ગ્રંથિઓ. કુલ 120 ગ્રામની 4 પરાગલગ્રંથિઓ ડોકમાં ગલગ્રંથિ(thyroid gland)ની પાછળ આવેલી છે. 5 % વ્યક્તિઓમાં 4થી વધુ ગ્રંથિઓ હોય છે. બે બાજુ બે બે એમ 4 ગ્રંથિઓમાંથી ઉપલી ગ્રંથિઓ ગર્ભની ચોથી ચૂઈલક્ષી પુટલિકા(branchial pouch)માંથી ઉદ્ભવે છે અને તે ગલગ્રંથિના ખંડની…
વધુ વાંચો >યૌવનારંભ (puberty)
યૌવનારંભ (puberty) : પુખ્ત વયના લૈંગિક (જાતીય) જીવનનો પ્રારંભ. સ્ત્રીઓમાં ઋતુસ્રાવ થવો શરૂ થાય તેને ઋતુસ્રાવારંભ (menarche) કહે છે. યૌવનારંભ પુરુષ અને સ્ત્રી બંનેને થાય છે. સામાન્ય રીતે 8 વર્ષની વયથી મગજના નીચલા ભાગમાં આવેલી પીયૂષિકાગ્રંથિ(pituitary gland)માં જનનાંડપોષી અંત:સ્રાવ(gonadotrophic hormone)નું ઉત્પાદન વધવા માંડે છે અને તેથી 11થી 16 વર્ષના ગાળામાં…
વધુ વાંચો >