પ્રાગજીભાઈ ભાંભી
અનુનય
અનુનય (1978) : ગુજરાતી કવિ જયંત પાઠકનો રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કાવ્યસંગ્રહ. સંગ્રહનાં ચોસઠ કાવ્યો પૈકી મોટાભાગનાંનો રચનાકાળ 1974-1977 દરમિયાનનો છે. ગીત, ગઝલ, સૉનેટ ઉપરાંત માત્રામેળ અને સંસ્કૃત વૃત્તોમાં તથા ગદ્યલયમાં આલેખેલાં બીજાં કાવ્યોમાં કવિએ પ્રકૃતિસૌંદર્ય, વતનપ્રેમ, ગ્રામજીવન, કુટુંબભાવો અને યુગસંદર્ભમાં માનવીનાં વિષાદ, વેદના આદિ વિષયોનાં સંવેદનો આલેખ્યાં છે.…
વધુ વાંચો >અંજલિકાવ્ય
અંજલિકાવ્ય : સ્વજન કે અન્ય પ્રેમાદરપાત્ર જીવિત કે મૃત વ્યક્તિનું તેનાં સદગુણો-સત્કાર્યો અને મહિમાની ભાવપૂર્વક પ્રશસ્તિ ગાતું વ્યક્તિછબીવાળું કાવ્ય. સ્થળ કે પ્રદેશવિશેષની ગુણપ્રશસ્તિવાળું કાવ્ય (ઉદાહરણાર્થ- ખબરદારનું ‘ગુણવંતી ગુજરાત’) પણ તેમાં આવે. કરુણપ્રશસ્તિ કાવ્યો (એલિજી) કેટલીક રીતે અંજલિકાવ્યો નાં લક્ષણો પણ દાખવે છે. એ સિવાયનાં પણ અંજલિકાવ્યો હોય છે; જેમ કે…
વધુ વાંચો >પ્રતિકાવ્ય
પ્રતિકાવ્ય : અંગ્રેજી શબ્દ ‘પૅરડી’ પરથી ગુજરાતીમાં પ્રતિકાવ્ય સંજ્ઞા આવી છે. મૂળમાં તો ‘પૅરડી’ એટલે એવી વાણી, લેખન કે સંગીત જેમાં તેના કર્તા કે સંગીતકારની શૈલીનું રમૂજી અને અતિશયોક્તિયુક્ત રીતે અનુકરણ કરવામાં આવેલું હોય. એ હાસ્યપ્રેરક અથવા વિડંબનારૂપ અનુકરણ હોય. આમ ‘પૅરડી’ હાસ્યાત્મક (comic) અથવા ગંભીર (critical) હોઈ શકે. ગુજરાતીમાં…
વધુ વાંચો >પ્રબન્ધ (સાહિત્ય)
પ્રબન્ધ (સાહિત્ય) : ઐતિહાસિક, ચરિત્રાત્મક વસ્તુવાળું આખ્યાન-પદ્ધતિનું કથાત્મક ને વર્ણનાત્મક પદ્યસ્વરૂપ. ઐતિહાસિક વીરકાવ્ય તરીકેય તે ઓળખાય છે. ‘ચતુર્વિંશતિપ્રબન્ધ’ જેવા મધ્યકાળના સંસ્કૃત પ્રબન્ધોનું વસ્તુ પણ ઐતિહાસિક છે. સામાન્ય રીતે ઐતિહાસિક કે ધાર્મિક વીર પુરુષના ચરિત્રની આસપાસ પાત્રો, પ્રસંગો યોજી પ્રબન્ધમાં તેના ચરિત્રને ઉપસાવવામાં આવે છે. બહુધા માત્રામેળ છંદોના વાહન દ્વારા, ક્યારેક…
વધુ વાંચો >ફટાણાં
ફટાણાં : લગ્નગીતોનો એક પ્રકાર. લગ્ન-પ્રસંગે ગવાતાં લોકગીતો તે લગ્નગીતો. ફટાણાં તેનો એક પ્રકાર હોઈ લોકસાહિત્યનો ગીતપ્રકાર છે. ‘ફટ્’ પરથી ‘ફટાણું’ શબ્દ આવ્યો છે. સામા પક્ષને બે ઘડી ‘ફટ્’ કહેવા, ફિટકાર આપવા ગવાતું ગાણું કે ગીત તે ફટાણું. વ્યવહારમાં તો ફટાણું એટલે ગાળનું ગાણું. રાજસ્થાનમાં પણ ફટાણાં ‘શાદી-બ્યાહ કી ગાલિયાં’…
વધુ વાંચો >ફૉર્બ્સ, ઍલેક્ઝાન્ડર કિન્લૉક
ફૉર્બ્સ, ઍલેક્ઝાન્ડર કિન્લૉક (જ. 7 જુલાઈ 1821, લંડન; અ. 31 ઑગસ્ટ 1865, પુણે) : સાહિત્ય-સંસ્કૃતિપ્રેમી, ઇતિહાસવિદ્, ગુજરાત-વત્સલ અંગ્રેજ અમલદાર. સ્થપતિ થવા માટે બ્રિટિશ કલાવિદ જ્યૉર્જ બાસ્સેવિની પાસે શિલ્પ-સ્થાપત્યનો અભ્યાસ કર્યો. સંજોગોવશાત્ હિંદી સનદી સેવા માટે હેલિબરી સ્કૂલમાં તાલીમ લઈ સનદી અમલદાર તરીકે ભારતમાં, અહમદનગરમાં ત્રીજા મદદનીશ કલેક્ટર તરીકે જોડાયા (1843).…
વધુ વાંચો >મશરૂવાળા, કિશોરલાલ ઘનશ્યામલાલ
મશરૂવાળા, કિશોરલાલ ઘનશ્યામલાલ (જ. 5 ઑક્ટોબર 1890, મુંબઈ; અ. 9 સપ્ટેમ્બર 1952) : જીવન અને કેળવણીના સમર્થ ચિંતક, ચરિત્રકાર, નિબંધકાર, અનુવાદક. મૂળ વતન સૂરત. પિતાનું નામ ઇચ્છારામ. નાનપણમાં આકસ્મિક રીતે કિશોરલાલ મરતાં મરતાં બચી ગયેલા. એ બાબતને ઠાકોરજીની કૃપા માનીને સ્વામિનારાયણી પિતાએ પોતાની જગાએ પિતા તરીકે સહજાનંદનું ‘ઘનશ્યામ’ નામ લખવાનું…
વધુ વાંચો >માનવીની ભવાઈ
માનવીની ભવાઈ (રચના અને પ્રકાશનવર્ષ 1947) : લેખક પન્નાલાલ નાનાલાલ પટેલની પ્રતિભાનો મહત્તમ તાગ આપતી નવલકથા. પન્નાલાલની અગાઉની નવલકથાઓમાં નાયક-નાયિકાના પ્રણયજીવનમાં આવતી ગૂંચ અને પછી તેનો આવતો ઉકેલ તે તો ‘માનવીની ભવાઈ’માં છે જ, પણ અહીં પ્રથમ વાર લોક અને કાળનું તત્વ ઉમેરાતાં કથાસૃષ્ટિ સંકુલ બને છે. નાયક-નાયિકાની પેટની ભૂખ…
વધુ વાંચો >