પ્રહ્લાદ છ. પટેલ

કેન્ડાલ હેન્રી ડબ્લ્યૂ.

કેન્ડાલ, હેન્રી ડબ્લ્યૂ. (જ. 9 ડિસેમ્બર 1926, બોસ્ટન, મૅસેસ્ટૂસેટ્સ; અ. 15 ફેબ્રુઆરી 1999, ફ્લોરિડા) : કણ ભૌતિકીમાં ક્વાર્ક નમૂનાના વિકાસમાં આવશ્યક અને મહત્ત્વનું યોગદાન કરનાર અમેરિકી ભૌતિકવિજ્ઞાની. 1950માં તેમણે અમહર્સ્ટ કૉલેજમાંથી અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરી. 1955માં તેમણે મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. 1956થી 1961 સુધી તેમણે સ્ટૅન્ફૉર્ડ યુનિવર્સિટીમાં…

વધુ વાંચો >

કોશિબા માશાતોસી

કોશિબા, માશાતોસી (Masatoshi Koshiba) : (જ. 19 સપ્ટેમ્બર 1926, ટોયોહાશિ, જાપાન; અ.12 નવેમ્બર 2020, ટોક્યો, જાપાન) : જાપાનના ખગોળ-ભૌતિકવિજ્ઞાની અને ભૌતિકવિજ્ઞાનના 2002ના નોબેલ પુરસ્કારના સહવિજેતા. કોશિબા 1951માં યુનિવર્સિટી ઑવ્ ટોકિયોની સ્કૂલ ઑવ્ સાયન્સમાંથી સ્નાતક થયા હતા. 1955માં યુનિવર્સિટી ઑવ્ રૉચેસ્ટર, ન્યૂયૉર્કમાંથી ભૌતિકવિજ્ઞાનમાં પીએચ.ડી. થયા હતા. તે પછી તે યુનિવર્સિટી ઑવ્…

વધુ વાંચો >

ગિલ, પ્યારસિંહ

ગિલ, પ્યારસિંહ (જ. 28 ઑક્ટોબર 1911, ચેલા, પંજાબ; અ. 23 માર્ચ 2002, એટલાન્ટા, યુ. એસ. એ.) : ભારતના પ્રતિષ્ઠિત ભૌતિકવિજ્ઞાની અને બ્રહ્માંડ-કિરણોની શોધના અગ્રયાયી (pioneer). તેમણે પ્રાથમિક શિક્ષણ કોટ-ફતૂહી ગામમાં અને માધ્યમિક શિક્ષણ માહિલપુરની ખાલસા હાઇસ્કૂલમાંથી લીધું. 1920માં બબ્બર ખાલસાના આંદોલનકારીઓના સંપર્કમાં આવતાં ક્રાંતિનો માર્ગ પકડ્યો. ક્રાંતિવીરોએ પ્યારસિંહના દિમાગમાં રાષ્ટ્રીય…

વધુ વાંચો >

દેવયાની તારાવિશ્વ

દેવયાની તારાવિશ્વ (Andromeda galaxy) : આકાશગંગાની સૌથી વધારે નજીકનું Sb. પ્રકારનું સર્પિલ (spiral) તારાવિશ્વ. સ્થાનિક જૂથના  નામે જાણીતા તારાવિશ્વના નાના ગુચ્છ(cluster)નું આ સભ્ય છે. આ જૂથમાં આકાશગંગા પ્રણાલી, ત્રિકોણીય નિહારિકા (M33), નાનાં અને મોટાં મેગેલનિક વાદળો (NGC – New General Catalogue 6822) અને કેટલાંક ઝાંખાં વામન દીર્ઘવૃત્તીય તારાવિશ્વોનો સમાવેશ થાય…

વધુ વાંચો >

સમય

સમય : વિશ્વના વર્ણન માટે જરૂરી કેટલાંક પરિમાણોમાંનું એક. અથવા એવું તત્ત્વ (પરિમાણ) જે સૃદૃષ્ટિના સર્જન સાથે અસ્તિત્વમાં આવ્યું. બે ઘટનાઓ વચ્ચેના ગાળા અથવા અવધિનું માપન. આંખના પલકારાનો અતિસૂક્ષ્મ અંશ. કાળ વ્યાપક છે, સમય નહિ. કાળમાં સમયનો સમાવેશ થાય છે; પણ સમયમાં કાળનો નહિ. આમ, સૂક્ષ્મ રીતે જોતાં કાળ અને…

વધુ વાંચો >

સાપેક્ષતા-સિદ્ધાંત

સાપેક્ષતા–સિદ્ધાંત : પ્રકાશની ગતિના સાર્વત્રિક (વૈશ્વિક) સ્વરૂપના વર્ણનને માન્ય કરતો ભૌતિકવિજ્ઞાનનો સિદ્ધાંત. પરિણામ-સ્વરૂપે આ સિદ્ધાંત અવકાશ, સમય અને અન્ય યાંત્રિક (mechanical) માપનો કરતા નિરીક્ષકની કામગીરી ઉપર આધાર રાખે છે. આ ભૌતિકવિજ્ઞાનનો વ્યાપક સિદ્ધાંત મૂળભૂત રીતે આલ્બર્ટ આઇન્સ્ટાઇને વીસમી સદીના આરંભે આપેલો. તેમાં સમય અને અવકાશનું તલસ્પર્શી જ્ઞાન ધરાવતું વિશ્ર્લેષણ સમાવિષ્ટ…

વધુ વાંચો >

સીગ્બાહન કાર્લ માને જ્યૉર્જ (Siegbahn Carl Manne George)

સીગ્બાહન, કાર્લ માને જ્યૉર્જ (Siegbahn, Carl Manne George) (જ. 3 ડિસેમ્બર 1886, ઑરેબ્રો (Oerebro), સ્વીડન; અ. 26 સપ્ટેમ્બર 1978, સ્ટૉકહોમ) : X-કિરણ વર્ણપટવિજ્ઞાન-(spectroscopy)ના ક્ષેત્રે શોધો અને સંશોધન કરવા બદલ વર્ષ 1924નો નોબેલ પુરસ્કાર મેળવનાર સ્વીડિશ ભૌતિકવિજ્ઞાની. ઉચ્ચ શાલેય શિક્ષણ મેળવ્યા બાદ, 1906માં તેમણે લુંદ યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો. અહીં સંશોધન કરીને…

વધુ વાંચો >