પ્રવીણ જે. ગાંધી

ટ્રસ્ટ

ટ્રસ્ટ : ન્યાસ કે વ્યવસ્થા, જેમાં તેના કર્તા (settler) દ્વારા ન્યાસલેખ-(trustdeed)માં નિર્દેશિત નાણાં કે મિલકત(trust property)નું તે લેખમાં નિર્દેશિત હિતાધિકારીઓ(beneficiaries)ના કાં તો અંગત હિત માટે અથવા સાર્વજનિક ધાર્મિક કે સખાવતી (charitables) હેતુ માટે એક કે વધુ વિશ્વાસપાત્ર વ્યક્તિઓ(trustees)ની તરફેણમાં દસ્તાવેજી નોંધ કરવામાં આવી હોય છે. સમન્યાય(equity)ની અગત્યની શાખા. ઇંગ્લૅન્ડમાં પ્રચલિત…

વધુ વાંચો >

તપાસપંચ

તપાસપંચ (Inquiry commission) : જાહેર અગત્ય ધરાવતી અને આમજનતાને સ્પર્શતી મહત્ત્વની બાબતોની તપાસ કરવા માટે તથા જાહેર જીવનમાં પડેલી વ્યક્તિઓની વર્તણૂકની તપાસ કરવા માટે વખતોવખત નિમાતું પંચ. મુખ્ય હેતુ વહીવટમાં સ્વચ્છતા અને પ્રામાણિકતા જાળવવાનો તથા મંત્રીઓની વર્તણૂકમાં વધુમાં વધુ પારદર્શકતા લાવવાનો હોય છે. સને 1921 પહેલાં ઇંગ્લૅન્ડમાં કોઈ પણ બાબતની…

વધુ વાંચો >

દાણચોરી

દાણચોરી : ચોરીછૂપીથી અને સંતાડીને, કર ભર્યા વગર, દેશની સરહદોમાં માલની આયાત કરવી કે દેશમાંથી માલની નિકાસ કરવી તે. સામાન્ય લોકભાષામાં દાણ એટલે કર અથવા જકાત. પરંતુ ખરેખર તો આવો કર માલની આયાત અને નિકાસ એમ બંને ઉપર ભરવાનો થાય છે. કસ્ટમ-ઍક્ટ, 1962માં ‘દાણચોરી’ શબ્દની સ્પષ્ટ વ્યાખ્યા આપવાને બદલે તેને…

વધુ વાંચો >

દીવાની કાર્યવહી

દીવાની કાર્યવહી : નાગરિકોના પરસ્પર ચાલતા વ્યવહાર દરમિયાન થનાર અયોગ્ય કૃત્યોને અનુલક્ષીને કરવામાં આવતી કાયદાકીય કાર્યવહી. સમાજે ઘડેલા નિયમોના ભંગ માટે સજા જ કરવામાં આવે છે એવું નથી. કેટલીક વાર નુકસાન પામનાર વ્યક્તિને વળતર રૂપે  પૈસા ભરપાઈ કરી આપવામાં આવે છે. અમુક નિયમો વ્યક્તિઓના પરસ્પર ચાલતા વ્યવહારોને નિયંત્રિત કરવા માટે…

વધુ વાંચો >

પારસીઓનો કાયદો

પારસીઓનો કાયદો : જરથોસ્તી ધર્મના અનુયાયીઓ એટલે કે પારસીઓના સમાજમાં લગ્ન, લગ્નવિચ્છેદ, ઉત્તરાધિકાર આદિ બાબતોનું નિયમન કરતો કાયદો. તેમનાં ધર્મ, વતન અને પરંપરા પ્રમાણે તેમાં જરથોસ્તી સમાજની વિશેષતાઓ જોવા મળે છે. તે ‘પારસી લગ્ન અને લગ્નવિચ્છેદ ધારો 1936’  એ નામે ઓળખાય છે. જમ્મુ અને કાશ્મીર રાજ્યના વિસ્તાર સિવાયના દેશના અન્ય…

વધુ વાંચો >

બૅરિસ્ટર

બૅરિસ્ટર : ઇંગ્લૅન્ડમાં વિશિષ્ટ તાલીમ પામેલા વકીલ માટે પ્રયોજાતી સંજ્ઞા. વકીલાતનો વ્યવસાય કરવા ઇચ્છુક ભારતીઓને પણ આ પ્રકારની તાલીમ અપાતી હતી, જેના કારણે તેઓ બૅરિસ્ટર તરીકે કામ કરી શકતા હતા. એક જમાનામાં દુનિયાના અનેક દેશોમાંથી વિદ્યાર્થીઓ કેમ્બ્રિજ જેવી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા માટે ઇંગ્લૅન્ડ જતા. એ રીતે ભારતમાંથી ગાંધીજી, જવાહરલાલ નહેરુ,…

વધુ વાંચો >