પ્રમીલા મલ્લિક
કરુણાદિ છોટોં માંગ્રો
કરુણાદિ છોટોં માંગ્રો (1978) : પંજાબી ભાષાનો કાવ્યસંગ્રહ. પંજાબી ભાષાના આધુનિક અગ્રણી કવિ જશવંતસિંહના આ કાવ્યસંગ્રહને 1979નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલો છે. જશવંતસિંહની એક વિશેષતા એ છે કે એમની કવિતામાં ચિંતનનું પ્રાધાન્ય છે. એમની કવિતાને દાર્શનિક કવિતા કહી શકાય. આધુનિક જીવનની વિષમતા, છીછરી જીવનર્દષ્ટિ, વ્યક્તિત્વની શોધમાં સાંપડતી નિષ્ફળતા વગેરેનું…
વધુ વાંચો >કંબ દિ કલાઈ (1950)
કંબ દિ કલાઈ (1950) : પંજાબી ભાષાનો કાવ્યસંગ્રહ. આધુનિક પંજાબી સાહિત્યના નિર્માતા, કવિ-નાટકકાર, નવલકથાકાર અને ગદ્યકાર ભાઈ વીરસિંહના આ કાવ્યસંગ્રહનું 1950માં પ્રકાશન થતાં આધુનિક પંજાબી કવિતામાં એક નવો વળાંક આવ્યો. સંગ્રહમાં અનેક મુક્તકો છે અને પંજાબી કવિતાસાહિત્યમાં મુક્તકનો આ પ્રથમ પ્રયોગ છે. પંજાબી કવિતામાં આ સ્વરૂપને પ્રચલિત કરવાનો યશ વીરસિંહને…
વધુ વાંચો >ગુરુદયાલસિંહ
ગુરુદયાલસિંહ (જ. 10 જાન્યુઆરી 1933, ભૈયાનીફતેહ, સંગરુર, પંજાબ; અ. 16 ઑગસ્ટ 2016, ભટીંડા, પંજાબ) : પંજાબી વાર્તાકાર. પંજાબના પતિયાલા જિલ્લાના નાભા શહેરમાં પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ લીધેલું. ઉચ્ચશિક્ષણ અમૃતસરમાં લીધેલું. ત્યાંથી પંજાબી અને અંગ્રેજી વિષયો લઈને બી.એ. તથા એમ.એ. થયા. કૉલેજમાં હતા ત્યારથી જ જુદાં જુદાં સામયિકોમાં એમની વાર્તાઓ પ્રગટ…
વધુ વાંચો >ગુરુબક્ષસિંહ
ગુરુબક્ષસિંહ (જ. 26 એપ્રિલ 1895, સિયાલકોટ, પશ્ચિમ પંજાબ; અ. 10 ઑગસ્ટ 1977) : પંજાબી લેખક. મૅટ્રિક સુધીનું શિક્ષણ વતનમાં જ લીધું. પછી અમેરિકા ગયા અને ત્યાં બી.એસસી. તથા ઇજનેરીનું શિક્ષણ લીધું. ભારત આવીને થોડાં વર્ષ રેલવેમાં નોકરી કરી, 1931માં રાજીનામું આપ્યું અને પછી ખેતી કરવા લાગ્યા. 1933માં એમણે ‘પ્રીતલડી’ નામનું…
વધુ વાંચો >ગુરુમુખી
ગુરુમુખી : પંજાબમાં બોલાતી તથા લખાતી લિપિ. આ લિપિ ઉત્તર ભારતમાં પ્રચલિત શારદા તથા ટાકરી લિપિઓ દ્વારા પ્રચલિત બની. પંજાબમાં ધર્મગુરુઓ દ્વારા એનો ઉપયોગ થતો હોવાથી એને ‘ગુરુમુખી’ નામ મળ્યું. ‘ગુરુમુખી’ લિપિ નામનો દુરુપયોગ છે. શીખ-ગુરુઓ દ્વારા આ લિપિ યોજવામાં આવી નથી. અદ્યતન સંશોધકોએ સાબિત કર્યું છે કે વિખ્યાત સૂફી…
વધુ વાંચો >