પ્રતીક્ષા રાવલ

ઘૃણા-ચિકિત્સા (aversion therapy)

ઘૃણા-ચિકિત્સા (aversion therapy) : પ્રયોગલક્ષી મનોવિજ્ઞાનના અભિગમ પર આધારિત એક પ્રકારની માનસોપચારની પદ્ધતિ. આ પદ્ધતિનો પાયો શાસ્ત્રીય અભિસંધાન(classical conditioning)ના સિદ્ધાંતો પર આધારિત છે. દર્દીને માટે નુકસાનકારક હોય તેવી આદતો કે વ્યક્તિને સમાયોજનમાં નડતી, એને માટે આકર્ષક પણ સામાજિક-નૈતિક ર્દષ્ટિએ અયોગ્ય હોય તેવી વર્તનભાત કે ઉદ્દીપકની સાથે કોઈ એક ઘૃણાજનક ઉદ્દીપકને…

વધુ વાંચો >

ચિકિત્સા, મનોવિજ્ઞાન

ચિકિત્સા, મનોવિજ્ઞાન : મનોવિજ્ઞાનની એક પ્રયોગલક્ષી શાખા. કેટલીક વ્યક્તિઓ પોતાની જાત સાથે અને સામાજિક, સાંસ્કૃતિક અને ભૌતિક વાતાવરણ સાથે સમાયોજન (adjustment) સાધવામાં મુશ્કેલી અનુભવે છે. કેટલાક માણસો માનસિક અને વાર્તનિક સમસ્યાઓથી પીડાય છે. કેટલાક લોક વ્યક્તિત્વબંધારણની ખામીઓથી પીડાય છે અને જીવનનો વાસ્તવિક સંઘર્ષ વેઠવામાં પાછા પડે છે, જવાબદારી નિભાવવામાં પાછા…

વધુ વાંચો >

પ્રયુક્ત મનોવિજ્ઞાન

પ્રયુક્ત મનોવિજ્ઞાન વાસ્તવિક જીવનના પ્રશ્નોના ઉકેલ માટે પ્રયોજાતું મનોવિજ્ઞાન. સાચા વૈજ્ઞાનિક વિજ્ઞાનક્ષેત્રની શુદ્ધ પ્રવૃત્તિઓમાં નિષ્ઠાપૂર્વક પ્રવૃત્ત રહી નવા નવા સિદ્ધાંતો શોધીને વિજ્ઞાનને સમૃદ્ધ બનાવે છે; પણ આખરે આ બધું કોના માટે ? આવો પ્રશ્ન જેના મનમાં ઉત્પન્ન થયો તે વૈજ્ઞાનિકો માનવતાવાદી વૈજ્ઞાનિકો થયા. છેલ્લાં વર્ષોમાં માનવતાવાદી ર્દષ્ટિબિંદુ વધુ ને વધુ…

વધુ વાંચો >

પ્રાયોગિક મનોવિજ્ઞાન (પ્રાયોગિક પદ્ધતિ સહિત)

પ્રાયોગિક મનોવિજ્ઞાન (પ્રાયોગિક પદ્ધતિ સહિત) આધુનિક મનોવિજ્ઞાનની અગત્યની શાખા. મનોવિજ્ઞાનમાં એ સત્ય સ્વીકારવામાં આવ્યું છે કે આ જગતમાં જે કાંઈ અસ્તિત્વ ધરાવે છે તે કોઈ ચોક્કસ જથ્થામાં અસ્તિત્વ ધરાવે છે. જેને માપી શકાય છે. ચકાસી શકાય છે, જેની પુન:ચકાસણી કરી શકાય છે. જે કાંઈ અસ્તિત્વ ધરાવે છે તે કોઈ આકસ્મિક…

વધુ વાંચો >

ફ્રૉઇડ, સિગ્મન્ડ

ફ્રૉઇડ, સિગ્મન્ડ (જ. 6 મે 1856, ફ્રાઇબર્ગ, મોરેવિયા; અ. 1938, લંડન) : મનોવિશ્લેષણ વિચારધારાના પ્રણેતા તરીકે જગતભરમાં ખ્યાતિ પામેલા મનોવિજ્ઞાની. તેમનો જન્મ એક યહૂદી કુટુંબમાં થયો. પિતા જેકૉબની બીજી પત્ની એલિવિયાનું તેઓ પ્રથમ સંતાન હતા. તેમને ત્રણ નાની બહેનો અને બે નાના ભાઈઓ હતા. ચાર વર્ષની વયે તેઓ પરિવાર સાથે…

વધુ વાંચો >

બિને-સાયમન બુદ્ધિકસોટીઓ

બિને-સાયમન બુદ્ધિકસોટીઓ : ફ્રેંચ મનોવિજ્ઞાની બિનેએ સાયમનની મદદથી તૈયાર કરેલી મનોમાપનની કસોટીઓ. આલ્ફ્રેડ બિનેએ 1905માં પ્રથમ બુદ્ધિકસોટી તૈયાર કરી મનોવિજ્ઞાનમાં માપનના ક્ષેત્રે એક હરણફાળ ભરી એમ કહેવાય. બિને અને તેના સહકાર્યકરો વર્ષો સુધી બુદ્ધિમાપન માટે સંશોધન કરતા રહ્યા. હસ્તાક્ષરમાપન જેવી ઘણી બધી રીતો અજમાવી જોઈ; પણ આ બધાંને અંતે લાગ્યું…

વધુ વાંચો >

યોગ

યોગ ‘યોગ’ શબ્દ સંસ્કૃત ધાતુ युज् પરથી નિષ્પન્ન થયો છે, જેનો અર્થ થાય છે ‘જોડવું.’ મન અને શરીરને સંવાદી બનાવીને જીવવાની પ્રવિધિને પ્રારંભિક યોગ ગણવામાં આવ્યો છે. ભગવદગીતામાં કર્મકુશળતાને યોગ ગણ્યો છે. કેટલાક વિદ્વાનોએ મૂળ સંસ્કૃત શબ્દનો અર્થ કર્યો છે, ધ્યાનને કેન્દ્રિત કરવાની ક્રિયા. યોગ એવો વિષય છે કે જેને…

વધુ વાંચો >

રૉરશાખ કસોટી

રૉરશાખ કસોટી : વ્યક્તિત્વમાપન માટે વપરાતી એક પ્રક્ષેપણ-કસોટી. પ્રક્ષેપણકસોટીઓના વિવિધ પ્રકારોમાં સંપૂર્ણ સંદિગ્ધ અને અશાબ્દિક કસોટી તરીકે રૉરશાખ એકમાત્ર સર્વસ્વીકૃત કસોટી છે આ કસોટીની સામગ્રીમાં વપરાતાં 10 કાર્ડમાંથી પ્રત્યેક કાર્ડ શાહીનાં ધાબાંઓના અનિયમિત છતાં બંને બાજુ સમાન રીતે પ્રસરેલા આકારોને આધારે તૈયાર કરવામાં આવ્યું હોય છે. આ શાહીના ધાબામાં કોઈ…

વધુ વાંચો >