પ્રકાશ પાઠક

અંડકોષજનન

અંડકોષજનન (oogenesis) : અંડકોષનું ઉત્પન્ન થવું તે. નારી-પ્રજનનકોષને અંડકોષ (ovum) કહે છે. તે અંડગ્રંથિમાં ઉદભવતી ગ્રાફિયન પુટિકા(Graaffian follicle)માં હોય છે. ગ્રાફિયન પુટિકા અંત:સ્રાવો(hormones)ની અસર હેઠળ તૈયાર થયેલું આદિ (primodial) પુટિકાનું પુખ્ત સ્વરૂપ છે. યૌવનારંભ (puberty) પછી મોટા મગજમાં આવેલા અધશ્ચેતક (hypothalamus) નામના ભાગમાંથી વિમોચનકારી (releasing) અંત:સ્રાવો ઉત્પન્ન થાય છે, જે…

વધુ વાંચો >

અંડકોષમોચન

અંડકોષમોચન (ovulation) : અંડગ્રંથિમાંથી અંડકોષનું છૂટા પડવું. ફલનકાળ(child-bearing age)માં સામાન્યત: દર ઋતુસ્રાવચક્રમાં એક અંડકોષ પેટની પરિતનગુહા(peritoneal cavity)માં મુક્ત થાય છે. અંડનળીની તાંત્વિકાઓ (fimbria) તનુતંતુતરંગ અથવા કશાતરંગ (ciliary current) વડે અંડકોષનો અંડનળીમાં પ્રવેશ કરાવે છે. શુક્રકોષના સંગમથી અંડનળીમાં અંડકોષ ફલિત થાય છે. અંત:સ્રાવોની અસર હેઠળ ગ્રાફિયન પુટિકા અને તેની અંતર્દીવાલના કોષો…

વધુ વાંચો >

અંડનળીબંધન અને પુનર્રચના

અંડનળીબંધન અને પુનર્રચના (tubal ligation and reconstruction) : ગર્ભધારણ રોકવા માટે અંડનળી(fallopian tube)ને બાંધી દેવી અને જરૂર પડે ત્યારે ગર્ભધારણહેતુથી તેને ફરીથી કાર્યાન્વિત કરવી તે. સામાન્ય રીતે ગર્ભધારણ કાયમી ધોરણે રોકવા માટે અંડનળી-બંધનની શસ્ત્રક્રિયા કરવામાં આવે છે. આ માટે છેલ્લાં 30 વર્ષોમાં ભારતમાં ૩ કરોડ સ્વૈચ્છિક શસ્ત્રક્રિયાઓ થઈ છે. કેટલાક…

વધુ વાંચો >

કૃત્રિમ બીજદાન (આયુર્વિજ્ઞાન)

કૃત્રિમ બીજદાન (આયુર્વિજ્ઞાન) (artificial insemination) : સ્ત્રીના જનનમાર્ગમાં જાતીય સંભોગ સિવાય અન્ય રીતે શુક્રકોષોને દાખલ કરવાની પ્રક્રિયા. તેને કૃત્રિમ શુક્રનિવેશન કે કૃત્રિમ વીર્યસિંચન પણ કહે છે. તબીબીશાસ્ત્રમાં વંધ્યતા(infertility)ની સારવારમાં હાલ તેનો શાસ્ત્રીય રીતે ઉપયોગ કરાય છે. જ્યારે પતિના વીર્ય-(semen)માં અપૂરતા શુક્રકોષ હોય અથવા શુક્રકોષ ન હોય ત્યારે કૃત્રિમ બીજદાન ગર્ભાધાન…

વધુ વાંચો >

પૂર્વઋતુસ્રાવ તણાવ (premenstrual tension)

પૂર્વઋતુસ્રાવ તણાવ (premenstrual tension) : ઋતુસ્રાવ થાય તેના 7થી 14 દિવસ પહેલાં વારંવાર શરૂ થતી અને ઋતુસ્રાવ શરૂ થાય એટલે પૂરી થતી શારીરિક અને લાગણીલક્ષી તકલીફોનો વિકાર. તેને પૂર્વઋતુસ્રાવ સંલક્ષણ (syndrome) પણ કહે છે. 25થી 40 વર્ષની લગભગ ત્રીજા ભાગની સ્ત્રીઓને ક્યારેક ને ક્યારેક આ પ્રકારની તકલીફ સમયાંતરે થાય છે.…

વધુ વાંચો >

પ્રસૂતિ

પ્રસૂતિ જીવંત શિશુનો જન્મ થવો તે. તેને તેની વૈજ્ઞાનિક વ્યાખ્યામાં જીવંત ગર્ભને યોનિમાર્ગે બહારની દુનિયામાં મુક્ત કરવા માટે પ્રજનન-અંગો દ્વારા કરાતી શ્રેણીબદ્ધ ક્રિયાઓનો સમૂહ કહે છે. તેનો શાસ્ત્રીય પારિભાષિક શબ્દ છે સમજનન (eutocia). લોકભાષામાં તેને પ્રસવ થવો અથવા પ્રસવકષ્ટ કે પ્રસૂતિકષ્ટ (labour) પડવું એમ પણ કહે છે. તેને દ્વિમુક્તન (parturition)…

વધુ વાંચો >

પ્રાત: હેળ (morning sickness)

પ્રાત: હેળ (morning sickness) : સગર્ભતાના પ્રથમ 3 મહિનામાં ઉદભવતી ઊબકા-ઊલટીની તકલીફ. આશરે 50% સગર્ભા સ્ત્રીઓને પ્રથમ ત્રિમાસિક કાળ(trimester)માં તે થાય છે. સામાન્ય રીતે સવારે ઊઠતી વખતે ઊબકા અનુભવાય છે અને જો તેણે કુટુંબ માટે સવારનો નાસ્તો કે ખાવાનું બનાવવાનું હોય તો તે વધે છે. ઊબકા ઘણી વખત આખો દિવસ…

વધુ વાંચો >