પ્રકાશચંદ્ર ચતુર્વેદી

ક્રૂઝર

ક્રૂઝર : લડાયક જહાજનો એક પ્રકાર. તે ફ્રિગેટ નામથી ઓળખાતા નાના ઝડપી લડાયક જહાજ કરતાં મોટું પણ વિનાશક જહાજ (destroyer) અને વિમાનવાહક લડાયક જહાજ(aircraft carrier)ની વચ્ચેનું કદ ધરાવતું હોય છે. લડાયક જહાજોના કાફલાથી તેને છૂટું કરીને શત્રુપક્ષની શોધ કરવાનું અને દુશ્મન જહાજો દેખાય કે તરત જ પોતાના કાફલાને સાવચેત કરવાનું…

વધુ વાંચો >

ખાઈ

ખાઈ : મેદાની યુદ્ધમાં શત્રુપક્ષ તરફથી થતા ગોળીબાર કે તોપમારા સામે પોતાના સૈનિકોને રક્ષણ પૂરું પાડવા જમીનમાં ખોદવામાં આવતા ખાસ પ્રકારના ખાડા. ખાઈઓ લાંબી, સાંકડી તથા સૈનિક શત્રુની નજરે ન પડે તેટલી ઊંડી તથા જમીનને લગભગ સમાંતર હોય છે. તે સીધી કે વાંકીચૂકી હોઈ શકે. ખાઈઓ ખોદતી વેળાએ જમીનમાંથી નીકળતી…

વધુ વાંચો >

ખુવારી

ખુવારી : યુદ્ધમાં સૈનિકો કે અધિકારીઓનાં મૃત્યુ, ઈજા, શત્રુ દ્વારા યુદ્ધકેદી તરીકે ધરપકડ અથવા બેપત્તા થવારૂપે થતી હાનિ. પરંતુ હવે યુદ્ધ દરમિયાન નાગરિકોનું મૃત્યુ થાય અથવા તેમને ઈજા થાય તો તેની પણ યુદ્ધની ખુવારીમાં ગણતરી થાય છે. મહાભારતના 18 દિવસના યુદ્ધમાં 39,36,590 જેટલી ખુવારી થઈ હતી. સ્વિટ્ઝર્લૅન્ડના એક વિદ્વાન ઝાં-જાક…

વધુ વાંચો >

ગુપ્તચર

ગુપ્તચર : ગુપ્ત માહિતી પ્રાપ્ત કરવા તથા રાજકીય અને ગુનાઇત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી વ્યક્તિઓની પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે રોકવામાં આવતા જાસૂસી એજન્ટો. સંરક્ષણની ર્દષ્ટિએ મહત્વની ગણાતી માહિતી દેશવિદેશમાંથી પ્રાપ્ત કરવા માટે ગુપ્તચરો રાખવામાં આવે છે. મોટા ભાગના જાસૂસી એજન્ટો નાણાકીય કે અન્ય ભૌતિક લાભ મેળવવા માટે આ કામ કરતા હોય…

વધુ વાંચો >

ગેસ્ટાપો (Geheime Staatspolizei)

ગેસ્ટાપો (Geheime Staatspolizei) : નાઝી જર્મનીની ગુપ્ત પોલીસ. 1933માં હિટલર સત્તા પર આવ્યા પછી પ્રશિયાની પોલીસની પુનર્રચના કરી તેમાં નાઝી પાર્ટીના હજારો સભ્યોની ભરતી કરવામાં આવી. હરમન ગોરિંગને તેના વડા નીમવામાં આવ્યા હતા. 1935માં તેનો વિસ્તાર કરવામાં આવ્યો અને હિમરલને તેનો હવાલો આપવામાં આવ્યો. ત્યારબાદ તે ગુપ્તચર વિભાગ(SD)માં ભેળવી દેવામાં…

વધુ વાંચો >

ગોપન-વ્યૂહ (camouflage)

ગોપન-વ્યૂહ (camouflage) : શત્રુની નજરથી બચવા અને તેને છેતરવા યુદ્ધ દરમિયાન લશ્કર દ્વારા આચરવામાં આવતી નીતિરીતિ. તેને છદ્માવરણ પણ કહે છે. ફ્રેન્ચ શબ્દ ‘camoufler’ પરથી અંગ્રેજીમાં દાખલ થયેલ ‘camouflage’ શબ્દનો પ્રયોગ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન થયેલો. ગોપનનો મુખ્ય હેતુ શત્રુના નિરીક્ષણને નિષ્ફળ બનાવવાનો અને તે દ્વારા તેના ઇરાદાઓ નાકામયાબ કરવાનો હોય…

વધુ વાંચો >

ગોળી (bullet)

ગોળી (bullet) : પિસ્તોલ કે રાઇફલ જેવાં શસ્ત્રો વડે છોડવામાં આવતી ઘાતક વસ્તુ. અંગ્રેજી શબ્દ bullet મૂળ ફ્રેન્ચ શબ્દ boulet પરથી પ્રચલિત બન્યો છે અને તેનો અર્થ થાય છે small ball નાની ગોળી; પણ તે ગોળ નહિ પણ નળાકાર હોય છે અને ટોચ શંકુ આકારની હોય છે. રિવૉલ્વર માટેની ગોળી…

વધુ વાંચો >

નાકાબંધી

નાકાબંધી : યુદ્ધમાં સંડોવાયેલા દેશનાં યુદ્ધજહાજો દ્વારા શત્રુના કિનારા પરના બંદરમાં અન્યનો પ્રવેશ તથા ત્યાંથી બહાર થતા પ્રસ્થાનને અટકાવવા માટે કરાતી યુદ્ધની કાર્યવાહી. તે લશ્કરી અથવા વ્યાપારી બંને પ્રકારના હેતુ માટે હાથ ધરવામાં આવે છે. લશ્કરી નાકાબંધી સામાન્ય રીતે વિશિષ્ટ લશ્કરી હેતુ સિદ્ધ કરવા માટે હાથ ધરવામાં આવી હોય છે;…

વધુ વાંચો >