પૂરવી ઝવેરી

અમાનો, હિરોશી (Amano, Hiroshi)

અમાનો, હિરોશી (Amano, Hiroshi) (જ. 11 સપ્ટેમ્બર 1960, હમામાત્સુ, જાપાન) : વાદળી પ્રકાશ ઉત્સર્જિત કરતા કાર્યક્ષમ ડાયોડ(LED)ની શોધ માટે 2014નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમને ઇસામુ આકાસાકી તથા શૂજી નાકામુરા સાથે સંયુક્ત રીતે મળ્યો હતો. શાળાકીય દિવસોમાં અમાનોને અભ્યાસ પ્રત્યે અણગમો હતો, પરંતુ તેઓ ગણિતના વિષયમાં કુશળ…

વધુ વાંચો >

આકાસાકી, ઇસામુ (Akasaki, Isamu)

આકાસાકી, ઇસામુ (Akasaki, Isamu) (જ. 30 જાન્યુઆરી 1929, કાગોશિમા પ્રીફૅક્ચર, જાપાન; અ. 1 એપ્રિલ 2021 નાગોયા, એઇચી, જાપાન) : વાદળી પ્રકાશ ઉત્સર્જિત કરતા કાર્યક્ષમ ડાયોડ(LED)ની શોધ માટે 2014નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમને શૂજી નાકામુરા તથા હિરોશી અમાનો સાથે સંયુક્ત રીતે મળ્યો હતો. આકાસાકીએ 1952માં ક્યોટો યુનિવર્સિટીમાંથી…

વધુ વાંચો >

આર્યભટ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઑબ્ઝર્વેશનલ સાયન્સીઝ (ARIES)

આર્યભટ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઑબ્ઝર્વેશનલ સાયન્સીઝ (ARIES) : માર્ચ, 2004માં ઉત્તરપ્રદેશ સ્ટેટ ઑબ્ઝર્વેટરીનું નવું નામકરણ થયું અને હવે તે ‘આર્યભટ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑબ્ઝર્વેશનલ સાયન્સીઝ (ARIES)’ તરીકે ઓળખાય છે. તે નૈનીતાલ ખાતેની સૌર નિરીક્ષણ માટેની વેધશાળા છે. આ વેધશાળાની મૂળ સ્થાપના 1954ના એપ્રિલમાં વારાણસીમાં થઈ હતી. 1955માં તેને નૈનીતાલ લાવવામાં…

વધુ વાંચો >

આસ્પેક્ટ, એલન

આસ્પેક્ટ, એલન (Aspect, Alain) (જ. 15 જૂન 1947, એગન, ફ્રાન્સ) : ગૂંચવાયેલા ફોટૉન (entangled photon) પરના પ્રયોગો માટે, જેને કારણે બેલ અસમાનતાનું ઉલ્લંઘન પુરવાર થયું તથા ક્વૉન્ટમ માહિતી વિજ્ઞાનના પ્રારંભ માટે 2022નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર સંયુક્ત રીતે આસ્પેક્ટ એલન, એન્ટન ઝાયલિંગર તથા જ્હૉન ક્લાઉસરને એનાયત થયો…

વધુ વાંચો >

ઍગોસ્ટિની, પિયર

ઍગોસ્ટિની, પિયર (Agostini, Pierre) (જ. 23 જુલાઈ 1941, ટ્યુનિસ, ટ્યુનિશિયા) : પદાર્થ(દ્રવ્ય)માં ઇલેક્ટ્રૉનની ગતિક્રિયાના અભ્યાસ માટે પ્રાયોગિક રીતે પ્રકાશના ઍટોસેકન્ડ કંપનો ઉત્પન્ન કરવા માટે 2023નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર આન લુઈલિયે તથા ફેરેન્ક ક્રાઉઝ સાથે સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. પિયર ઍગોસ્ટિનીએ 1959માં ફ્રાન્સમાં આવેલા લા ફ્લેશમાં…

વધુ વાંચો >

કેલૉઝ, દિદિઅર (Queloz, Didier)

કેલૉઝ, દિદિઅર (Queloz, Didier) (ફ્રેન્ચ ઉચ્ચાર કેલો, ડિડિયે)(જ. 23 ફેબ્રુઆરી 1966, સ્વિટ્ઝર્લૅન્ડ) : સૂર્ય સમાન તારાની આસપાસ પરિભ્રમણ કરતા તથા સૂર્યમાળાની બહાર આવેલા એક નવીન ગ્રહની શોધ માટે 2019નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક ચતુર્થાંશ ભાગ તેમને પ્રાપ્ત થયો હતો તથા અન્ય ભાગ જેમ્સ પીબલ્સ અને મિશેલ મેયરને…

વધુ વાંચો >

કોબાયાશિ, માકોટો

કોબાયાશિ, માકોટો (Kobayashi, Makoto) (જ. 7 એપ્રિલ 1944 નાગોયા, જાપાન) : ખંડિત સમમિતિના ઉદભવની શોધ – જેના દ્વારા ક્વાર્કના ત્રણ પ્રકારના વર્ગોનું અનુમાન થયું – તે માટે 2008નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક ચતુર્થાંશ ભાગ તેમને મળ્યો હતો. કોબાયાશિ જ્યારે બે વરસના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું.…

વધુ વાંચો >

કોસ્ટરલિટ્ઝ, જ્હૉન એમ. (Kosterlitz, John M.)

કોસ્ટરલિટ્ઝ, જ્હૉન એમ. (Kosterlitz, John M.) (જ. 22 જૂન 1943, એબરડીન, યુ.કે.) : સાંસ્થિતિક પ્રાવસ્થા સંક્રમણ  (topological phase transition) તથા દ્રવ્યની સાંસ્થિતિક પ્રાવસ્થાઓની સૈદ્ધાંતિક શોધ માટે 2016નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. તેમને પુરસ્કારનો એક-ચતુર્થાંશ ભાગ પ્રાપ્ત થયો હતો અને અન્ય ભાગ ડેવિડ થાઉલેસ અને ડન્કન હાલ્ડેનને મળ્યો હતો. કોસ્ટરલિટ્ઝ…

વધુ વાંચો >

ક્યુબિટ (Qubit)

ક્યુબિટ (Qubit) : ક્વૉન્ટમ બિટ ટૂંકાણમાં ક્યુબિટ તરીકે ઓળખાય છે, જે ક્વૉન્ટમ કમ્પ્યૂટિંગ(પરિકલન)માં માહિતીનો મૂળભૂત એકમ છે. બિટ એટલે નાનો ટુકડો. જેમ શાસ્ત્રીય (classical) કમ્પ્યૂટિંગમાં દ્વિઅંકી (binary) બિટ મૂળભૂત એકમ છે તે રીતે ક્વૉન્ટમ કમ્પ્યૂટિંગમાં ક્યુબિટ મૂળભૂત એકમ છે. આમ ક્યુબિટ એ બાઇનરી બિટનું પ્રતિરૂપ છે. માહિતીના સંગ્રહના કાર્યમાં ક્યુબિટ,…

વધુ વાંચો >

ગીમ, આન્દ્રે (Geim, Andre)

ગીમ, આન્દ્રે (Geim, Andre) (જ. 21 ઑક્ટોબર, 1958, સોચી, રશિયા) : દ્વિ-પારિમાણિક પદાર્થ ગ્રૅફીન પર અભૂતપૂર્વ પ્રયોગો માટે 2010નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમની અને કૉન્સ્ટન્ટિન નોવો સેલૉવ વચ્ચે વિભાજિત થયો હતો. આન્દ્રે ગેઈમનું કુટુંબ જર્મન મૂળનું હતું તથા તેમનાં માતા-પિતા બંને ઇજનેર હતાં. તેમનું બાળપણ મોસાળમાં…

વધુ વાંચો >