પુનિતા હર્ણે

સ્કૉટ સી.પી. (સર)

સ્કૉટ, સી.પી. (સર) (જ. 26 ઑક્ટોબર 1846, બાથ, સમરસેટ; અ. 1 જાન્યુઆરી 1932) : બ્રિટિશ પત્રકાર, પ્રકાશક અને રાજકારણી જેવી ત્રિવિધ ઓળખ ધરાવતા બ્રિટિશ વિદ્વાન. તેઓ ‘માન્ચેસ્ટર ગાર્ડિયન’ નામના પ્રસિદ્ધ અખબારના ઈ. સ. 1872થી 1929 સુધી તંત્રી રહ્યા હતા અને અવસાન સુધી તેઓ તેના માલિક પણ રહ્યા હતા. બ્રિટનની સંસદમાં…

વધુ વાંચો >

સ્ત્રીજીવન (સામયિક)

સ્ત્રીજીવન (સામયિક) : સ્ત્રીજીવનનાં વિવિધ પાસાંઓને ઉજાગર કરતું સામયિક. મહિલાઓ માટેના પત્રકારત્વની ‘સ્ત્રીબોધ’ની પરંપરામાં તેના એક સમયના સંપાદક શ્રી મનુભાઈ જોધાણીએ ‘સ્ત્રીજીવન’ સામયિકની શરૂઆત કરી. 20–22 વર્ષની ઉંમરથી પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય રહેલા મનુભાઈ જોધાણી જીવણલાલ અમરશીની કંપની અમદાવાદ ખાતેથી પ્રકાશિત થતા ‘સ્ત્રીબોધ’ના સહતંત્રી રહેલા. મહિલા-સામયિકોની સામગ્રી અને તેના લેઆઉટ અંગેની…

વધુ વાંચો >

સ્ત્રીબોધ–1856 (માસિક)

સ્ત્રીબોધ–1856 (માસિક) : મહિલાઓ માટેનું સૌપ્રથમ માસિક. તે 1856માં 1લી જાન્યુઆરીએ શરૂ થયું. સ્ત્રીઓની જાગૃતિ માટે ગુજરાતમાં સ્ત્રીપત્રકારત્વનો પ્રારંભ પારસી સદગૃસ્થ કેખુશરો કાબરાજીએ કર્યો હતો. તેઓ ‘રાસ્ત ગોફતાર’ અને ‘સ્ત્રીબોધ’ના સ્થાપક તંત્રીમાલિક હતા. આથી 1881થી 1941 સુધી પૂતળીબાઈ ‘સ્ત્રીબોધ’ સાથે સંકળાયેલાં રહ્યાં. ‘સ્ત્રીબોધ’માં પૂતળીબાઈએ બહેનોની કેળવણી, શારીરિક અને માનસિક વિકાસ…

વધુ વાંચો >

હિકી જેમ્સ ઑગસ્ટસ

હિકી, જેમ્સ ઑગસ્ટસ (જ. ?; અ. ?) : બ્રિટિશ શાસનકાળ દરમિયાન ભારતમાં પત્રકારત્વની શરૂઆત કરવાનું શ્રેય ધરાવનાર આઇરિશ નાગરિક. ભારતમાં કંપની સરકારની આપખુદશાહીનો વિરોધ કરવા માટે 29 જાન્યુઆરી 1780ના શનિવારના રોજ ‘બંગાલ ગૅઝેટ ઑર કોલકાતા જનરલ ઍડવર્ટાઇઝર’ નામનું બે પાનાનું સ્વતંત્ર આર્થિક અને રાજકીય સાપ્તાહિક બહાર પાડવાનું તેમણે શરૂ કર્યું.…

વધુ વાંચો >

હૉર્નિમેન બી. જી.

હૉર્નિમેન, બી. જી. (જ. 1873, સસેક્સ, ઇંગ્લૅન્ડ; અ. 15 ઑગસ્ટ 1947) : બ્રિટિશ મૂળના પ્રખર રાષ્ટ્રવાદી પત્રકાર અને સ્વતંત્રતાસેનાની. નામ બેન્જામિન. પિતાનું નામ વિલિયમ જેઓ બ્રિટનના શાહી નૌકાદળમાં અધિકારી હતા. માતાનું નામ સારાહ. પ્રાથમિક શિક્ષણ પોટર્સમાઉથની ગ્રામર સ્કૂલમાં લીધા બાદ અઢાર વર્ષની ઉંમરે તેઓ મિલિટરી અકાદમીમાં જોડાયા ખરા; પરંતુ કારકિર્દી…

વધુ વાંચો >