પી. આર. પીશારોટી

આબોહવા

આબોહવા (Climate) આબોહવા એટલે કોઈ પણ સ્થાન કે પ્રદેશ ઉપરની લાંબા સમય દરમિયાનની હવામાનની સરેરાશ લાક્ષણિક પરિસ્થિતિ. પૃથ્વી ઉપરનાં કોઈ બે સ્થાનની આબોહવા સર્વ રીતે સમાન હોતી નથી. વાતાવરણમાં તથા વાતાવરણ અને પૃથ્વીની સપાટી વચ્ચે થતા ઊર્જા અને દ્રવ્યના વિનિમયથી હવામાન તથા આબોહવાનાં વિશિષ્ટ સ્વરૂપોનું સર્જન થાય છે. કુદરતી પર્યાવરણના…

વધુ વાંચો >

ઇન્ટરનેશનલ જિયોફિઝિકલ યર

ઇન્ટરનેશનલ જિયોફિઝિકલ યર (IGY) : 1 જુલાઈ, 1957થી 31 ડિસેમ્બર, 1959 સુધીનો 30 મહિનાનો ભૂભૌતિક સંશોધનોનો સમયગાળો. જગતભરમાં આ કાર્યક્રમ તે સમયે હાથ ધરવામાં આવ્યો હતો. તેના અધ્યક્ષ ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા નિર્દેશક ડૉ. કે. આર. રામનાથન હતા. IGYમાં વિશ્વભરના 70 દેશોના 30,000થી વધુ વૈજ્ઞાનિકોનો સાથ-સહકાર સાંપડ્યો હતો. આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સહકારનું…

વધુ વાંચો >

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટ્રૉપિકલ મીટિયરૉલૉજી

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટ્રૉપિકલ મીટિયરૉલૉજી (IITM) : 1 એપ્રિલ, 1971ના રોજ પુણે નજીક પાશાનમાં સ્થાપવામાં આવેલી કેવળ હવામાનશાસ્ત્રના સંશોધનકાર્ય માટેની સ્વાયત્ત સંસ્થા. તે મૂળ ઇન્ડિયન મીટિયરૉલૉજિકલ ડિપાર્ટમેન્ટની એક પાંખ તરીકે 1962માં ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટ્રૉપિકલ મીટિયરૉલૉજીના નામથી ‘રામદુર્ગ હાઉસ’માં શરૂ કરવામાં આવેલી. આ નિર્ણય ભારતના આર્થિક વિકાસને અનુરૂપ હતો. ડૉ. પી. આર.…

વધુ વાંચો >

ઇન્ડિયન મીટિયરોલૉજી ડિપાર્ટમેન્ટ

ઇન્ડિયન મીટિયરોલૉજી ડિપાર્ટમેન્ટ (IMD) : ભારતની હવામાનશાસ્ત્ર અંગેની 1875માં સ્થાપવામાં આવેલી સંસ્થા. તે વિશ્વની આ ક્ષેત્રની જૂની સંસ્થાઓમાંની એક ગણાય છે. શરૂઆતમાં હવામાન અંગેનું કાર્ય કરતી વેધશાળાઓને પોતાના આધિપત્ય નીચે લઈને તેમના કાર્યનું આ સંસ્થાએ કેન્દ્રીકરણ કર્યું હતું. હવામાન, ભૂકંપશાસ્ત્ર તથા વાતાવરણશાસ્ત્ર સાથે સંલગ્ન વિષયો અંગેની બધી બાબતોમાં તે પ્રમુખ…

વધુ વાંચો >