પિનાકીન ર. શેઠ

જમીનમાર્ગી પરિવહન

જમીનમાર્ગી પરિવહન : વાણિજ્યમાં પરિવહનના ત્રણ પ્રકારોમાંનો એક. પરિવહનનું કાર્ય વસ્તુ કે વ્યક્તિની ભૌતિક હેરફેર કરવાનું છે. વસ્તુની જરૂરિયાત વધુ હોય તે સ્થળે તેની હેરફેર કરવાથી તેની સ્થળઉપયોગિતા વધે છે. આ હેરફેરનું કાર્ય સમયસર, કરકસરપૂર્વક અને સલામતીપૂર્વક કરવાનું હોય છે. આજે સમગ્ર વિશ્વ એક બજાર બની ગયું છે. જુદાં જુદાં…

વધુ વાંચો >

જાહેર ઉપયોગિતા

જાહેર ઉપયોગિતા : નાગરિકોના રોજિંદા જીવનને સીધી રીતે સ્પર્શતી આવશ્યક વસ્તુઓ કે સેવા. દા.ત., પાણી-પુરવઠો, વાહનવ્યવહાર, સંદેશાવ્યવહાર, વીજળી-પુરવઠો, જાહેર સ્વાસ્થ્યની સેવા વગેરે. આવી વસ્તુઓ કે સેવા પૂરી પાડવાની પ્રક્રિયા સાથે વિશિષ્ટ પ્રકારની તકનીક સંકળાયેલી હોવાથી તેના પર મહદ્ અંશે રાજ્યનું નિયંત્રણ હોય છે તથા તેના ઉત્પાદન ઘટકો તેના પુરવઠા પર…

વધુ વાંચો >

જાહેર નિગમ

જાહેર નિગમ : સંસદ કે વિધાનસભાના ખાસ ધારાથી અલગ વ્યક્તિત્વ અને આંતરિક સ્વાયત્તતા ધરાવતી અને જાહેર હેતુ માટે રચવામાં આવેલી પેઢી. જેમ કે નૅશનલ ટેક્સ્ટાઇલ કૉર્પોરેશન, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપૉર્ટ કૉર્પોરેશન, ઇન્ડિયન ઍરલાઇન્સ કૉર્પોરેશન, લાઇફ ઇન્સ્યોરન્સ કૉર્પોરેશન ઑવ્ ઇન્ડિયા વગેરે જાહેર નિગમો છે. ખાસ કાયદાથી સ્થાપના, રાજ્યની માલિકી, આંતરિક સ્વાયત્તતા,…

વધુ વાંચો >

ધ્યેયલક્ષી સંચાલન

ધ્યેયલક્ષી સંચાલન : પૂર્વનિર્ણીત ધ્યેયો અને હેતુઓને સિદ્ધ કરવા માટે સંગઠનના ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા પરસ્પર સમજૂતીથી નિર્ધારિત કરવામાં આવતી સંચાલનની યોજનાબદ્ધ પદ્ધતિ. તેનાં બે મુખ્ય પાસાં હોય છે. સંગઠનનાં ધ્યેયો નક્કી કરવાં તથા તે ધ્યેયો કાર્યાન્વિત કરવા માટેની વ્યૂહરચના ઘડવી. આ અર્થમાં ધ્યેયલક્ષી સંચાલન એ ધ્યેયસિદ્ધિ માટેની વ્યૂહરચનાને…

વધુ વાંચો >

પરિવહન

પરિવહન માનવી તેમ જ માલસામાનને લાવવા – લઈ જવા (યાતાયાત) માટે વપરાતાં સાધનો અને સગવડોને લગતી બાબત. આદિકાળથી માનવીની ભૌતિક સુખસુવિધામાં, માનવીની તેમજ તેને ઉપયોગી માલસામાનની પરિવહનગત સાનુકૂળતાએ ઘણો મોટો ભાગ ભજવ્યો છે. આ કારણે પરિવહનનાં સાધનોમાં સતત વિકાસ થતો રહ્યો છે. પરિવહન માટે પ્રાચીન કાળમાં પશુઓનો ઉપયોગ થતો. ત્યારથી…

વધુ વાંચો >

પર્ટ (Programme Evaluation and Review Technique – PERT)

પર્ટ (Programme Evaluation and Review Technique – PERT) : નિર્માણયોજનાનાં વિક્ટ કાર્યો પૂરાં કરવા માટે, સમયનો અંદાજ કાઢી તદનુસાર સમયસારણી બનાવીને વિકસાવવામાં આવેલી સંકલન-પદ્ધતિ. નિર્માણયોજના સાંગોપાંગ સમયસર પૂરી થાય તે માટે વિવિધ પ્રકારની સંચાલકીય અંકુશપદ્ધતિઓ વિકસાવવામાં આવેલી છે. તે પૈકી એક છે ‘કાર્યક્રમ મુલવણી અને પુનરવલોકન પદ્ધતિ’ (Programme Evaluation and…

વધુ વાંચો >

પ્રૉસ્પેક્ટસ (બોધપત્ર)

પ્રૉસ્પેક્ટસ (બોધપત્ર) : કંપની અંગે જાહેર જનતાને માહિતી આપતો અને કંપનીના શેર ખરીદવા માટે આમંત્રણ આપતો દસ્તાવેજ. પ્રૉસ્પેક્ટસ વાંચવાથી કંપની વિશે લોકો પૂરેપૂરી માહિતી મેળવી શકે છે. તેમાંના મહત્વના મુદ્દાઓ વર્તમાનપત્રો અને જાહેરાતનાં અન્ય માધ્યમો દ્વારા લોકોની જાણ માટે રજૂ કરવામાં આવે છે; પરંતુ તેથી બોધપત્રને જાહેરાત ગણી શકાય નહિ.…

વધુ વાંચો >

ફૅક્ટરી ઍક્ટ

ફૅક્ટરી ઍક્ટ : કામદારોની કામગીરી સુવિધાજનક બનાવવાના હેતુથી ઔદ્યોગિક એકમો ઉપર વિવિધ નિયંત્રણો લાગુ પાડતો કેન્દ્ર સરકારનો કાયદો. આધુનિક ઉદ્યોગના આગમન સાથે એક અલગ કામદાર વર્ગ અસ્તિત્વમાં આવ્યો. પ્રારંભિક તબક્કામાં કારખાનામાં કામદારોની સ્થિતિ ખૂબ જ દયાજનક હતી. તેમના કામના કલાકો, રજા, કામગીરીની પરિસ્થિતિ વગેરે અંગે કોઈ ચોક્કસ ધોરણો ન હતાં;…

વધુ વાંચો >

બજેટ–બજેટિંગ

બજેટ–બજેટિંગ : આગામી નિશ્ચિત સમયગાળા માટે અગાઉથી તૈયાર કરેલું અને મંજૂર રાખેલું નાણાકીય અને સાંખ્યિકી પરિમાણના લક્ષ્યાંકો દર્શાવતું વિસ્તૃત, સંકલિત અને નીતિવિષયક પત્રક અને તેને વિગતવાર તૈયાર કરીને અમલમાં મૂકવાની પ્રક્રિયા. બજેટ વાર્ષિક, છમાસિક, ત્રિમાસિક, માસિક કે અઠવાડિક એવા કોઈ પણ આગામી સમયગાળા માટે હોઈ શકે. પરંતુ મોટાભાગે તે એક…

વધુ વાંચો >

બહુરાષ્ટ્રીય કંપનીઓ

બહુરાષ્ટ્રીય કંપનીઓ : કંપનીનું મુખ્ય મથક એક દેશમાં હોય અને ઉત્પાદન કે વ્યાપારની પ્રવૃત્તિ અનેક દેશોમાં ચાલતી હોય તેવી કંપની. બહુરાષ્ટ્રીય કંપનીઓનું મુખ્ય મથક સામાન્ય રીતે અમેરિકા, બ્રિટન, પશ્ચિમ જર્મની, પશ્ચિમ યુરોપના દેશો, જાપાન વગેરે ઔદ્યોગિક રીતે વિકસિત દેશોમાં હોય છે. તેઓ વિશ્વના અનેક દેશોમાં પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ ચલાવે છે.…

વધુ વાંચો >