પર્યાવરણ

આદિ પર્યાવરણ

આદિ પર્યાવરણ (primitive environment) : કરોડો વર્ષ પૂર્વનું પૃથ્વીનું પર્યાવરણ. સજીવોના જીવન અને વિકાસ ઉપર પ્રભાવ પાડતી બાહ્ય પરિસ્થિતિ (external conditions) અને અસરો(influences)નો સરવાળો એટલે પર્યાવરણ. પર્યાવરણમાં આબોહવા(climate)નો અભ્યાસ સમાવિષ્ટ છે. બાહ્ય પરિબળોના અભ્યાસ માટેનાં ઉપકરણો (equipment/instruments) તો છેલ્લાં સો-દોઢ સો વર્ષમાં જ શોધાયાં અને ઉપયોગમાં આવ્યાં છે. પૃથ્વીની ઉત્પત્તિને…

વધુ વાંચો >

આબોહવા

આબોહવા (Climate) આબોહવા એટલે કોઈ પણ સ્થાન કે પ્રદેશ ઉપરની લાંબા સમય દરમિયાનની હવામાનની સરેરાશ લાક્ષણિક પરિસ્થિતિ. પૃથ્વી ઉપરનાં કોઈ બે સ્થાનની આબોહવા સર્વ રીતે સમાન હોતી નથી. વાતાવરણમાં તથા વાતાવરણ અને પૃથ્વીની સપાટી વચ્ચે થતા ઊર્જા અને દ્રવ્યના વિનિમયથી હવામાન તથા આબોહવાનાં વિશિષ્ટ સ્વરૂપોનું સર્જન થાય છે. કુદરતી પર્યાવરણના…

વધુ વાંચો >

ઇન્ટર-ગવર્નમેન્ટલ પૅનલ ઑન ક્લાઇમેટ ચેન્જ

ઇન્ટર-ગવર્નમેન્ટલ પૅનલ ઑન ક્લાઇમેટ ચેન્જ (IPCC) : ભાવિ પર્યાવરણ અંગે વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરતી સંસ્થા; જેને 2007નો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો. આ નોબેલ પુરસ્કારમાં અમેરિકાના પૂર્વ ઉપપ્રમુખ આલ્બર્ટ આર્નોલ્ડ ગોર સહભાગી હતા. 1988 દરમિયાન ધ ઇન્ટર-ગવર્નમેન્ટલ પૅનલ ઑન ક્લાઇમેટ ચેન્જ(IPCC)ની સ્થાપના યુનાઇટેડ નૅશન્સ ઍન્વાયરન્મૅન્ટ પ્રોગ્રામ (UNEP) અને વર્લ્ડ…

વધુ વાંચો >

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સૉઇલ સાયન્સ (ભોપાલ)

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સૉઇલ સાયન્સ (ભોપાલ) : પર્યાવરણને નુકસાન કર્યા સિવાય મૃદા-સંસાધન(soil-resource)ની ઉત્પાદકતા ઉચ્ચ સ્તરે ટકી રહે તે માટેની વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડતી ભારતીય સંસ્થા. તેની સ્થાપના ભારતીય કૃષિ-સંશોધન પરિષદે (Indian Council of Agricultural Research, New Delhi; ICAR) 1988માં ભોપાલ ખાતે મૃદા-સંસાધન અંગે પાયાનું અને વ્યૂહાત્મક સંશોધન કરવા માટે કરી.…

વધુ વાંચો >

ઇલ્ટન, ચાર્લ્સ

ઇલ્ટન, ચાર્લ્સ (જ. 29 માર્ચ 1900, ઇંગ્લૅન્ડ; અ. 1 મે 1991, ઑક્સફર્ડ, ઇંગ્લૅન્ડ) : પરિસ્થિતિવિજ્ઞાન(ecology)ના ખ્યાતનામ બ્રિટિશ વૈજ્ઞાનિક. તેઓ પર્યાવરણના મૂળ સિદ્ધાંતોના શોધક તરીકે જાણીતા છે. પ્રાણીઓના જીવનક્રમનો અભ્યાસ તેમના રહેઠાણની આસપાસની પરિસ્થિતિનો ખ્યાલ રાખીને કરવો જોઈએ એવું તેમનું પ્રતિપાદન છે. આ અંગે ચાર્લ્સ ઇલ્ટને પોતાના વિચારો ‘એનિમલ ઇકૉલૉજી’ (1927)…

વધુ વાંચો >

ઈકોક્લાઇન

ઈકોક્લાઇન (ecocline – પારિસ્થિતિક ઢાળ) : સજીવો અને પર્યાવરણના એકમેક સાથે તાલબદ્ધ રીતે સંકળાયેલ ફેરફારોનો ક્રમબદ્ધ સંક્રમણ-ઢાળ (gradient). ઈકોક્લાઇન સજીવોની અનુકૂલનશીલતા(adaptability)નો નિર્દેશ કરે છે. પર્યાવરણ ભૌગોલિક રીતે સતત પરિવર્તન પામે છે. કોઈ એક વિસ્તારનું પર્યાવરણ ક્રમશ: બદલાતાં તેની પાડોશમાં આવેલા અન્ય વિસ્તારના પર્યાવરણમાં ફેરફાર થાય છે; દાખલા તરીકે, જમીનનો બદલાતો…

વધુ વાંચો >

ઈકોટાઇપ

ઈકોટાઇપ (પારિસ્થિતિક પ્રરૂપ) : વિશાળ ભૌગોલિક વિસ્તારમાં થતી જાતિઓની સ્થાનત: અનુકૂલિત (locally adapted) વસ્તી. તેઓ સ્થાનિક પરિસ્થિતિઓ સાથે સમાયોજિત (adjusted) સહિષ્ણુતાઓની મર્યાદાઓ (limits of tolerances) ધરાવે છે. તાપમાન, પ્રકાશ અથવા અન્ય પરિબળોની પ્રવણતાઓ (gradients) સાથેનું પ્રતિપૂરણ (compensation) જનીનીય ઉપજાતિઓ(subspecies)ને, બાહ્યાકારકીય અભિવ્યક્તિ સાથે કે સિવાય, સાંકળે છે અથવા માત્ર દેહધર્મવિદ્યાકીય પર્યનુકૂલન…

વધુ વાંચો >

ઉત્ક્રાંતિ, સજીવોની

ઉત્ક્રાંતિ, સજીવોની (organic evolution) સજીવોની એક પેઢીમાંથી બીજી પેઢીમાં થતા જનીનિક અનુત્ક્રમણીય (irreversible) ફેરફારોને લઈને નિર્માણ થતી નવી જાતિનો ખ્યાલ આપતો કુદરતી પ્રક્રમ. પૃથ્વી પરનાં વિવિધ પર્યાવરણોના નિકેતો(niches)માં અનેક જાતની વનસ્પતિ અને પ્રાણીઓની સૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે. તેમાં રચનાત્મક અને ક્રિયાત્મક ભિન્નતા રહેલી છે. પૃથ્વી પર સજીવ સૃષ્ટિનું અવતરણ તે…

વધુ વાંચો >

ઉત્પાદકો

ઉત્પાદકો : જુઓ નિવસનતંત્ર.

વધુ વાંચો >

ઉત્સ્વેદન

ઉત્સ્વેદન (transpiration) : વધારાના પાણીનો વરાળસ્વરૂપે હવાઈ અંગો દ્વારા નિકાલ કરવાની વનસ્પતિની પ્રક્રિયા. તેને બાષ્પોત્સર્જન પણ કહે છે. ઉત્સ્વેદન કરતી સપાટીને અનુલક્ષીને તેના ત્રણ પ્રકાર પડે છે : પર્ણરંધ્ર (stomata) દ્વારા થતું રંધ્રીય ઉત્સ્વેદન, અધિસ્તરના કોષો વચ્ચે થતું ત્વચીય (cuticular) ઉત્સ્વેદન અને વાતછિદ્ર (air pores) દ્વારા થતું ઉત્સ્વેદન. મોટેભાગે ઉત્સ્વેદનપ્રક્રિયા…

વધુ વાંચો >