નીલાંજના શાહ

અર્થપ્રકૃતિ

અર્થપ્રકૃતિ : સંસ્કૃત નાટકમાં પ્રવર્તતા કથાવસ્તુની સંકલનાના પાંચ પ્રકાર. નાટ્યશાસ્ત્રીઓએ સંસ્કૃત નાટકમાં, કથાવસ્તુની સંકલનાની દૃષ્ટિએ, બીજ, બિન્દુ, પતાકા, પ્રકરી અને કાર્ય – એ પાંચ અર્થપ્રકૃતિઓનું વિધાન કર્યું છે. આમાંથી પતાકા અને પ્રકરી એ બંને નાટકના પ્રાસંગિક (ગૌણ) વૃત્ત સાથે, જ્યારે બાકીની ત્રણ આધિકારિક (મુખ્ય) વૃત્ત સાથે સંકળાયેલી છે. નાટકમાં અર્થપ્રકૃતિઓના…

વધુ વાંચો >

ગઉડવહો (ગૌડવધ)

ગઉડવહો (ગૌડવધ) (આઠમી સદી) : જાણીતું પ્રાકૃત મહાકાવ્ય. તે વાકપતિરાજે પોતાના આશ્રયદાતા કનોજના રાજા યશોવર્માની પ્રશંસા અર્થે આર્યા છંદમાં રચેલું. આ કાવ્ય તેમણે આઠમી સદીની શરૂઆતમાં રચ્યું છે એમ વિદ્વાનો માને છે. તે સર્ગોને બદલે કુલકોમાં વહેંચાયેલું છે. (એક વિગતનું વર્ણન કરતાં પાંચથી પંદર પદ્યોનો સમૂહ તે કુલક.) તેમાં કુલ…

વધુ વાંચો >

ગાથા સહસ્રી

ગાથા સહસ્રી : સકલચંદ્રગણિના શિષ્ય સમયસુન્દરગણિ સંગૃહીત ગ્રંથ. ઈ. સ. 1629માં તેમણે આમાં 1૦૦૦ સુભાષિતગાથાનો સંગ્રહ કર્યો છે. આમાં સૂરિના 36 ગુણ, સાધુઓના ગુણ, જિનકલ્પિકનાં ઉપકરણ, યતિદિનચર્યા, 25½ આર્યદેશ, ધ્યાતાનું સ્વરૂપ, પ્રાણાયામ, 32 પ્રકારનાં નાટક, 16 શૃંગાર, શકુન અને જ્યોતિષ વગેરે સાથે સંકળાયેલા વિષયોનો સંગ્રહ છે. આ સંગ્રહમાં મહાનિશીથ, વ્યવહારભાષ્ય, પુષ્પમાલાવૃત્તિ…

વધુ વાંચો >

તિલક રાજાનક

તિલક રાજાનક (ઈ. સ. 1075થી 1125) : કાશ્મીરી અલંકારશાસ્ત્રી. ‘અલંકાર સર્વસ્વ’ના કર્તા રુય્યકના તે પિતા હોવા ઉપરાંત ગુરુ પણ હતા, કારણ કે રુય્યકે પોતે જણાવ્યા પ્રમાણે તેણે સાહિત્યશાસ્ત્રનો અભ્યાસ તિલક પાસે કર્યો હતો. રાજાનક તિલકે ઉદભટના ‘કાવ્યાલંકારસારસંગ્રહ’ પર ‘ઉદભટ-વિવેક’ કે ‘ઉદભટવિચાર’ નામની ટીકા લખી છે એવી માહિતી ‘અલંકારસર્વસ્વ’ પર જયરથે…

વધુ વાંચો >

સેઉબન્ધ (सेतुबन्ध)

સેઉબન્ધ (सेतुबन्ध) : પ્રવરસેનરચિત પ્રાકૃત મહાકાવ્ય. તે ‘રાવણવધ’ અને ‘દશમુખવધ’ એ નામે પણ ઓળખાય છે. ઈ. સ.ની પાંચમી શતાબ્દીની બીજી પચ્ચીસીમાં થઈ ગયેલા વાકાટક વંશના રાજા પ્રવરસેન બીજા આ કાવ્યના કર્તા હોવાનો સંભવ છે. પંદર સર્ગના આ કાવ્યનું કથાનક વાલ્મીકિ રામાયણ પર આધારિત છે. આનું કથાવસ્તુ હનુમાન સીતાના સમાચાર મેળવીને…

વધુ વાંચો >