દિનકર મહેતા

આદીશ્વર મંદિર, શત્રુંજય

આદીશ્વર મંદિર, શત્રુંજય : શત્રુંજયગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખરતરવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા…

વધુ વાંચો >

ઉપરકોટનું ગુફાસ્થાપત્ય

ઉપરકોટનું ગુફાસ્થાપત્ય : પ્રાચીન અને મધ્યકાલીન પુરાવશેષો ધરાવતું સ્થળ. જૂનાગઢ રેલવે-સ્ટેશનથી પૂર્વમાં લગભગ પોણો માઈલ દૂર મહમૂદ બેગડાએ જૂનાગઢને ફરતા બંધાવેલા ગઢની પૂર્વની રાંગની લગભગ ઉત્તર બાજુએ ઉપરકોટનો કિલ્લો આવેલો છે. ‘વિવિધ તીર્થકલ્પ’ આ સ્થળનો ‘ઉગ્ગસેણ ગઢ’ અને ‘પ્રબંધકોશ’માં ‘ખંગારદુર્ગ’ તરીકે ઉલ્લેખ થયો છે. એક માન્યતા પ્રમાણે આ કિલ્લો ઉગ્રસેન…

વધુ વાંચો >

કમ્બોડિયા

કમ્બોડિયા : અગ્નિ એશિયાનો એક દેશ. તે 10o ઉ. અક્ષાંશથી 15o ઉ. અક્ષાંશ અને 102o પૂ. રેખાંશથી 108o પૂ. રેખાંશ વચ્ચે આવેલો છે. તેની ઉત્તરે અને પશ્ચિમે થાઇલૅન્ડ, ઉત્તર અને પૂર્વમાં લાઓસ તથા વિયેટનામ, તેમજ નૈર્ઋત્યે થાઇલૅન્ડની ખાડી આવેલી છે. આ દેશનું ક્ષેત્રફળ આશરે 1,81,035 ચોકિમી. છે. વસ્તી : 1,67,18,965…

વધુ વાંચો >

દેશપાંડે, મધુસૂદન નરહર

દેશપાંડે, મધુસૂદન નરહર (જ. 11 નવેમ્બર 1920, રહિમતપુર, જિ. સતારા) : ભારતના પ્રસિદ્ધ પુરાતત્વવિદ. તેમણે 1942માં મુંબઈ વિશ્વવિદ્યાલય અંતર્ગત ફર્ગ્યુસન કૉલેજમાંથી અર્ધમાગધી ભાષા લઈ પ્રથમ વર્ગમાં સ્નાતકની પદવી મેળવી હતી. તેમના સંશોધન તરફના ખેંચાણને કારણે પુરાતત્વના પિતામહ અને ડેક્કન કૉલેજ, પુણેના સર્વેસર્વા એવા ડૉ. એચ. ડી. સાંકળિયા પાસે જૈન સાહિત્ય…

વધુ વાંચો >

નાગાર્જુનકોંડા

નાગાર્જુનકોંડા : આંધ્રપ્રદેશમાં આવેલ નૂતન પાષાણયુગની વસાહત. આંધ્રપ્રદેશના ગંતૂર જિલ્લાના પલ્નડ તાલુકાના કૃષ્ણા નદીના દક્ષિણ કિનારા પર ‘નાગાર્જુનકોંડા’ એટલે કે નાગાર્જુનની ટેકરી આવેલ છે. આ પ્રાચીન વસાહતની ભાળ સને 1926માં મળી. ઇજિપ્તમાં આવેલ નાઈલ નદી પર આસ્વાન બંધ બાંધવાની યોજનાથી અબુ સિંબેલનાં સ્મારકો પર જે ભય ઊભો થયો હતો તેવો…

વધુ વાંચો >

નાલંદા

નાલંદા : બિહારનો એક જિલ્લો અને વિશ્વપ્રસિદ્ધ પ્રાચીન વિદ્યાકેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 25° 07´ ઉ. અ. અને 85° 25´ પૂ. રે.. તે પટણાથી આશરે 88 કિમી. દૂર ગંગાને કાંઠે અગ્નિખૂણે બડગાંવ ગામની હદમાં આવેલ છે. નાલંદા જિલ્લાનું ક્ષેત્રફળ 2,355 ચોકિમી. છે. તેના અર્થતંત્રનો આધાર ખેતી ઉપર છે અને ત્યાં ગંગાનદીની…

વધુ વાંચો >

નાવડા ટોલી

નાવડા ટોલી : પ્રાચીન વસાહતોના ટિંબા. મધ્યપ્રદેશના ઇંદોર શહેરથી દક્ષિણે આશરે 70 કિમી. દૂર નર્મદા નદીના બંને કાંઠે માહેશ્વર અને નાવડા ટોલી નામની પ્રાચીન વસાહતોના ટિંબા આવેલા છે. નાવડા ટોલી નામ માટે ભિન્ન ભિન્ન ઉચ્ચારો મુજબ અર્થ થાય છે, પણ નદીમાં નાવ ચલાવનાર ટોલીનું ગામ નાવડા ટોલી હોય તે યથાર્થ…

વધુ વાંચો >

નેવાસા

નેવાસા : મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગર શહેરથી ઈશાનમાં આશરે 55 કિમી.ના અંતરે, ગોદાવરી નદીની એક શાખા પ્રવરાને કાંઠે વસેલું નગર. તે નેવાસા ખુર્દ તરીકે ઓળખાય છે. આ વસાહતના ઉલ્લેખો પ્રાચીન સાહિત્યમાં મળે છે. નેવાસા મુખ્યત્વે ‘જ્ઞાનેશ્વરી’ માટે પ્રસિદ્ધ છે. સંત જ્ઞાનેશ્વરે ગીતા પર ટિપ્પણી કે જે ‘જ્ઞાનેશ્વરી’ તરીકે જાણીતી છે તે…

વધુ વાંચો >