જ. મ. શાહ
અફઘાનિસ્તાન
અફઘાનિસ્તાન દક્ષિણ-મધ્ય એશિયામાં આવેલો દેશ. સત્તાવાર નામ : ઇસ્લામિક પ્રજાસત્તાક અફઘાનિસ્તાન. જ્યાં પ્રમુખશાહી ઇસ્લામિક પ્રજાસત્તાક સરકાર છે. વિસ્તાર : 6,52,230 ચો.કિમી. પાટનગર-કાબુલ. આ ભૂમિબંદિસ્ત દેશની ઉત્તરે તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તજાકિસ્તાન; પશ્ચિમે ઈરાન; દક્ષિણે અને પૂર્વે પાકિસ્તાન તથા ઈશાને ચીન આવેલું છે. તેને દરિયાકિનારો નથી. તેનાથી અરબી સમુદ્ર દક્ષિણે 482.7 કિમી.…
વધુ વાંચો >આંભિ
આંભિ (ઈ. સ. પૂ. ચોથી સદી) : તક્ષશિલાનો રાજા. સિકંદર બુખારામાં હતો ત્યારે તેણે તેનું રાજ્ય બચાવી લેવામાં આવે, એવી શરતે તેને મદદ આપવાનું કહેણ મોકલ્યું હતું. તેણે સિકંદરને 65 હાથી, 3,000 કીમતી બળદ તથા અનેક મોટા કદનાં ઘેટાં ભેટ મોકલ્યાં હતાં. ઇતિહાસમાં નોંધાયેલ તે દેશદ્રોહ કરનાર સૌપ્રથમ ભારતીય રાજા…
વધુ વાંચો >ઈશાનવર્મા
ઈશાનવર્મા (રાજ્યકાળ 554-576 આશરે) : કનોજનો મૌખરિ વંશનો રાજા. પિતા ઈશ્વરવર્મા અને માતાનું નામ ઉપગુપ્તા. ઉપગુપ્તા ગુપ્તકુલની રાજકન્યા હતી. કનોજનું મૌખરિ રાજ્ય ઈશાનવર્માને વારસામાં મળ્યું હતું તેથી તેની ગણના મહારાજાધિરાજ તરીકે થવા લાગી. ઉત્તરકાલીન ગુપ્તોના કુમારગુપ્ત ત્રીજાએ ઉત્તરમાં કૂચ કરી ઈશાનવર્માને હરાવ્યો હતો. મૌખરિ અને ગુપ્તો વચ્ચે આ વિગ્રહ લાંબો…
વધુ વાંચો >ઈશ્વરવર્મા
ઈશ્વરવર્મા (છઠ્ઠી સદી) : કાન્યકુબ્જના મૌખરિ વંશનો રાજા. ઈશ્વરવર્માએ ધારા (માળવા), આંધ્ર અને રૈવતક(સૌરાષ્ટ્ર)ના રાજાઓને હરાવ્યા હતા. તેની રાણી ઉપગુપ્તા ગુપ્તકુલની રાજકન્યા હોય એવું જણાય છે. તે દયાવાન, સદાચારી, દાનવીર અને પરાક્રમી હતો. તેના પિતા આદિત્યવર્મા પણ પરાક્રમી હતા. માતા હર્ષગુપ્તા ગુપ્તવંશના કૃષ્ણગુપ્તની પુત્રી હતી. તેમને ઈશાનવર્મા નામે પરાક્રમી પુત્ર…
વધુ વાંચો >એસિરિયન સંસ્કૃતિ
એસિરિયન સંસ્કૃતિ : મેસોપોટેમિયાનો એક ભૌગોલિક પ્રદેશ. તે બૅબિલૉનથી આશરે 980 કિમી. ઉત્તરે આવેલો છે. પ્રાચીન કાળમાં યુફ્રેટીસ અને ટાઇગ્રિસ નદીઓના તટપ્રદેશ પર જે સંસ્કૃતિનો વિકાસ થયો તે મેસોપોટેમિયા(બે નદીઓ વચ્ચેનો પ્રદેશ)ની સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. અહીં વસતી પ્રજાનો મુખ્ય દેવ ‘અસુર’ હતો. તેના નામ ઉપરથી આ લોકો એસિરિયન કહેવાતા.…
વધુ વાંચો >કર્ક પહેલો
કર્ક પહેલો (આઠમી સદી) : રાષ્ટ્રકૂટ વંશના રાજા ગોવિંદ પહેલાનો પુત્ર. ગોવિંદનું વરાડમાં નાનું રાજ્ય (ઈ.સ. 690-710) હતું. શંકર સિવાય બીજા કોઈ દેવને ગોવિંદ વંદન કરતો નહિ, પણ કર્ક પહેલો વિષ્ણુનો ભક્ત હતો. તેના મોટા પુત્ર ઇન્દ્રે ચાલુક્ય રાજા ભવનાગની પુત્રીનું લગ્નમંડપમાંથી હરણ કરી તેની સાથે ‘રાક્ષસ’ વિધિથી લગ્ન કર્યું…
વધુ વાંચો >કર્ક બીજો
કર્ક બીજો (નવમી સદી) : રાષ્ટ્રકૂટ રાજા ઇન્દ્રરાજનો જ્યેષ્ઠ પુત્ર. એ ‘કર્કરાજ સુવર્ણવર્ષ’ તરીકે ઓળખાતો. ઇન્દ્રરાજ પછી એ ‘લાટેશ્વર’ થયો. એની રાજધાની ખેડામાં હતી. એણે દાનમાં આપેલી ભૂમિ અંકોટ્ટક ચોર્યાસી, ભરુકચ્છ વિષય, મહીનર્મદા વચ્ચેનો પ્રદેશ, નાગસારિકા વિભાગ અને માહિષક 42માં આવેલી હતી. એ મહાસામંતાધિપતિ કહેવાતો. એનાં ઈ.સ. 812થી ઈ.સ. 824નાં…
વધુ વાંચો >કીર્તિરાજ
કીર્તિરાજ (અગિયારમી સદી) : લાટપ્રદેશના ગોગ્ગિરાજનો પુત્ર. લાટપ્રદેશ પર ગુજરાતના સોલંકી રાજાઓનું વર્ચસ્ હતું. આ પ્રદેશ ઉપર બારપ્પના પુત્ર ગોગ્ગિરાજે પોતાની સત્તા પાછી મેળવી હતી. પરંતુ સોલંકી રાજા દુર્લભરાજે લાટના રાજાને હરાવ્યો હતો એવું માનવામાં આવે છે. કીર્તિરાજની કીર્તિ શત્રુઓના હાથમાં ચાલી ગઈ હોવાનું નિરૂપાયું છે. કીર્તિરાજે 1018માં તાપી નદીને…
વધુ વાંચો >કુઝુલ કડફીસીસ
કુઝુલ કડફીસીસ (પહેલી સદી) : કુશાન વંશનો પ્રથમ રાજવી. તેના સિક્કા કાબુલ તેમજ વાયવ્ય પ્રદેશમાંથી મળી આવ્યા છે. તે પ્રદેશમાં તે રાજ્ય કરતો. એની પહેલાં કાબુલમાં યવનોની સત્તા હતી. હર્મિયસ નામે યવન એ પ્રદેશ પર રાજ્ય કરતો. તક્ષશિલા પર કુઝુલ કડફીસીસની સત્તા હતી. તેને કી-પીનનો સ્વામી કહેવામાં આવ્યો છે. આ…
વધુ વાંચો >કૅમ્બાઇસીઝ 2જો
કૅમ્બાઇસીઝ 2જો (શાસન : ઈ. પૂ. 529-ઈ. પૂ. 522, સીરિયા) : ઈરાનનો સમ્રાટ. તે ઈરાનના સમ્રાટ મહાન સાયરસ 2જાનો જ્યેષ્ઠ પુત્ર હતો. તેના પિતાના રાજ્યઅમલ દરમિયાન કૅમ્બાઇસીઝ બૅબિલોનિયાનો વહીવટ સંભાળતો હતો. તેને ઈ. પૂ. 530માં બૅબિલોનમાં રીજન્ટ નીમવામાં આવ્યો હતો. તેના શાસનની મોટી સિદ્ધિ ઈ. પૂ. 525માં ઇજિપ્તના વિજયની હતી.…
વધુ વાંચો >