જય અરવિંદ ભટ્ટ

રુધિરગુલ્મ અંત:કર્પરી (intracranial haematoma)

રુધિરગુલ્મ, અંત:કર્પરી (intracranial haematoma) : માથાને થતી ઈજાને કારણે ખોપરીની અંદર લોહી વહીને તેનો ગઠ્ઠો જામવો તે. મગજને 3 આવરણો છે. તેમાંના સૌથી બહારના આવરણને દૃઢતાનિકા કહે છે. દૃઢતાનિકાની ઉપર અથવા નીચે લોહી ઝમીને ગઠ્ઠો બનાવે તો તેને અનુક્રમે અધિદૃઢતાનિકી (epidural) અથવા અવદૃઢતાનિકી (subdural) રુધિરગુલ્મ કહે છે. જ્યારે માથાને ઈજા…

વધુ વાંચો >

રેનિન-ઍન્જિયોટેન્સિન તંત્ર

રેનિન-ઍન્જિયોટેન્સિન તંત્ર : શરીરમાં પાણી, આયનો તથા લોહીના દબાણને સંતુલિત રાખતું તંત્ર. મૂત્રપિંડમાં ગુચ્છ-સમીપી કોષો (Juxta-glomarular cells)માંથી રેનિન નામનો નત્રલવિલયી (proteolytic) ઉત્સેચક નીકળે છે, જે ઍન્જિયોટેન્સિનોજન નામના દ્રવ્યમાંથી ઍન્જિયોટેન્સિન-I નામનું દ્રવ્ય બનાવે છે. મૂત્રપિંડમાં લોહીનું પરિભ્રમણ ઘટે, નસોમાંનું પ્રવાહી ઘટે, લોહીમાં કેટેકોલ એમાઇન્સ નામનાં દ્રવ્યોનું પ્રમાણ ઘટે, સંવેદી ચેતાતંત્રની ક્રિયાશીલતા…

વધુ વાંચો >

લીપોપ્રોટીનો

લીપોપ્રોટીનો : લોહીમાંની ચરબીના અણુઓનું એપોપ્રોટીન સાથે વહન કરતા ગોલબંધકો (globular packages). લોહીમાં ચરબીના મુખ્ય 2 પ્રકારના અણુઓનું આ રીતે વહન થાય છે – કોલેસ્ટિરોલ અને ટ્રાઇગ્લિસેરાઇડ. કોલેસ્ટિરોલ એક અનિવાર્ય રસાયણ છે, જે કોષોના પટલો(કલાઓ, membranes)ની રચનામાં, સ્ટિરોઇડ અંત:સ્રાવોના ઉત્પાદનમાં તથા પિતામ્લો(bite acids)ની બનાવટમાં ઉપયોગી છે. ખોરાકમાંની ઊર્જાને કોષો સુધી…

વધુ વાંચો >