જયેશ અગ્નિહોત્રી

પુનર્નવાદિ ક્વાથ

પુનર્નવાદિ ક્વાથ : આયુર્વેદિક ઔષધ. પુનર્નવાદિ ક્વાથમાં આવતાં દ્રવ્યો : (1) પુનર્નવા(સાટોડી)નાં મૂળ, (2) દારૂ હરિદ્રા, (3) હળદર, (4) સૂંઠ, (5) હરડે, (6) ગળો, (7) ચિત્રક, (8) ભારંગ મૂળ અને (9) દેવદાર. આ બધાં દ્રવ્યો સરખે ભાગે લઈ, અધકચરાં ખાંડી તેનો વિધિસર ક્વાથ બનાવવામાં આવે છે. (500 ગ્રામ પાણીમાં 25…

વધુ વાંચો >

પુનર્નવાદિ ગૂગળ

પુનર્નવાદિ ગૂગળ : આયુર્વેદિક ઔષધ. ઔષધ પાઠ : (1) પુનર્નવા(Boerhasvia) (સાટોડી) મૂળ 100 ગ્રામ, (2) એરંડમૂળ 100 ગ્રામ, (3) સૂંઠ 16 ભાગ, (4) જળ (પાણી) 5   ભાગ, (5) શુદ્ધ ગૂગળ 8 ભાગ, (6) એરંડતેલ 4 ભાગ, (7) નસોતર મૂળ-ચૂર્ણ 5 ભાગ, (8) દન્તી-મૂળ   ભાગ, (9) આમળા-ચૂર્ણ 1 ભાગ, (10)…

વધુ વાંચો >

પુનર્નવા મંડૂર (વટી)

પુનર્નવા મંડૂર (વટી) : આયુર્વેદિક ઔષધ. ઔષધોનું સંયોજન : (ભા. પ્ર.; ર. તં. સા.) સાટોડીનાં મૂળ, નસોતર, સૂંઠ, મરી, પીપર, વાવડિંગ, દેવદાર, કઠ, હળદર, હરડે, બહેડાં, આમળાં, ચિત્રકમૂળ, દંતીમૂળ, ચવક, ઇંદ્રજવ, કડુ, પીપરીમૂળ (ગંઠોડા), નાગરમોથ, કાકડા શિંગ, કલૌંજી જીરું, અજમો અને કાયફળ – આ બધી ઔષધિઓ સરખા વજને લઈ, તેનું…

વધુ વાંચો >

પ્રાણદા ગુટી

પ્રાણદા ગુટી : બધી જાતના હરસની આયુર્વેદિક ઔષધિ. સૂંઠ 120 ગ્રામ, મરી 40 ગ્રામ, પીપર 60 ગ્રામ, ચવક 40 ગ્રામ, તાલીસપત્ર 40 ગ્રામ, નાગકેસર 20 ગ્રામ, પીપરીમૂળ 80 ગ્રામ, તમાલપત્ર 6 ગ્રામ, નાની ઇલાયચી 10 ગ્રામ, તજ 6 ગ્રામ, સુગંધી વાળો 6 ગ્રામ લેવામાં આવે છે. (નોંધ : હરસમાં જો…

વધુ વાંચો >

રસમાણિક્ય

રસમાણિક્ય : એક આયુર્વેદિક ઔષધ. રોગ મુજબ ઔષધોનું નિરૂપણ કરનારા આયુર્વેદના જાણીતા ગ્રંથ ‘ભૈષજ્યરત્નાવલી’ના ‘કુષ્ઠરોગાધિકાર’ નામના પ્રકરણમાં ‘રસમાણિક્ય’ નામનું ઔષધ બનાવવા માટે નીચે જણાવેલાં દ્રવ્યોની જરૂર પડે છે : (1) શુદ્ધ પારદ  8 ભાગ, (2) શુદ્ધ મન:શીલ  8 ભાગ, (3) શુદ્ધ હરતાળ  એક ભાગ, (4) શુદ્ધ ગંધક  8 ભાગ અને…

વધુ વાંચો >

લક્ષ્મીવિલાસ રસ (નારદીય)

લક્ષ્મીવિલાસ રસ (નારદીય) : વાત-કફજ દર્દોની એક ઉત્તમ આયુર્વેદીય રસૌષધિ. દ્રવ્ય-ઘટકો : (1) કૃષ્ણાભ્રક-ભસ્મ 8 ભાગ, (2) શુદ્ધ ગંધક 4 ભાગ, (3) શુદ્ધ પારદ 4 ભાગ, (4) કપૂર 2 ભાગ, (5) જાવંત્રી 2 ભાગ, (6) જાયફળ 2 ભાગ, (7) વિધારાબીજ 2 ભાગ, (8) ધંતૂરાનાં બી 2 ભાગ, (9) ભાંગનાં બી…

વધુ વાંચો >

લવણભાસ્કર ચૂર્ણ

લવણભાસ્કર ચૂર્ણ : પેટનાં દર્દો માટેની અકસીર ઔષધિ. સૂર્ય ભગવાને લોકોના હિતાર્થે  પેટનાં અનેક દર્દો માટે અકસીર કહેલું અને ‘શાઙ્ર્ગધર સંહિતા’માં આપેલું આ ચૂર્ણ આયુર્વેદની ખૂબ જ ઉપયોગી અને પ્રચલિત ઔષધિ છે. તેનો પાઠ નીચે મુજબ છે : ઔષધ-સંયોજન : સમુદ્ર-લવણ 8૦ ગ્રામ, સંચળ 5૦ ગ્રામ અને બિડલવણ, સિંધાલૂણ, ધાણા,…

વધુ વાંચો >

વાસાદિ ક્વાથ

વાસાદિ ક્વાથ : એક આયુર્વેદિક ઉકાળો. શાર્ઙ્ગધર સંહિતા અનુસાર નિર્માણવિધિ અરડૂસી, સૂંઠ, ગળો, દારૂહળદર, રક્તચંદન, ચિત્રક, કરિયાતું, લીમડાની છાલ, કટુકી (કડુ); પટોલ (પરવળ) પત્ર, હરડે, બહેડાં, આમળાં, નાગરમોથ, જવ, ઇન્દ્રજવ અને કડાછાલ – આ બધું સરખા  ભાગે લઈ તેને અધકચરું ખાંડી આ ક્વાથ (ભૂકો) બનાવાય છે. માત્રા : 2થી 4…

વધુ વાંચો >

વિષતિંદુકાદિવટી

વિષતિંદુકાદિવટી : વાયુનાં દર્દો માટે પ્રચલિત એક આયુર્વેદિક ઔષધિ. ભેષજ સંહિતા – રસોદ્ધાર તંત્ર અનુસાર તેનાં ઘટકદ્રવ્યો આ પ્રમાણે છે : શુદ્ધ ઝેરકોચલું, અજમો, સિંધવ, અતિવિષ, નાડી હિંગ, શુદ્ધ વચ્છનાગ, કાળાં મરી, લતાકરંજ-બી, દાલચીની (તજ), સૂંઠ, લીંડીપીપર, ગંઠોડા, ઇન્દ્રજવ અને લવિંગ. નિર્માણની રીત : આ દ્રવ્યોનું બારીક ચૂર્ણ સરખા ભાગે…

વધુ વાંચો >

શ્વાસકાસચિંતામણિરસ

શ્વાસકાસચિંતામણિરસ : આયુર્વેદિક ઔષધ. નિર્માણવિધિ : શુદ્ધ પારદ 1 ભાગ, સુવર્ણમાક્ષિક 1 ભાગ, સુવર્ણભસ્મ 1 ભાગ, મોતીભસ્મ ભાગ, શુદ્ધ ગંધક 2 ભાગ, અભ્રકભસ્મ 2 ભાગ અને લોહભસ્મ 4 ભાગ લેવામાં આવે છે. ભાવના : ભોરિંગણીનો સ્વરસ, બકરીનું દૂધ, યદૃષ્ટિ મધુનો ક્વાથ અને નાગરવેલનાં પાનના રસની વારાફરતી 77 ભાવનાઓ દેવાય છે.…

વધુ વાંચો >