જયંત કાળે
ખનિજ-અન્વેષણ નિગમ લિમિટેડ
ખનિજ-અન્વેષણ નિગમ લિમિટેડ : દેશની ખનિજસંપત્તિ અંગે વધુમાં વધુ ચોક્કસ માહિતી એકત્ર કરવા, વિવિધ સ્થળોએ આવેલ ખનિજ-સંપત્તિનો જથ્થો શોધી કાઢવા તેમજ ખનિજ વિશે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવા ભારત સરકારે કંપની ધારા હેઠળ 1972માં ખનિજ-અન્વેષણ નિગમ(Mineral Exploration Corporation Ltd. – MECL)ની સ્થાપના કરી છે. આ કંપનીનું મુખ્ય મથક નાગપુર (મહારાષ્ટ્ર) ખાતે…
વધુ વાંચો >ગુજરાત (શિક્ષણથી વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી)
ગુજરાત શિક્ષણ શિક્ષણની પ્રાચીન પદ્ધતિનાં મુખ્ય ધ્યેયોમાં ધાર્મિકતા અને નૈતિક ભાવનાનો વિકાસ, ચારિત્ર્યનિર્માણ, નાગરિક અને સામાજિક ફરજોનું પાલન, સામાજિક કાર્યકુશળતાનો વિકાસ અને સંસ્કૃતિની જાળવણી, તેનો વિકાસ અને પ્રસાર ગણાવી શકાય. મોટેભાગે શિષ્યોએ ગુરુ પાસે રહી અભ્યાસ કરવો પડતો. આશ્રમ, ગુરુકુળ યા મઠ, પરિષદ, સંઘ જેવી સંસ્થાઓમાં શિક્ષણ અપાતું. 8 વર્ષે…
વધુ વાંચો >નૅશનલ ઇન્વાઇરૉન્મેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, નાગપુર (NEERI)
નૅશનલ ઇન્વાઇરૉન્મેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, નાગપુર (NEERI) : પ્રદૂષણ-નિયંત્રણ અને પર્યાવરણ-વ્યવસ્થાપનને લગતા સંશોધન માટે સુવિધા અને માર્ગદર્શન પૂરું પાડતી રાષ્ટ્રીય સંશોધન-સંસ્થા. ઇતિહાસ : શરૂઆતમાં સેન્ટ્રલ પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના નામથી નાગપુર ખાતે કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચના ઉપક્રમે સ્થાપવામાં આવેલ આ સંશોધનશાળા(1974)નો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ ઇજનેરીને નડતા વિવિધ…
વધુ વાંચો >નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઓશનૉગ્રાફી, ડોના પૌલા, ગોવા
નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઓશનૉગ્રાફી, ડોના પૌલા, ગોવા : ભારતના દરિયાનાં ભૌતિક, રાસાયણિક, જૈવશાસ્ત્રીય, ભૂસ્તરીય અને પ્રદૂષણને લગતાં વિવિધ પાસાંના વૈજ્ઞાનિક અધ્યયન-સંશોધન માટેની રાષ્ટ્રીય સંસ્થા. ઇતિહાસ : સોળમી તથા સત્તરમી સદીમાં ભારતના સાહસવીરોએ દરિયાઈ પ્રવૃત્તિઓ સારા પ્રમાણમાં કરી હતી. જોકે એ પ્રવૃત્તિ મુખ્યત્વે ભારતનો અન્ય દેશો સાથે વેપાર વધારવા અંગેની જ…
વધુ વાંચો >નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ વાઇરૉલૉજી
નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ વાઇરૉલૉજી : વિષાણુ(virus)ઓ અને સૂક્ષ્મજીવજન્ય ચેપી રોગો વિશે માહિતી મેળવી રોગની સામે પ્રતિરોધક ઉપાયોનું સંશોધન કરવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા સંચાલિત સંસ્થા. 1952માં ICMR સંસ્થાએ તેની શરૂઆત રૉકફેલર ફાઉન્ડેશનના સહયોગથી કરી. તેનો મુખ્ય ઉદ્દેશ સંધિપાદ અને ખાસ કરીને કીટકજન્ય વિષાણુના ચેપનો પ્રતિકાર કરવા…
વધુ વાંચો >નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ, ટૅક્નૉલૉજી ઍન્ડ ડૅવલપમેન્ટ સ્ટડીઝ, નવી દિલ્હી
નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ, ટૅક્નૉલૉજી ઍન્ડ ડૅવલપમેન્ટ સ્ટડીઝ, નવી દિલ્હી : વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના વિકાસની સામાજિક પ્રક્રિયા, વિકાસની વિવિધ પદ્ધતિઓના આયોજન અને સંશોધનની માહિતીનું એકત્રીકરણ કરી તેનું પ્રસારણ કરતી રાષ્ટ્રીય સંસ્થા. ઇતિહાસ : વિજ્ઞાન, ટૅક્નૉલૉજી અને વિકાસ અંગેની નીતિ ઘડી કાઢવા 1974ના વર્ષમાં કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ(CSIR)ના ઉપક્રમે…
વધુ વાંચો >નૅશનલ કેમિકલ લૅબોરેટરી (NCL), પુણે
નૅશનલ કેમિકલ લૅબોરેટરી (NCL), પુણે : રસાયણવિજ્ઞાન અને તેને આનુષંગિક વિજ્ઞાનશાખાઓમાં પાયારૂપ સંશોધન અને તેના ઔદ્યોગિક ઉપયોગનું કાર્ય કરતી પુણેસ્થિત રાષ્ટ્રીય સંસ્થા. 1942માં કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) નામની સંસ્થા નવી દિલ્હી ખાતે સ્થાપવામાં આવી. આ મધ્યસ્થ સંસ્થા દ્વારા દેશના જુદા જુદા ભાગોમાં જે વિભાગીય સંસ્થાઓ શરૂ કરવામાં…
વધુ વાંચો >નૅશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, હૈદરાબાદ
નૅશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, હૈદરાબાદ : જમીન, દરિયાઈ અને અવકાશી વિસ્તારમાં ભૂભૌતિક ક્ષેત્રે મોજણી અને સંશોધન કરતી હૈદરાબાદ(આન્ધ્ર)સ્થિત રાષ્ટ્રીય સંશોધન-સંસ્થા. સ્થાપના હૈદરાબાદ ખાતે 1962માં. ભારતમાં ભૂભૌતિક-વિજ્ઞાન (જિયોફિઝિક્સ) ક્ષેત્રે એક વિશ્વમાન્ય સંસ્થા સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ દેશની પ્રજાને વિજ્ઞાન અને ટૅકનૉલૉજી દ્વારા વિવિધ લાભ મળે તે માટેનો છે. વિજ્ઞાન અને ટૅકનૉલૉજીથી પ્રજાની…
વધુ વાંચો >નૅશનલ ફિઝિકલ લૅબોરેટરી, નવી દિલ્હી
નૅશનલ ફિઝિકલ લૅબોરેટરી, નવી દિલ્હી : ભૌતિકશાસ્ત્રમાં સંશોધન કરી રાષ્ટ્રની વિવિધ જરૂરિયાતો પૂરી પાડતી, ઔદ્યોગિક ઉત્પાદન અને ગુણવત્તા વધારવા વૈજ્ઞાનિક કામગીરી બજાવતી દિલ્હી-સ્થિત રાષ્ટ્રીય પ્રયોગશાળા. દેશમાં શરૂઆતમાં જે રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ સ્થાપવામાં આવી તેમાંની આ એક છે. ઔદ્યોગિક આયોજનસમિતિની ભલામણથી આ પ્રયોગશાળાનું ખાતમુહૂર્ત ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ 4 જાન્યુઆરી, 1947ના રોજ…
વધુ વાંચો >નૅશનલ બૉટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NBRI), લખનૌ
નૅશનલ બૉટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NBRI), લખનૌ : લખનૌમાં આવેલી રાષ્ટ્રીય વનસ્પતિ-સંશોધન સંસ્થા. તે ધ કાઉન્સિલ ઑવ્ સાયંટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR), નવી દિલ્હીની રાષ્ટ્રીય પ્રયોગશાળાનું એક ઘટક છે. મૂળભૂત રીતે તેની સ્થાપના 1948માં રાષ્ટ્રીય વનસ્પતિ-ઉદ્યાન (National Botanic Gardens) તરીકે થઈ હતી. ઉત્તરપ્રદેશની સરકારે આ ઉદ્યાનનું 1948માં આધુનિકીકરણ કરી તેનો વિસ્તાર…
વધુ વાંચો >