જયંતી વિ. ભટ્ટ
ખનિજ
ખનિજ ખનિજ ઇજનેરી ખાણમાંથી પ્રાપ્ત કાચા માલ પર, અનેક પદ્ધતિઓ દ્વારા ક્રિયા, પ્રક્રિયા અને પૃષ્ઠ-ઉપચાર(surface treatment)ને આવરી લેતો વિશિષ્ટ વિષય. ખનિજ ઇજનેરી એ ખાણવિદ્યાને લગતી એક શાખા છે. ખનિજ ઇજનેરી તેને સંલગ્ન વિવિધ વિજ્ઞાન-શાખાઓ અને પાયાના વિષયોને પણ આવરી લે છે, જેને પરિણામે ઉત્પાદન-પ્રક્રિયાઓમાં લાગતો સમય બચાવી શકાય છે અને…
વધુ વાંચો >ખનિજસંપત્તિ
ખનિજસંપત્તિ ધરતીમાં સંગ્રહાયેલ ખનિજભંડારો અને તેની ઉત્પત્તિ પ્રદેશને આર્થિક રીતે પગભર થવામાં ઘણો ફાળો આપે છે. કૃષિસંપત્તિ જેટલું જ ખનિજસંપત્તિનું મૂલ્યાંકન થાય છે. પૃથ્વીના ઉદભવ સાથે ખડકોનું સર્જન, ભૂસ્તરીય રચના, ખડકોનું બંધારણ, સ્તરરચના, સ્તરભંગો, પર્વતો, ખીણો, સરોવરો, નદીઓ, મેદાનોની હયાતી, ભૂપૃષ્ઠનાં પડોની ગોઠવણી, ગિરિમાળાઓની ગોઠવણી ઇત્યાદિ સંકળાયેલ છે. ભૂપૃષ્ઠનું ઘડતર…
વધુ વાંચો >જિયોલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયા
જિયોલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયા : ભારતમાં ભૂસ્તરશાસ્ત્રને લગતી સઘળી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ પ્રમુખ સંસ્થા. મુખ્ય મથક કૉલકાતા. તેની સ્થાપના 1851માં પૂર્વ ભારતમાં કોલસાના પૂર્વેક્ષણ (prospecting) માટે થઈ હતી. તેના દ્વારા દરિયાકાંઠાના વિસ્તારો સહિત ભારતના ભૂસ્તરશાસ્ત્રીય, ભૂરાસાયણિક અને ભૂભૌગોલિક નકશાઓ (ધરા અને વાયુસહિત) તૈયાર થયા છે અને તેણે દેશના જુદા જુદા…
વધુ વાંચો >ભૂસ્તર અને ખનિજ નિર્દેશાલય
ભૂસ્તર અને ખનિજ નિર્દેશાલય (Directorate of Geology and Mining) : ગાંધીનગર, ગુજરાત રાજ્ય : ખનિજ-વહીવટ, ખનિજ-સંશોધન અને ખનિજ-પૃથક્કરણનાં કાર્યો કરતું ગુજરાત રાજ્યનું એક ખાતું. તેની વડી કચેરી ગુજરાત રાજ્યના પાટનગર, ગાંધીનગર ખાતે આવેલી છે. થોડાંક વર્ષ અગાઉ તેનું આ ઉપર દર્શાવેલું નામ બદલીને ‘કમિશનરેટ ઑવ્ જિયૉલોજી ઍન્ડ માઇનિંગ’ રાખવામાં આવેલું…
વધુ વાંચો >રાષ્ટ્રીય ખનિજ વિકાસ નિગમ (National Mineral Development Corporation)
રાષ્ટ્રીય ખનિજ વિકાસ નિગમ (National Mineral Development Corporation) : હૈદરાબાદ ખાતે આવેલું રાષ્ટ્રીય કક્ષાનું ખનિજ વિકાસ નિગમ. આ નિગમ ખનિજ-અન્વેષણ, પર્યાવરણ-સંચાલન-સેવા, ખનિજ-સંશોધન અને તેના વિકાસનું ભૂસ્તરીય માહિતી-આંકડા કેન્દ્ર તરીકેનું તેમજ ખનિજો અંગેની સલાહ આપવાનું કાર્ય કરે છે. આ નિગમની અન્વેષણ-પાંખ નવાં સંકુલો ઊભાં કરવા ઇચ્છતી પેઢીઓને ખનિજ-જથ્થાઓ માટે ભૂસ્તરીય સર્વેક્ષણ,…
વધુ વાંચો >રાષ્ટ્રીય ભૂભૌતિક અનુસંધાન સંસ્થાન (National Geophysical Research Institute)
રાષ્ટ્રીય ભૂભૌતિક અનુસંધાન સંસ્થાન (National Geophysical Research Institute) : હૈદરાબાદ ખાતે આવેલી રાષ્ટ્રીય કક્ષાની વૈજ્ઞાનિક સંશોધન-સંસ્થા. આ પ્રયોગશાળા વૈજ્ઞાનિક-ઔદ્યોગિક સંશોધન કાર્યજૂથ – નવી દિલ્હીના વડપણ નીચે કાર્ય કરે છે. તે તેની ભૂભૌતિક અને ભૂરાસાયણિક પાંખો દ્વારા તજ્જ્ઞ ટુકડીઓને ક્ષેત્રકાર્ય માટે મોકલી રાષ્ટ્રીય કક્ષાનું ભૂભૌતિક સર્વેક્ષણ કરાવી તેના અભ્યાસ-અહેવાલો રસ ધરાવતી…
વધુ વાંચો >